________________
शिवीयोश्यायः
पादं जानु कटिं याव-दर्चाया वाहनस्य कू ।
वृषस्य विष्णुभागान्ते सूर्ये व्योमस्तनान्तकम् ॥२१॥ વાહનને ઉદય મૂર્તિના ચરણ, જાનુ અથવા કમર સુધી દષ્ટિ રહે તે પ્રમાણે કરે. નદીનો ઉદય શિવલિંગના વિષ્ણુ ભાગ સુધી અર્થાત્ જલાધારી સુધી અને સૂર્યના વાહનને ઉદય મૂર્તિના સ્તન સુધી રાખ ૨૧ અપરાજિતપૂછાત્ર ૨૦૮માં કહ્યું છે કે
"वृषस्य चोच्छ्यः कार्यों विष्णुभागान्तदृष्टिकः ॥ पादं जानु कर्टि याव-दर्चाया वाहनस्य दृक् ! गुह्यनामिस्तनान्तं वा सूर्ये व्योमस्तनान्तकम् ।। विलोमे कुरुते पीडा-मधोदृष्टिः सुखायम् ।
स्थानं हन्यादूर्ध्वष्टिः स्वस्थाने मुक्तिदायिका॥" નંદીની ઊંચાઈ શિવલિંગના વિષ્ણુ ભાગ સુધી દષ્ટિ રહે તે પ્રમાણે કરવી. મૂર્તિઓનાં વાડનની દષ્ટિ ચરણ; જાનુ અથવા કમર સુધી રાખવી, અથવા મૂર્તિના ગુઠા, નાભિ અને સ્તન સુધી દષ્ટિ રાખવી. સૂર્યના વાહનની દષ્ટિ મૂર્તિના સ્તન સુધી રાખવી. જે સ્થાનમાં દષ્ટિ રાખવાનું કહેલ છે. તે સ્થાનમાં ન હોય તે દુઃખ કારક છે. ઉપરોક્ત સ્થાનથી નીચી દષ્ટિ રહે તે સુખનો નાશ કરે અને ઊંચી દષ્ટિ રહે તે સ્થાનની હાની થાય. તે માટે કહેલા સ્થાનમાંજ વાહનની દષ્ટિ રહે તે મુક્તિના સુખને દેવાવાલી છે. જિનપ્રાસાદના મંડપનો ક્રમ–
जिनाने समोसरणं शुकाग्रे गूढमण्डपः।
गूढस्याग्रे चतुष्किका तो नृत्यमण्डपः ॥२२॥ જિનદેવના પ્રાસાદની આગળ સમવસરણ કરવું. શુકનાસિકાની આગળ ગૂઢમંડપ, ગુઢમંડપની આગળ ચેકીમંડપ અને ચેકીમંડપની આગળ નૃત્યમંડ૫ કરો . ૨૨ જિનપ્રાસાદની દેવકુલિકાને કમ–
द्विसप्तभिदिवाण चतुर्विंशतितोऽपि वा।
जिनालये चतुर्दिक्षु सहितं जिनमन्दिरम् ॥२३॥ જિનપ્રાસાદની ચારે દિશામાં તેર, બાવન અથવા ચોવીસ દેવકુલિકા મૂળમંદિર સહિત હોય એ જિનપ્રાસાદ બનાવ. . ૨૩