________________
દિશામાં નથી. પણ ઉત્તર દિશાથી પશ્ચિમ દિશા તરફ લગભગ વીશ ડીગ્રી સરકી ગયો છે, જેથી ધ્રુવને ઉત્તર દિશા માનીને દિફસાધન કરવામાં આવે તે દિશાનું જ્ઞાન વાસ્તવિક થતું નથી અને પ્રાસાદ દિમૂઢ બની જાય છે.
દિવસે દિફસાધન કરવું હોય તે શંકુની છાયા દ્વારા કરવાનું લખ્યું છે. એનાથી પણ વાસ્તવિક દિકસાન થતું નથી. કેમકે સૂર્ય હમેશા એક જ બિન્દુ ઉપરથી ઉદય પામતે નથી, તેથી શંકુની છાયામાં પણ વિષમતા આવે છે. આ કારણે તેને પણ સંસ્કારની જરૂરત રહે છે, તેમજ શ્રવણ, કૃત્તિકા, ચિત્રા અને સ્વાતિ નક્ષ પણ બરાબર પૂર્વ દિશામાં ઊંગતા નથી, તેથી દિશાનું જ્ઞાન બરાબર થતું નથી.
આ દિફસાધન બાબતમાં શિપીઓએ જરૂર ધ્યાન આપવા જેવું છે. તેમાં વિશેષ અનુકુળતા એ છે કે દિફસાધન યંત્ર દ્વારા જ કરવું જોઈએ. શાસ્ત્રકારે જે લખેલ છે તે પ્રમાણે બરાબર તે સમયમાં હશે, પણ સેક વર્ષ વ્યતીત થતાં નક્ષત્ર અને તારાઓની પૂર્વની સ્થિતિના ખાસ બિંદુથી પરિવર્તન પામી ગયાં લાગે છે.
પ્રથમ ખાતમુહૂર્ત કરવામાં શેષનાગચક્ર જોવામાં આવે છે. તેમાં પણ શાસ્ત્રોમાં ધણો મતભેદ જણાય છે. કેઈ ઈશાન, અગ્નિ આદિ દિશાના સૃષ્ટિક્રમે ખાત કરવાનું માને છે, તે કઈ ઈશાન, વાયવ્ય આદિ દિશાના વિમક્રમે ખાત કરવાનું માને છે. શપનાગને વસુચક માને છે. જોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં પણ મતભેદ પડે છે. આવા મતમતાંતરના ખુલાસાઓ રાજલ્લભ ગ્રંથના મારા અનુવાદમાં વિગતવાર જણાવેલા છે.
બીજા અધ્યાયમાં જગતીના સ્વરૂપનું વર્ણન છે. તેમજ દેવના વાહનનું સ્થાન અને તેને ઉદય, જિનપ્રાસાદના મંડપના કમ, દેવની સામે અન્ય દેવ સ્થાપન કરવા બાબત, દિશાના દેવ, શિવજ્ઞાનોદકને વિચાર, દેવની પ્રદક્ષિણ, પરાળ અને દેવોના આયતનનું વર્ણન છે.
દેવાલય નિર્માણ કરવાની જે ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે તેને જગતી' કહે છે. પણ કેટલાક શિલ્પીઓ જગતી અર્થ એટલે કરે છે. તેમણે જાણવું જોઈએ કે તે ઓટલે જગતીની ઊંચાઈને સમજ, અર્થાત્ મર્યાદિત ભૂમિ જે ઊંચી કરવામાં આવે છે, તેને એટલે સમજ. જગતના લક્ષણ સંબંધમાં અપરાજિપૃચ્છા” સૂત્ર ૧૧૫ થી ૧૨૦ સુધીમાં લગભગ પોણા બસ લેક પ્રમાણનું સવિસ્તર વર્ણન કરેલું છે. શિવસ્તાદક બાબતમાં શાસ્ત્રકાર જણાવે છે કે –
"शिवस्नानोदकं गूढमार्गे चण्डमुखे क्षिपेत् ।
दृष्टं न लङ्घयेत् तत्र हन्ति पुण्यं पुराकृतम् ॥" શિવનાનોદક ગુપ્ત માર્ગે જાય તેમ કરવું જોઈએ, અથવા ચંડગણના મુખમાં જઈ વમન કરતું કરવું જોઈએ તે તેને દોષ લાગતું નથી પણ તે જોવામાં આવે અને તેનું ઉદલ'ધન થાય તે પૂર્વકત પુણ્યને નાશ થાય છે. તેથી તેને પરિહાર કરવા માટે શિવગણ ચંડનાથની મૂર્તિ જલધારી (પીઠિકા) પાસે એવી રીતે સ્થાપન કરવી જોઈએ કે જેથી શિવસ્વનોદક ચંડનાથના મુખમાં જઈને બહાર આવે, તે શિવસ્તાદકે ઉચ્છિષ્ટ થઈ જવાથી તેનું દર્શન થઈ જાય કે ઉલ્લંધન થઈ જાય તે દેશ માનવામાં આવર્ત નથી.