________________
૪૭૨
ज्ञानप्रकाशदीपाण-उत्तरार्ध
त्रयोदश गिरयश्च चतुर्दिशि च पर्वताः
एवम जनसमूहः स्याद् द्विपंचाशचतुर्दिशि ॥ ४ ॥ ચારે દિશાએ આવેલ ચાર અંજનગિરિ છે. પ્રત્યેક અંજનગિરિની ચારે દિશાએ એકેક એમ ચાર દધિમુખ પર્વત આવેલા છે. પ્રત્યેક વિદિશામાં બબ્બે બબ્બે રતિકર પર્વતે આવેલા છે. એવા આઠ રાતિકર પર્વત-ચાર દધિમુખ પર્વત અને વચલો મધ્યને અંજનગિરિ પર્વત મળી કુલ તેર પર્વત છે. પ્રત્યેક અંજનગિરિ ચારે દિશાના તેરના સમૂહમાં મધ્યમાં આવેલ છે. એવા ચારે તરફના અંજનગિરિના સમૂહના કુલ મળીને (૧૩૪૪=૧૨) બાવન ફુટ થાય.
प्रतिकूटोपरि चैत्यं चतुरि सुशोभनम् । समस्तबिंबसंख्या च द्विशताधिकमष्टकम् ॥ ५ ॥
इति नंदीश्वर द्वीपरचना પ્રત્યેક ફૂટ ઉપર ચાર દ્વારથી શોભતું એકેક ચિત્ય છે. બધા મળીને જિન બિઓની સંખ્યા બસો આઠની થાયર (તેર તેરના ચારે દિશાના સમુહ વચ્ચે મેરુ પર્વત આવેલે છે). इति श्री विश्वकर्माकृते ज्ञानप्रकाश दीपावे वास्तुविद्यायां मेरु-नंदीश्वर
___ स्वरूपलक्षणाधिकारे सप्तविंशतितमोध्यायः ॥२७ ।। ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ વાસ્તુવિદ્યાને મેરુ અને નંદીશ્વર સ્વરૂપ પર શિ૯૫ વિશાર પ્રભાશંકર ઓઘડભાઇ સેમપુરાએ રીલી શિ૯૫પ્રભા નામની ભાષાટીકાનો સત્તાવીશ
અધ્યાય (૨૭), ૨ ઉપરોકત આપેલ પાઠ સ્થાપત્યની રચનાની દૃષ્ટિએ છે પરંતુ જૈન દર્શનશાસ્ત્રોમાં બિઆ સંખ્યા નીચે પ્રમાણે આપી છે.
આ નંદીશ્વર દ્વીપના મધ્યના પદોમાં જંબુપ–સમુદ્રાદિ દ્વીપના આઠ વલોવાળી રચના કરવી. તેમાં મધ્યમાં જબુદ્દીપની વચ્ચે મેરની રચના કરી ચાર શાશ્વત જિનમૂર્તિ પધરાવવી.
સ્થાપત્યની દષ્ટિએ ઉપર કહેલા ૧૩૪૪=પર ફૂટ x ૪=૩૦૮ એમ બસ આઠ બિલ્બ સ્થાપન થાય છે તે બરાબર છે. પરંતુ મધ્યના મેસના ચાર શાશ્વતજિન બિઓ ગણતાં કુલ ૨૧૨ બસેબાર બિમ્બની સ્થાપના થાય.
શાસ્ત્રોકત વર્ણનમાં એકેક ગિરિ ચૈત્ય ઉપર મુખદ્વારના ૧૨૪ બિમ્બ પધરાવેલા કહ્યા છે. તેવા બાવન ગિરિ ઉપર ૧૨૪૪પર૬૪૪૮ છ હજાર ચારસે અડતાલીશ બિમ્બ સંખ્યા બધી મળીને નંદીશ્વર દ્વીપ ઉપરની કહી છે.
આ તમામ પ્રભુના નામે શાશ્વત જિન પૈકીના જ છે. તેમાં કોઈ વીશી પધરાવવાની હેતી નથી. આમ શાસ્ત્રોક્ત વર્ણનમાં આ પ્રત્યેક ગિરિ ચિત્યને ચારે તરફ ચાર મુખ મંડપ
અને તેના આગળ પ્રક્ષા મંડપે છે તેમ કહેલું છે. એટલે પ૨૪૪૨૦૮ બસે આઠ મંડપ • અને બસો આઠ પ્રેક્ષા મંડપ થયા. કેટલી વિશાળ ભવ્યતા!