________________
.
.
॥ श्रीगणेशायनमः श्रीसरस्वत्यैनमः॥ ॥श्रीविश्वकर्मणेनमः ॥
अथ ॥राजवल्लभ.॥
अनुष्टुप. आनंदवोगणेशार्कविष्णुगौरीमहेश्वराः॥ देवाःकुर्युःश्रियंसौख्यमारोग्यंत्वगृहेसदा ॥१॥
અર્થ –ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, પાર્વતી અને મહાદેવ; એ દેવે તમને આનંદ આપો તથા નિરંતર લક્ષ્મી તમારા ઘરમાં સુખ અને આરોગ્યપણું આપે !
वसन्ततिलका. देवनमामिगिरिजासुतमेकदंतसिंदूरचर्चिततनुंसुविशालशुंडं ॥ नागेंद्रमंडितवपुर्युतसिद्धिबुद्धिंसेव्यंसुरोरगनरैःसकलार्थसिद्धये।।२।।
અર્થ—જેને એક દંત છે, જેનું શરીર સિદરવડે ભાયમાન છે, વિશાળ જેની શુંડ છે, સર્પવડે સુશોભિત જેની દેહ છે તથા સિદ્ધિ અને બુદ્ધિ
એવા નામની જેની પાસે રહેલી બે સ્ત્રીઓ છે; એટલું જ નહિ પણ, સર્વ કાર્યની સિદ્ધિ માટે દેવલોક, નાગલોક અને મનુષ્ય જેને સેવે છે એવા પાર્વતીના પુત્રને ( ગણપતીને) હું વંદન કરું છું. ૨
स्रग्धरा. याब्रह्माद्यैरलक्ष्यात्रिभुवननमिताब्रह्मपुत्रीशिवाद्या ब्रह्माविष्णुश्चरुद्रःप्रणमतिबहुशोयासदानंदरूपा ॥ वाणीचैतन्यरूपावसतिचसकलेपाणिनिद्राक्षुधातृद् सानित्यासुप्रसन्नावितरतुविभवं विश्वरूपावलोके ॥३॥