________________
અધ્યાય જ છે,
( ૭૭ ;
(ખ) હેય તે “ચતુ કેણુ” કહેવાય. તથા જે તળાવને એક ભદ્રમહેય તે “ભદ્ર” નામા તળાવ કહેવાય, અને જે તળાવને ચારે તરફ ભદ્ર હોય તે
સુભદ્ર” નામા તળાવ કહેવાય; એવાં તળાને એક અથવા બે પરિધ કરવાં, તેમજ એવા તળાવે વચ્ચે એક અથવા બે અકસ્થળો* પણ કરવાં. ૨૯
ज्येष्ठंभितंदंडसहस्रकेण । मध्यंतदर्धेनततःकनिष्ठं ॥ xज्येष्ठकरैःपंचशतानिदैर्ये । तदर्धमध्यंतुपुनःकनिष्ठं ॥३०॥
અર્થ –જે તળાવ એક હજાર દંડ અથવા ધનુષનું હોય તે પેકમાનનું તળાવ કહેવાય, તથા પાંચસે ધનુષનું હોય તે મધ્યમાનનું કહેવાય; અને અઢીશે દંડનું જે તળાવ હોય તે કનિષ્ઠમાનનું કહેવાય, એ રીતના અનુક્રમે જે તળાવને પાંચસે હાથ ઉચી પાળ હોય (હજાર ધનુષના ઝમાનના તળાવને) જે ન્યૂઝમાનની પાળ કહેવાય, તથા અઢીસે હાથ ઉંચી હોય તે મધ્યમાનની પાળ કહેવાય, અને સવાસો હાથ ઉંચી હોય તે કનિષ્ઠમાનની પાળ કહેવાય. ૩૦
+ ભદ્ર એટલે, તળાવના મુખ આગળ ખુણે પડતો હોય તે ખુણાનું નામ ભદ્ર કહેવાય છે.
- પરિધ: એટલે. તળાવમાં ઉપર પહોળા પટવાળા ચોતરા જે આકાર હોય છે તેનું બીજું નામ પરિધિ છે.
* બકસ્થલ એટલે, તળાવના મધ્ય ભાગમાં બગલાં વગેરે પક્ષિયોને બેસવા માટે માટેને બેટ, અથવા ટી રાખવામાં આવે છે તેનું નામ સ્થળ છે, તે ઠેકાણે બીજાં ઘાતકી જનાવરોથી પક્ષિયે અભયપણે રહે છે.
* આ લાકમાં પૂર્વાર્ધ ભાગે તળાનાં માન બતાવ્યાં છે અને ઉત્તરાર્ધમાં તળાવોના અનુક્રમે તેની પાળેનું માન બતાવ્યું છે પણ તે અધ્યાહારમાં છે એટલું જ નહિ પણ, એ ઉત્તરાર્ધમાં પ્રથમના પદના ચાર અક્ષર પછીના “ પંચશતાનિ દે ” એ વાકયમાં પાંચ ગજ ઉચી પાળ અથવા બીજી રીતે કહિએ તે દૃર્થ શબ્દનો અર્થ માટી અથવા જાડી અથવા પહોળી થાય છે, એમ હોય તે છ તળાવ એક હજાર દંડનું કહ્યું છે તેને પાંચસે હાથ પહોળી પાળ હોય અને એવા અનુક્રમે પાંચસે દંડના તળાવને અઢીસે હાથ પહોળી તેમજ અદીસે દંડના તળાવને સવાસે હાથ પહોળી પાળ અથવા ઉચી હોવી જોઈએ એ વાત અસંભવિત છે, પણ વ્યાકરણની રીતે “પંચશતાનિ દે ” એ વાક્યને અર્થ બીજી રીતે થાય નહિ, કદાચ “પ્રચાશ” કહિયે તો છંદશાસ્ત્રના નિયમને ભંગ થાય છે એવા કારણથી ઓછામાં ઓછી રાજવલ્લભની વીશ પ્રતિ મેળવી તપાસ કર્યો પણ એ વાક્યનું મૂળ ઉંડુ ઉતરી ગયેલું હોવાથી એકજ રીતને પાઠ મળી આવ્યો !! એટલે તે વાળ ફેરવવાનું અમે દુરસ્ત ધાર્યું નહિ તોપણ, આ ગ્રંથ છપાતાં પહેલાં અમને કોઈ ઠેકાણેથી ખરું વાક્ય મળશે તે ફેરવવાનું ચૂકનાર નથી કેમકે તે વાક્ય આખા ગ્રંથમાં કાંટા જેવું ખેંચનારું છે, માટે તેના શેધ કામને પ્રયત્ન જારી છે તે પહેલાં અમે કરેલા અનુમાન સા થવાના સાધનરૂપી શિલ્પ પ્રકરણે કેટલાક ગ્રંથોનો સં. ગ્રહ કરેલો તે પૈકી “જ્ઞાનરત્ન કેશ” નામે અપૂર્વ ગ્રંથમાં તળાવ અને તેની પાળ માટે