________________
અધ્યાય ૧ લે.
મુખ પૂર્વમાં હોય છે, ધન, મકર અને કુંભ એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું મુખ દક્ષિણે હોય છે, તથા મીન, મેષ અને વૃષ એ ત્રણ રાશિના સૂર્યમાં વન્સનું મુખ પશ્ચિમે હોય છે, અને મિથુન, કર્ક ને સિંહ એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું મુખ ઉત્તરમાં હોય છે. માટે વત્સ સામે ઘરનું દ્વાર મુકવામાં
જે તુમાં વાદળને ઘેરાવો ન હોય પણ આકાશ સ્વચ્છ અને નિર્મળ હોય તેમજ ચંદ્રને પ્રકાશ હાય નહિ, એવા વખતમાં સૂર્ય અસ્ત થયા પછી ગગન માર્ગે દણિ દેવામાં આવે તે ચોખી રીતે એ વત્સનું લાંબુ શરીર દેખાશે. તેનું પૂર્વ સામે મુખ હોય તો પશ્ચિમમાં તેનું પૂછડું હશે અને ઉત્તર સામે મુખ હોય તે દક્ષિણે પૂછડું હેય. એ રીતે ચાર દિશાઓ મધ્ય સીધી લીટીમાં રહે છે.
એ વત્સની આકૃતિ એવી હોય છે કે, આકાશમાં જાણે એક લાંબી સડક હેય અને તે સડકની બને કિનારિઓ ઉપર (ડાબે અને જમણે) તારાઓના જથાબંધ દેખાવ હેય છે; તે એવી રીતે કે, વત્સના શરીરના જે ભાગમાં પુછાઈ હેય તે ભાગમાં તારાઓનો સમૂહ વધારે હોય છે, અને જે ઠેકાણે વત્સના શરીરને કૃશ ભાગ હોય તે ઠેકાણે તારાઓનો સમૂહ ઓછો હોય છે; વળી એ બન્ને તરફ તારાઓના સમૂહો વચ્ચે વત્સનું શરીર અર્ધગાળ અથવા ધનુષ્યાકૃતિ પે હોય છે. તે શરીર જાણે બારીક વાદળાવડે બંધાયું હોય અથવા જેમ આછો ધુમાડાને રસ્તે, કોઈ વખત વાયું નથી હોતે તે વખત બંધાય છે તેવો શ્યામ અને શ્વેત મિશ્રિત રંગ હાય (સતાઇ વિશેષ હાય) છે.
શિયાળામાં જંગલ વિષે પવન ન હોય તે વખતે સવારમાં અથવા સાંજે ધુમ્ર માર્ગ જોવામાં આવે છે, તે જાણે અધર સ્થિર સડક રહેલી હોય એ રીતે આકાશમાં વસનું રૂપ તારાઓના સમૂહમાં દેખાય છે. એ વત્સને કેટલાક લેકે સ્વર્ગને માર્ગ કહે છે અને શાસ્ત્રાધાર પ્રમાણે કેટલાક લોકો તેને “શિશુમારચક્ર” કહે છે. એટલું જ નહિ, પણ કેટલાક લોકે આકાશગામિની ગંગા કહે છે અને તેની આજુબાજુ , તારાના જથા દેખાય છે. તેને દેવલોકે નાન કરવા ઉતરેલા હોવાથી તેમના વિમાનની પંક્તિ ગોઠવાયેલી છે એમ કલ્પ છે, વળી જ્યોતિષ વેત્તાઓએ તે તેને સેતુ યે કયો છે અને આકાશપથ પણ બતાવ્યું છે.
વત્સનું દર ત્રણ સક્રાંતિએ એકથી બીજી દિશાએ ફરવું થાય છે, એટલે બાર માસમાં ચારે દિશાએ ફરી રહે છે. જ્યારે જે દિશામાં વાસ હોય છે તે દિશામાં ત્રણ સંક્રાંતિના નેવું દિવસ સુધી જ્યોતિષ જાણનાર કે ઘરનું દ્વાર મુકવા દેતા નથી તથા પ્રતિશ કરવા દેતા નથી. અને ખાત મુહૂર્ત પશુ આપતા નથી. પણ તેમાં ખરી રીતે સમજ્યા વિના ત્રણ માસ સુધી મુદ્ર આપવું નહિ એ વાત વ્યાજબી નથી, કેમકે ત્રણ સંક્રાંતિના નવ દિવસ સુધી વત્સનું મુખ એકજ દિશામાં રહેતું નથી.