________________
અધ્યાય ૬ .
( ૧૧ ) ગળના ત્રણ અલિદે આગળ એક મંડપ હોય, તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તેવા ઘરનું નામ “પ્રતાપવિદ્વન” કહેવાય. અને તેવાજ ઘરનું મુખ પૂર્વ દિશામાં હોય તે તે દિવ્ય ઘર કહેવાય છે અથવા તેવાજ ઘરનું મુખ દક્ષિણ દિશામાં હોય તે તે સુખાધિક” ઘર કહેવાય; અને તે અથવા તેવાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તે તે “
જ ગહર” ઘર કહેવાય. ૩૩ तस्यैवरूपरसदारुयुग्मं । पुनस्त्वलिंदोजगतंततश्च ॥ स्यासिहयानंत्वथहस्तियानं । ज्ञेयंतथाकंटकमेतदंत्यं ॥३४॥
અર્થ–પ્રથમ કહેલા દ્વિશાળ ઘરની ડાબી તરફ બે અલિદે, જમણી તરફ બે અને પછી તે પણ બે અલિંદો કહ્યા છે, અને તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદો કહ્યા છે, એ ત્રણ અલિંદે આગળ એક મંડપ કહ્યા છે, એવા ઘરના મુખ આગળ વળી એક અલિંદ વધારવામાં આવે અર્થાત્ ઘરના મુખ આગળ ચાર અલિંદ કરી તે ચાર આગળ એક મંડપ હોય (પ્રથમ ત્રણ અલિંદ આગળ મંડપ કહ્યા છે, તે ન કરતાં ચાર અલિંદ કરી તે ચાર આગળ મંડપ કરે) અને તેવા ઘરમાં બે પટ્ટારૂઓ આવે તેમજ તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તે “અજગત' ઘર કહેવાય, પણ એ અજગત ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે “સિંહયાન” ઘર કહેવાય, તે ઘરનું મુખ દક્ષિણે હોય તે તે “હસ્તિયાન' ઘર કહેવાય, અને તેવાજ ધરનું મુખ પશ્ચિમે હોય તે તે “કંટક” નામનું ઘર કહેવાય. ૩૪.
૩ વષા. शांतादिगेहानिचषोडशैव । दिशालकानीहयथाक्रमेण ॥ नामानिचत्वार्यपिरूपमेकं । हस्त्यादिभेदैःक्रमतोविधेयं ॥३५॥ इतिश्रीराजवल्लभेवास्तुशास्त्रेएकशालाद्विशालालक्षणंनामषष्टोऽध्यायः ॥ ६ ॥
અર્થ–શાંતાદિ કિશાળ એવાં અનુક્રમે સેળ ઘરે જે કહાં તે ઘરોનું એક એક રૂપ છે, પણ હસ્તિન્યાદિ શાળાઓના ભેદ કરી તેવાં ઘરના એક એક રૂપનાં ચાર ચાર નામે થાય છે. એ સર્વને એકઠાં કરવે ચોસઠ નામે થાય છે. ૩૫