________________
( ૧૧ )
રાજવલલ, અર્થ–પ્રથમ યુવાદિક જે ઘરે કહ્યાં છે તેમાં જ્યાં એક અલિંદ કરવાનું કહ્યું છે ત્યાં બે અલિંદે અને તે અલિદની શાળામાં બે (પ્રસાળ પાછળ મુખ્ય ઓરડામાં) પાટડા નાખવામાં આવે છે તેથી તે પ્રવાદિકનાં રુપ બદલાઈ હંસાદિક સેળ ઘરે થાય. જેમકે –
ધવ નામના ઘરને અલિંદ નથી તેમ છતાં તેના મુખ આગળ (દ્વાર આગળ) એક અલિંદ કરી વ ઘરમાં પાટડા નાખવામાં આવે, તો તે “હંસ નામનું ઘર થાય; ધાન્ય ઘરના મુખ આગળ એક અલિંદ હોય તે અલિંદ આગળ બીજો એક અલિંદ કરી ધાન્ય ઘરમાં પાટડે નાખવામાં આવે તે તે
સુલક્ષણ” ઘર થાય; જય ઘરની જમણી તરફ એક અલિંદ હોય તે અ-- લિંદ આગળ એક અલિંદ કરી જયમાં પાટડે નાખવાથી તે સૌમ્યઘર થાય; ન ઘરના મુખ આગળ અને જમણી તરફ એ બને ઠેકાણે એક એક અલિંદ છે; એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી નંદમાં પાટડે નાખવામાં આવે તો તે “હય? ઘર થાય; ખર ઘરની પાછળ (પછીતે) એક અલિંદ હોય તે અલિંદ આગળ એક બીજે અલિંદ વધારી ખરમાં પાટડે નાખવામાં આવે તો તે “ભાવુક ઘર થાય; કાંત ઘરના મુખ આગળ અને તેની પછીતે, એ બન્ને ઠેકાણે એક એક અલિંદ હોય, એ બને અલિંદે આગળ એક એક અલિંદ વધારી કાંતમાં પાટડે નાખવામાં આવે તે તે ઉત્ત. મ” નામે ઘર થાય; મનરમ ઘરની જમણી તરફ અને પછીતે એ બને ઠેકાણે એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક અલિંદ વધારવામાં આવે અને મને રમમાં પાટડે નાખવામાં આવે છે તે “રૂચિર નામે ઘર થાય; સુમુખ ઘરના મુખ આગળ અને તે ઘરના મુખથી જમણી તરફ તેમજ તે ઘરની પછીત એ રીતે ત્રણે તરફ એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી સુમુખમાં પાટડનાખવામાં આવે તે તે “સતત' નામે ઘર થાય; દુર્મુખ ઘરના મુખથી ડાબી તરફ એક અલિંદ હોય તે અલિંદ આગળ એક અવિંદ વધારી હર્મખમાં પાટડા નાખવાથી તે “ક્ષેમ' નામે ઘર થાય; ર ઘરના મુખ આગળ તથા તે ઘરની ડાબી તરફ એ બન્ને ઠેકાણે એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી દૃરમાં પાટડે નાખવામાં આવે તે તે “ક્ષેપક ” નામે ઘર થાય; વિપક્ષ ઘરની જમણ અને ડાબી એ બને તરફ એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિદ વધારી વિપક્ષ ઘરમાં પાટડે નાખવાથી તે “ઉદ્ધર” નામે ઘર થાય; ધનદ ઘરના મુખ આગળ તથા તે ઘરની ડાબી તરફ અને જમણી તરફ એ રીતે ત્રણ તરફ ત્રણ અલિદ્યા હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી ધનવમાં પાટડે નાખવામાં આવે તે તે “વૃષ ૨” નામે ઘર થાય; ક્ષય