________________
શજવલભ
शार्दूलविक्रीडित. कूपाःश्रीमुखवैजयोचतदनुप्रांतस्तथादुंदुभिः । तस्मादेवमनोहरश्चपरतःप्रोक्तश्चचूडामणिः ।। दिग्भद्रोजयनंदशंकरमतोवेदादिहस्तैर्मितैः । विश्वांतःक्रमवदितैश्वकथितावेदादधःकूपिका ॥ २७ ॥
અર્થ–ચાર હાથથી માંડીને તેર હાથ સુધીના વિસ્તારવાળા કૂવા કરવાનું કહ્યું છે તેમાં જે કુવાની પહોળાઈ ચાર હાથ સુધી હોય તે “શ્રી ” નામાં કૂપ કહેવાય, તો જે પાંચ હાથ પહોળા હોય તે “વૈજય” કહેવાય, તથા છ હાથ પહોળો હોય તે પ્રાંત કહેવાય, તથા સાત હાથ પહોળ હોય તે “દુભિ' કહેવાય, તથા આઠ હાથ પહોળો હોય તે “મનહરપ” કહેવાય, તથા નવ હાથ પહોળો હોય તે “ચૂડામણિ ” કહેવાય તથા દશ હાથ પહેળો હોય તે “દિગભદ્ર” કહેવાય, તથા અગિયાર હાથ પહોળે હોય તે “જય” કહેવાય, તથા બાર હાથે પહેળે હોય તે “નંદ” કહેવાય અને જે કૂવે તેર હાથ પહોળો હોય તે “શંકર નામને કહેવાય પણ ચાર હાથથી ઓછી પહોળાઈ હોય તે “કુઈ” કહેવાય. ૨૭
રૂપજ્ઞાતિ. वापीचनंदैकमुखात्रिकुटा । एकूटिकायुग्ममुखाचभद्रा ॥ जयात्रिवक्रानवकूटयक्ता । वस्तुकूटविजयामतासा ॥२८॥
અથ—જે વાવીને એક મુખ હોય અને તેમાં વાવમાં) ત્રણ *કૂટ હોય તે તે વાવડીનું નામ “નંદા” કહેવાય, તથા જેને છ ફૂટ હોય અને બે મુખ હોય તે “ભદ્રા” નામની વાવ કહેવાય, તથા જેને ત્રણ મુખ અને નવ કટ હોય તે “જયા” નામા વાવ કહેવાય અને જે વાપીને ચાર મુખ અને બાર ફૂટ હોય તેનું નામ “વિજયા” નામે વાવ કહેવાય. ૨૮ सरोधचंद्रंतुमहासरश्च । वृत्तंचतुःकोणकमेवभद्रं ॥ भद्रैःसुभद्रं परिपैकयुग्मं । बकस्थलैकद्धयमेवयस्मिन् ॥ २९ ॥
અર્થ–જે તળાવ અર્ધ ચંદ્રાકાર હોય તેનું નામ “અર્ધ ચંદ્ર કહેવાય, તથા જે ચારે તરફ બાંધેલું હોય તેનું નામ મહાસર' કહેવાય; તથા જે ગોળ હોય તેનું નામ “વૃત્ત” તળાવ કહેવાય, તથા જે ચાર ખુણાવાળું
૬ ક. એટલે વાવમાં ખંડે આવે છે તેના ઉપર ખંભાએ શિખરબંધ દરિયો કરવામાં આવે છે તેને કૃટ કહે છે.