________________
અધ્યાય ૪ થે.
(૭૧) તે કાઠાઓની બરોબર કરવી. એ વિદ્યાધરી અને કોઠાઓમાં વિવિધ પ્રકારના
દ્ધાસને (દ્ધાઓને બેસવા માટે આસન) કરવાં. એવા કિલ્લાને જે ઉદય હોય તે ઉદય ( ઉંચાઈ) કરતાં બમણા વિસ્તારવાળી (બમણી પહોળી) ખાઈ કિલ્લાની આસપાસ કરવી એમ પંડિતાએ કહ્યું છે. ૧૫
૩નાતિ. विद्याधरीकोष्टकयोश्चमध्येबाहुप्रमाणंशररामहस्तं ॥ पंचाधिकंपंचकरेणहीनमितित्रिधावास्तुमतोदितंच ॥१६॥
અર્થ:–વિદ્યાધરી અને કેડાઓની વચમાં પાંત્રીસ (૩૫) બહુનું અંતર (છે) રાખવું, અથવા પાંત્રીસ ગજનું અંતર રાખવું જોઈએ. વળી એમ પણ કહ્યું છે કે, એ પ્રમાણ કરતાં પાંચ ગજ અથવા બાહુનું પ્રમાણ હેય તે પાંચ બહુ ઓછું અંતર રાખવું, અથવા પાંચ બાહુ કે પાંચ ગજ વધારે અંતર રાખવું, એ રીતે ત્રણ પ્રકાર વાસ્તુશાએ કહેલા છે. ૧૬
વંદવઝા, दूर्गोदयंनंदकरप्रमाणंतिथ्यासमंसप्तदशैवकेचित् ।। एकोनविंशत्पृथुतात्रयाणांदिक्पालसूर्याष्टकरंवदंति ॥१७॥
અર્થ:--કિલ્લાને ઉદય નવ (૯) હાથ અથવા નવ ગજ કરે, પણ કેટલાક આચાર્યો કહે છે કે,-કનિષ્ટ પક્ષે પંદર (૧૫) હાથ ઉદયવાળો દુર્ગ ( કિલ્લે) થાય, તથા મધ્યમ પક્ષે સત્તર (૧૭) હાથ ઉદયવાળ કિલ્લે
૧ વિદ્યાધરી શબ્દનો અપભ્રંશ થઈ મુસલમાની રાજસત્તાના વખતમાં તેનું “વછરી નામ થયું છે.
૨ બાહુ એટલે હાથની આંગુળીથી ઔધ અથવા ખભાની સં સુધી ગણાય છે અને અથવા પિણાબે ગજ થાય છે, એ બાહુનું બીજું નામ “કિકુ” છે તે કિલ્ક બેંતાળીસ (૪૨) તસનો થાય છે એ વાત પ્રથમ અધ્યાયના ઓગણચાળીસમાં કેની રીપમાં બતાવી છે, તે પણ ફરીથી પ્રમાણુ સાથે બતાવીએ છીએ કે, એ કિમ્બુના પ્રમાણ માટે માળવાધીશ મહારાજા ભોજદેવના રચેલા સમરાંગણ નામના ગ્રંથમાં લખે છે કે
द्वाचत्वारिंशताकिष्कुरंगुलै परिकीर्तिनः।।
चतुरुत्तरयाशीत्याव्यासःस्यात्पुरुषस्तथा। અર્થ-બંતાળીસ આંગુળને કિંકુ થાય તથા ચોરાશી આંગુળનું ધનુષ્ય થાય અને તે ધનુષ્ટ્ર પ્રમાણે પુની પહોળાઈ છે (બને હાથ પિહોળા કરવાથી વામ અથવા વાંભ કહેવાય છે તે પહોળાઈ છે) અને ઉંચાઈ પણ તેટલી જ છે.