________________
प्रासादमण्डने શિલા સ્થાપન નક્ષત્ર
शिलान्यासस्तु रोहिण्यां श्रवणे हस्तपुष्ययोः ।
मृगशीर्षे च रेवत्या-मुत्तरात्रितये शुभः ॥३१॥ હિણી, શ્રવણ, હસ્ત, પુષ્ય, મૃગશીર, રેવતી, ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, અને ઉત્તરાભાદ્રપદ, એટલાં નક્ષત્રોમાં શિલાની સ્થાપના કરવી ૩૧ દેવાલય બનાવવાનું સ્થાન–
नद्यां सिद्धाश्रमे तीर्थे पुरे ग्रामे च गह्वरे ।
वापी वाटी तडागादि-स्थाने कार्य सुरालयम् ३२॥ નદીના કિનારે, સિદ્ધપુરૂષોના નિર્વાણ સ્થાને, તીર્થભૂમિમાં, નગરમાં, ગામમાં, પર્વતની ગુફાઓમાં, વનમાં, વાવડીના સ્થાને, બગીચામાં, અને તલાવઆદિ પવિત્ર સ્થાને દેવાલય બનાવવાવું ૩૨ દેવાલય બનાવવાનાં પદાર્થ---
स्वशक्त्या काष्टमृदिष्ट-काशैलधातुरत्नजम् ।
देवतायतनं कुर्याद धर्मार्थकाममोक्षदम् ॥३३॥ પિતાની શકિત અનુસાર કાષ્ઠ, માટી, ઈટ, પાષાણ, સુવર્ણ આદિ ધાતુ અથવા રત્ન એટલાં પદાર્થોમાંથી કોઈ એક પદાર્થનું દેવાલય બનાવવું, જેથી ધર્મ, અર્થ કામ અને મેક્ષની પ્રાપ્તિ થાય છે ૩૩ દેવપ્રતિષ્ઠાનું ફલ–
देवानां स्थापनं पूजा पापघ्नं दर्शनादिकम् ।
__ धर्मवृद्धिर्भवेदर्थः कामो मोक्षस्ततो नृणाम् ॥३४॥ દેવની પ્રતિષ્ઠા, પૂજા અને દર્શન કરવાથી મનુષ્યનાં સર્વ પાપ નાશ પામે છે. તથા ધર્મની વૃદ્ધિ થાય છે, એ અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૪ દેવાલય બનાવવાનું ફલ–
कोटिनं तृणजे पुण्यं मृन्मये दशसंगुणम् ।
ऐटके शतकोटिघ्नं शैलेऽनन्तं फलं स्मृतम् ॥३५॥ દેવાલય ઘાસનું બનાવે તે કરડ ગણું, માટીનું બનાવે તે દસ કરોડ ગણું, ટેનું બનાવે તે સે કોઠ ગણું અને પાષાણુનું બનાવે તે અનંતગણું ફલ થાય છે ૩૫
१ कार्यः सुरालयः । २ पापहृद् । ३ इष्टके । ४ गृहे ।