________________
પટ
प्रासादमण्डने ગભારાનાં તળથી પાટનાં તળ સુધી ઉદયનાં આઠ ભાગ કરવાં. તેમાં એક ભાગની કુંભી, સાડા પાંચ ભાગને સ્તંભ, અરધા ભાગની ભરણું અને એક ભાગની શિરાવટી કરવી. આ આઠ ભાગની ઉપર દેઢ ભાગને પાટ કરવો. કોટ (ઘૂમટ)ને ઉદય વિસ્તારથી અર કરવો. તેમાં ઇદરીના થરે વિષમ સંખ્યામાં રાખવાં. ૩૬–૩૭ ઊંબરે–
मूलकर्णस्थ सूत्रेण कुम्भेनोदुम्बरः समः।
તથા જaar સ્થાચિgિar IQ4 પ્રાસાદનાં બને કણાની સમસૂત્રમાં ઊંબરો સ્થાપન કરો. તે કુંભાના ઉદયની બરાબર ઊંચાઈમાં રાખો. તેની સ્થાપના કરતી વખતે નીચે પાંચ રત્ન રાખવાં અને શિલ્પિઓને સન્માનપૂર્વક પૂજા કરવી, ૩૮ ઊંબરાની રચના–
द्वारव्यासत्रिभागेन मध्ये मन्दारको भवेत् । वृत्तं मन्दारकं कुर्याद् मृणालं पद्मसंयुतम् ॥३९॥ जाडयकुम्भः कणाली च कीर्तिवक्त्रदयं तथा।
उदुम्बरस्य पार्श्व ध शाखायास्वलरूपकम् ॥४०॥ દરવાજાના વિસ્તારના અર્થાત્ ઊંબરાના ત્રણ ભાગ કરવાં, તેમાં એક ભાગનો વચમાં મંદારક (માણું) કરવું, તે અર્ધચંદ્રનાં આકારવાળું ગેળ અને કમલ પત્રવાળું કરવું. ઊંબરાની ઉચાઈમાં જાઓ અને કણીવાળી કણપીઠ કરવી, મંદાકિની બને તરફ એક એક ભાગનાં કીર્તિમુખ (ગ્રાસ મુખ) કરવાં, અને તેની પડખે શાખાનાં તલરૂપ (તલકડા) કરવાં. ૩૯ ૪૦ છે કુંભાથી નીચે ઊંબરો અને તલમાન
कुम्भस्या त्रिभागे वा पादे हीन उदुम्बरः । तदर्धे कणकं मध्ये पीठके वाह्यभूमिका ॥४१॥
इति उदुम्बरः । ઊંબરાનો ઉદય કુંભાના ઉદયની બરાબર રાખવો જોઈએ. પણ કમ રાખ હેય તે ઉદયના અરધે ભાગે, ત્રીજે ભાગે અથવા ચોથે ભાગે કામ કરી શકાય છે. ઊંબરાની ઊંચાઈના અરધા ભાગે કણપીઠ અને ગભારાનું તલ રાખવું જોઈએ, ગભારાની બહાર મંડપોનાં તલ પ્રાસાદ પીઠના ઉદય બરોબર રાખવાં જોઈએ. જે ૪૧ ૧ળાવઝયુતમ્ ૨ “વીટાને
* રીપણી સામેના પૃષ્ઠની નીચે જુઓ.