________________
થઈ રહ્યું છે. પક્ષીના માળા જેવા ઢંગધડા વગરના વિકૃત કળાવિહીન બદસુરત ભવને થઈ રહ્યાં છે. સુંદર મૂર્તિનાં સર્જને આખોને આનંદ આપતાં, તેના સ્થાને એક સૂકા લાકડાનું હું છું કે જેને હાથ, પગ કે મોંમાથાનું ઠેકાણું નથી હોતું, તેવામાં કલ્પના સર્જન કરી તેની પ્રશંસા કરે છે. ચિત્ર સુંદર થતાં હતાં. પ્રેક્ષકે એવાં ચિત્રો જોઈને આનંદસભર થતા હતા. તેના સ્થાન પર કાંઈ સમજમાં ન આવે તેવા જેમાં મોંમાથાનું ઠેકાણું ન હોય તેવા પીછામારતી કલ્પના સર્જન કરી તેનાં ગુણગાન ગાય છે. પ્રેક્ષકને સમાજમાં પણ નથી આવતું કે આ શું છે ? એવી ચિત્રવિચિત્ર કળાથી જગતને મૂર્ખ બનાવે છે. મોડર્ન આર્ટના નામે ભારતીય કળાને સર્વનાશ થઈ રહ્યો છે.
પ્રાદેશિક પ્રથાના કારણે કે પ્રાચીન ગ્રન્થના અર્થધટનમાં ભેદ અથવા અજ્ઞાનના કારણે, પરંપરાગત જ્ઞાન અને શાસ્ત્રગ્રન્થના અજ્ઞાનના કારણે અને એવાં કેટલાંક કારણથી તેમ જ પ્રાચીન પ્રાસાદમાં રહી ગયેલી ક્ષતિઓના આધારે શિલ્પીઓમાં પણ આજે મતભેદ, વાદવિવાદ ખડા થાય છે, પણ દુરાગ્રહ છેડી ગ્રન્થનું અભ્યાસપૂર્વક કામ કરવું જોઈએ.
કળાને પ્રોત્સાહન-ભારતમાં ધર્માધ્યક્ષ, આચાર્યો, રાજ્યાધ્યક્ષ અને ધનાઢય વગે થતા સ્થાપત્ય અને શિલ્પકળાને પ્રોત્સાહન આપી જીવંત રાખી. તેઓ આને પિતાને પ્રધાન ધર્મ માનતા. દ્રાવિડનાં વિશાળ રાજાએ ધર્મનું ધન સમજીને ભવ્ય સ્થાપત્ય નિર્માણ કર્યા તે આપણે જોઈ શકીએ છીએ. વર્તમાન કાળમાં રાજ્યાધ્યક્ષ, ધર્માધ્યક્ષ અને ધનાધ્યક્ષ એ ત્રણે વર્ગ આ કાર્યથી વિમુખ થયા છે. વર્તમાન કેન્દ્ર સરકાર તેઓ પ્રત્યે નિષ્ફર છે. એટલે હવે પ્રાચીન પરંપરાના કારીગરોને આશ્રય આપનારો અદશ્ય થતું જાય છે. આવા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું કર્તવ્ય છે કે પ્રાચીન પરંપરાની શિલ્પ સ્થાપત્ય કળાને પ્રેત્સાહન આપે. કળા મર્મને પ્રોત્સાહન આપી પ્રાચીન શિલ્પ સ્થાપત્યના સાહિત્યનું સંશોધન કરાવી પ્રકાશિત કરવું જોઈએ. વિદ્યાપીઠમાં અભ્યાસક્રમ છે એ પ્રાચીન વિદ્યાકળાને સ્થાન આપવું જોઈએ. વડોદરાના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટે આવાં કેટલાંક પ્રકાશને કર્યા છે અને બીજા અપ્રસિદ્ધ અગત્યના પ્રથેનાં સંશોધન અને પ્રકાશનનું કામ હાથ પર લીધું છે તે આનંદની વાત છે.
શિલ્પગ્રંથ-પંદરમી સદીમાં ભારદ્વાજ ગોત્રના સમપુરા મંડન સૂત્રધારે તે કાળના અસ્તવ્યસ્ત થયેલાં પ્રાચીન શિલ્પગ્રંથનું સંશોધન કરી નવીન સરળ ગ્રંથરચના કરી વિદ્યાનો ઉદ્ધાર કરવા પ્રયાસ કરેલ તે કાળમાં પ્રાચીન ગ્રંથ નષ્ટપ્રય થયેલા જોઈએને મંડને મહાપરિશ્રમ सन प्रासादमंडन, वास्तुमंडन, वास्तुसार, राजवल्लभ, रूपमंडन, देवतामूर्तिप्रकरणम् अयानी स्यना કરી મંડનના કનિબંધુ નાથજીએ “વાસ્તુમંજરી ગ્રંથ” બારસેએક શ્લોકપ્રમાણુ ર. મંડપના પુત્રપરિવારે પણ નાના ગ્રંથની રચના કરેલી. સૂત્રધાર રાજસિંહે “વાસ્તુરાજ' અને સૂત્રધાર વીરપાલે “પ્રાસાતિલક ની ઉત્તમ રચના કરી છે. વીરપાલ અને મંડન સ્થપતિ હતા તે સાથે સંસ્કૃતના સમર્થ વિદ્વાન કવિ પણ હતા. સૂત્રધાર વીરપલ પ્રણિત બેડાયા પ્રાસાદતિલક
સૂત્રધાર વિરપાલે પ્રાસાદ શિલ્પને પ્રાસાદતિલક નામના ગ્રન્થની સુંદર રચના કરી, આ ગ્રન્થ પૃથફ પૃથફ દમાં સંકલિત છે. આવા માં રચના કરવી આસાન નથી. વીરપાલ