________________
અધ્યાય ૧ મા.
( ૮૫ )
ઘરના કારના જે ઉદય હાય તે ઉદયને અભાગ લઈને પછી આખા ઉદયનો સાળમા અશ તે અધ ભાગમાં મેળવતાં જેટલા આંશુળા થાય તેટલા આંશુળા પ્રમાણે દ્વારની પહેાળાઈ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે, તથા દ્વારને જે ઉદય હોય તેમાંથી ત્રીજો ભાગ ખાદ કરી ખાકી રહેલા એ ભાગ જેટલી પહેાળાઇ કરવામાં આવે તે તે મધ્યમ દ્વાર કહેવાય અને ઘરના દ્વારને જે ઉદય હાય તેના અર્ધભાગની પહોળાઈ કરવામાં આવે તો તે કનિષ્ઠ પ્રકારતું દ્વાર જાણવું. ૧૩
उपजाति. ज्येष्ठाप्रतोलीतिथिहस्तसंख्या | प्रोक्तोदयेविश्वकराचमध्या || कनिष्ठिकारुकराक्रमेण । व्यासेष्टसप्तैवचरागसंख्या ॥ १४ ॥
અથઃ—જે પાળ અથવા દરવાજાને ઉદય પદર (૧૫) હાથ હૈાય તે જ્યેષ્ઠમાન કહેવાય, તથા તેર ( ૧૩) ઉદય હોય તે મધ્યમમાન કહેવાય; અને અગિયાર (૧૧) હાથ ઉદય હાય તે કનિષ્ઠ માન કહેવાય, આઠ હાથના વ્યાસ હાય તે જ્યેષ્ઠમાન કહેવાય તથા સાત હાથ બ્યાસ હોય તે મધ્યમમાન કહેવાય અને જે દરવાજના બ્યાસ છ હાથ હોય તે કનિષ્ઠ માન કહેવાય. ૧૪
शार्दूलविक्रीडित
वेश्मन्यास कलांश के युगगुणैर्हस्तैस्त्रिसाद्वैर्युते । हर्म्यस्यत्रिविधोदयः क्षितितलाद्यावच्च पट्टोर्द्धकं ॥ एकैकोपिपुनस्त्रिधानिगदितः सर्वेत एकादश ।
क्षेप्याः षण्नवतौनखाः शशिकला अष्टादशाद्यास्त्रिधा ॥ १५ ॥ અર્થ :-ઘના ઉદયમાટે એવી રીત છે કે, ઘરના વ્યાસના સોળમ અંશ લઇ તે અંશમાં ચાર હાથ ઉમેરી ઘરના ઉદય કરવામાં આવે તે તે ચેન્ન પ્રકારના ઉદય જાણવા, ઘરના વ્યાસના સેાળમા અંશમાં ત્રણ હાથ ઉમેરી ઉદય કરવામાં આવે તે તે કનિષ્ઠ પ્રકારના ઉદય જાણવા અને ઘરના વ્યાસના સેાળમા અશમાં સાડાત્રણ હાથ ઉમેરી ઘરનો ઉદય કરવામાં આવે તે તે મધ્યમ માનને ઉય સમજવા. એ રીતે ત્રણ પ્રકારના ઉષ છે. તે શાળાની પીઠ અથવા ઘરની ભૂમિતળથી મેડીના પાટડાના મથાળા સુધી ગાય છે. એ ત્રણ પ્રકારના ઉદય થાયછે ને તે દરેક ઉડ્ડયના ખીજા ત્રણ ત્રણ ભેદે કરીને આર પ્રકારના ઉદય થાય છે, પણ તેમાંથી અગિયાર પ્રકારના ઉદય ગણવામાં આવે છે તે એવી રીતે કે;-~~~