________________
રાજવલભઅર્થ -—જેને જાણવાને બ્રહ્માદિક સમર્થ નથી તથા જેને ત્રણલોક નમે છે તેમજ કલ્યાણકારી અને જે આદ્ય છે, વળી બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર જેવા જેને વારંવાર નમસ્કાર કરે છે ને નિરંતર આનંદરૂપે સર્વ પ્રાણુ વિષે, નિદ્રા, ક્ષુધા અને તૃષારૂપે જે રહેલી છે, એવી ચિતન્યરૂપ બ્રહ્મપુત્રી (સરસ્વતી, મને પ્રસન્ન થઈ નિરંતર વિશ્વનું રૂપ અવલોકન કરવાની શક્તિ આપે. ૩
कंबासूत्रांबुपात्रवहतिकरतलेपुस्तकंज्ञानसूत्रं हंसारूढस्त्रिनेत्रःशुभमुकुटशिराःसर्वतोवृद्धकायः॥ त्रैलोक्यंयेनसृष्टंसकलसुरगृहराजहादिहऱ्या देवोसौसूत्रधारोजगदखिलहितःपातुवोविश्वकर्मा ॥ ४॥
અર્થ-જેણે એક હાથમાં કાંબી (ગજ), બીજા હાથમાં સૂત્ર, ત્રીજામાં જળપાત્ર (કમંડળ) ને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે, વળી જે હંસારૂઢ છે (હંસ ઉપર બેઠા છે), જેને ત્રણ નેત્ર છે અને જેણે મસ્તક ઉપર સુંદર મુકુટ ધારણ કરે છે, એટલું જ નહિ, પણ સર્વ પ્રકારે જેનું શરીર વૃદ્ધિ પામેલું છે, તથા ત્રણ લેક જેણે સરજેલાં છે, તેમજ સર્વ પ્રકારનાં દેવાધરે, રાજઘરે, અને બીજા સર્વ સામાન્ય લેકનાં ઘરે જેણે રચેલાં છે, એવા સર્વ જગતનું હિતક વિશ્વકર્મા જે સૂત્રધાર તે તમારું રક્ષણ કરે.
- શાર્દૂલવિડિત, स्त्रीपुत्रादिकभोगसौख्यजननंधर्मार्थकामप्रदं जंतूनांलयनंसुखास्पदमिदंशीतांबुधर्मावहं ॥ वापीदेवगृहादिपुण्यमखिलंगेहात्समुत्पद्यते गेहंपूर्वमुशतितेनविबुधाःश्रीविश्वकर्मादयः ॥ ५ ॥
અર્થ—જે ઘર વિશે પ્રી અને પુત્રાદિકના ભંગ અને સુખ પ્રાપ્ત થાય છે, તથા જે ઘરવડે ધર્મ, અને કામની પ્રાપ્તિ થાય છે, એવું છે ઘર તે પ્રા
નું વિશ્રામસ્થાન છે. એટલું જ નહિ પણ શીત, (તાઢ-ચંડી) વર્ષદ અને તાપને ભય નિવારણ કરનાર પણ ઘર છે અને તે ઘરવડે વાવડી તથા કુવાનું સુખ અને દેદિરનું પુણ્ય મળે છે, એ સર્વ ઘરવડેજ મળે છે, માટે જ વિશ્વકમાદિ પંડિત અને દેવતાઓ વગેરે થી પહેલાં ઘરની ઈચ્છા કરે છે. ૫