________________
( ૮ )
રાજવા, અર્થ–દશ હજાર ગામને ઘણી જે સામંત રાજા હોય તેનું અડતાળીસ (૪૮) હાથનું ઘર કરવું, અને જે પાંચ હજાર ગામને ઘણું સામંત રાજા હોય તેનું બત્રીસ (૩૨) હાથનું ઘર કરવું. ૫.
ઇંદ્રવજ્ઞા . प्रोक्तःप्रवीणैश्चतुराशिकोसौ । ग्रामाहियस्यैवसहस्रमेकं । अष्टाधिकविंशतिहस्तहयं । सिध्यैसमस्तानियथोदितानि ॥६॥
અર્થ –જે રાજાને એક હજાર ગામ હોય તે ચિરાસીને ઘણું કહેવાય માટે તેવા રાજાનું ઘર અઠ્ઠયાવીસ હાથનું કરવું. એ રીતે શાસ્ત્રમાં કહ્યા પ્રમાછે ઘરે કરવાથી સિદ્ધિ થાય છે, પણ તેથી ઉલટી રીતે ઘરે કરવામાં આવે તે હાનિ થાય છે. દર
૩પનાતિ. प्रामाधिपायेतुशताधिपाश्च । तेखल्पराष्ट्राअपिसैन्यपाश्च ॥ तेषांगृहाअष्टदशाधिकैश्च । करैःसमानामुनिनिर्मिताश्च ॥७॥
અર્થ–(૧૦૦) ગામને ઘણું જે હોય તે અલ્પ દેશને રાજા કહેવાય માટે તેવા રાજાનું અને સેનાપતિનું એ બન્નેનું ઘર અઢાર હાથનું કરવું એમ મુનીશ્વરેએ કહ્યું છે. ૭
भूपालयानचमंत्रिगेहं । यथाधिकारेणभवंतिहीनं ॥ व्यासादशांशाधिकमेवदैर्घ्यं । कुर्यादथोपंचमभागमिष्टं ॥ ८॥
અર્થ:–રાજાના ઘર કરતાં તેના મંત્રીનું (પ્રધાનનું) અર્ધ ભાગનું ઘર કરવું, તથા મંત્રીશ્રી અનુક્રમે ઉતરતા અધિકારીઓનાં ઘરે પણ પ્રધાનના ઘરથી અનુક્રમે અર્ધ અર્ધ ભાગનાં કરવાં, તેમજ ઘરને જેટલા વિસ્તાર (પહોળાઈ) કરવે કહ્યું છે તે દરેક ઘરની પહેળાઈ હોય તેને દશાંશ ભાગ છે ઘરની લંબાઈમાં વધારી લાંબું ઘર કરવું અથવા પહોળાઈને પંચમાંશ : લંબાઈમાં ઉમેરી ઘરની લંબાઈ કરવી. ૮ ग्रहंचतुर्हस्तमितंकरादि । वृद्धयाद्विरामांतमितिप्रमाणं ॥ ततःपरंभूपतिमंदिराणि । यावच्छतंचाष्टकराभियुक्तं ॥९॥
૧ સેનાપતિનું ઘર અને સો ગામના રાજાનું ઘર એ બન્નેનાં અઢાર અઢાર હાથનાં ધ કરવાનું કહ્યું છે. તે ઉપરથી સે ગામના રાજાને સેનાપતિ સમજવાનું નથી પણ પૂર્વે કહેલા સામંત રાજાઓના સેનાપતિ સમજવા. કારણ કે આ રાજવલ્લભ ગ્રંથમાં બહુ સંકામાં સમાસ કરે છે પણ બીજા ગ્રંથોમાં એ બાબતને વધારે ખુલાસે છે.