________________
પડી અને શ્રવણની પહેલી ચાર ઘડીઓ મળી કુલ ૧૫ થડો આનું અભિજીત નક્ષત્ર ગણાય છેઆ પ્રમાણે ઉત્તરાષાઢા ૫ ઘડીનું અને શ્રવણ પદ ઘડીનું ગણાય છે અને બાકોનાં બીજાં બધાં નક્ષત્ર ૬૦ ધડીનાં ગણાય છે. દર નક્ષત્રનાં ૪ ચરણપાદકપાયા હોય છે. ૨૦ ઘડીવાળાં દરેક નક્ષત્રાના દરેક પાયાની ૧૫ ઘડીએ ગણાય છે, પરંતુ ૨૧ મા ઉત્તરાષાઢાની ૪૫ ઘડીએ જ બાકી રહેવાથી આ નક્ષત્રના દરેક પાયામાં ૧૧ ધો અને ૧૫ પહે ગણાય છે. બાવીસમા શ્રવણ નક્ષત્રની પ૬ ઘડોના હિસાબે ૧૪ ઘડોને એક પાયો ગણાય છે. કેટલીક વખત ૧૩ વડી અને ૪૫ પલનો એક પાયો ગણાય છે.) આ બંને નક્ષત્રની વચમાં આવેલા અભિજીત નક્ષત્રની કુલ ૧૯ ઘડીએના ચાર પાયા તેમાં એક પાયામાં ૪ ઘડી અને ૪૫ પલ ગણાય છે. (પાઠાંતરે ૨૦ વડીના હિસાબે પાંચ ઘડી સંપૂર્ણને પાયે ગણાય છે.)
આ ગણતરી અવાહક મકમાં તથા જન્મેલા બાળકનું નામ પાડવામાં તથા જ્યાં ૨૮ નક્ષત્ર દેવાતાં હોય, અને તેની રાશિઓ કરવી હોય, તથા ઘડો પલનાં મુહૂર્તો કાઢવાં હેય, ત્યારે ઉપયોગમાં લેવાય છે.
જ્યારે અભિજીત નક્ષત્રને ગણતરીમાં લેવું હોય, ત્યારે વણ નક્ષત્રની સંખ્યા ૨૩ મી ગણવી અને તે પછીનાં નક્ષત્રોનાં નામમાં પણ એકએક સંખ્યા વધારવાથી જ ૨૮ નક્ષત્રો થાય છે. અભિજીત નક્ષત્ર અશ્વિનીથી ૧૨ મું થાય છે, અને તેને ઉત્તરાષાઢા પછી અને શ્રવણના પહેલાં ગણવાનું છે.
વેગ સત્તાવીશ છે. તેમના નામ અનુક્રમે વિકુંભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, ધૃતિ, શુલ,
* પાઠાંતરે શ્રવણની પહેલી પાંચ લડીઓ મળી કુલ ૨૦ ધડીનું અભિજીત નક્ષત્ર ગણાય છે, પરંતુ બહુમત ૧૯ ઘડીને લેવાથી, ટીકાકાર પણ ૧૯ ઘડીનું જ અભિજીત નક્ષત્ર ગણત્રીમાં લીધેલું છે.
- સારાભાઈ નવાબ