________________
લઈ સમાવર્તન સુધીના સોળ સંસ્કાનાં મુહુર્ત કહે છે, અને તેમાં વિવાહ સંસ્કાર ઉપર ઘણેજ વિસ્તાર કરે છે. ત્યાર બાદ યાત્રા (પ્રાણ) અને વાસ્તુ (ગ્રહારંભથી હપ્રવેશ) પ્રકરણ કહી ગ્રંથની સમાપ્તિ કરે છે. પરંતુ સંહિતાર્કંધમાં આવતા ગ્રહચાર તેમજ ઉદાસ્તાદિથી થતા ફલ સંબંધો કશું કહેતા નથી. જયારે આ ગ્રંથકારે તેને માટે એક આખું પ્રકરણું રેકયું છે, અને ૨૩૮ ગાથાઓ કહી છે. અને તેમાં પણ સામાન્ય રીતે વર્ષના ગાનુયોગ સૂચવતા મેઘમાલા, કપલના ઇત્યાદિ સ્વતંત્ર ગ્રંથો કરતાં પણ વિશેષતા છે. આ પ્રકરણ ૨૩૮ ગાથાઓમાં પુરૂં ન થતાં મેટું હશે એમ અમારું માનવું છે. અને શ્રીમેઘવિજય ઉપાધ્યાયના મેઘમહેાદય (વર્ષપ્રધ) ની માફક સ્વતંત્ર ગ્રંથ જેવું હશે.
અમને જેટલો ભાગ મળે છે, તેટલાથીજ અમો તેને ઈતર વર્ષના યોગાનુયોગ દર્શાવતા મેઘમાયાદિ ગ્રંથો કરતાં વિશેષ માનીએ છીએ. અને જે હકીકત તે ગ્રંથકારો નથી આપી શક્યા તે આ ગ્રંથકારે આપી પિતાની કુશળતા દર્શાવી છે.
ગ્રંથકારની કુશળતા ગ્રંથકારે આ પ્રકરણમાં એક પંચાંગ ઉપરથી બીજું પંચાંગ બનાવવાની રીતિ, અધિક માસમાં જેન અને જનેતર માન્યતાને ભેદ, દિનમાન, રાત્રિમાનનું આનયન, લગ્નસાધન, રાત્રીએ નક્ષત્ર ઉપરથી (આકાશમાં દેખાતા નક્ષત્રથી) ઈષ્ટકાલ સાધન, દિવસે છાયા ઉપરથી ઈષ્ટકાલ સાધન ઈત્યાદિ વિષય ચર્ચા છે. જે કે લગ્નસાધન, નવાંશાનયન ઈત્યાદિ બીજા મુહુર્તિક ગ્રંથકારે વિવાહ પ્રકરણમાં પ્રસંગ આવતાં દર્શાવે છે, તેમ આ ગ્રંથકાર પણ દર્શાવ્યું છે. છતાં અહીં આ પ્રકરણમાં જાતક પદ્ધતિ ગ્રંથકારો તેમજ પંચાંગરચનાના ગણિતના ગ્રંથકારાની જેમ પંચાંગાનયન અને ઈકાલ સાધન ઉપર જે લખ્યું છે, તે ગ્રંથકારના જોતિષશાસ્ત્રના વિશાળ જ્ઞાનને તેમજ કુશળતાને દર્શાવે છે.