________________
૪૩૬
પાનકારી
-૩
મૃતદેવી સરસ્વતી સ્વેતવર્ણનાં પાછળ પ્રભામંડળવાળાં, યોવન સ્વરૂપવાળાં, સર્વ પ્રકારના અલંકારથી શોભતાં છે. તેના જમણા હાથમાં વરદ, કમળ અને ડાબા હાથમાં પુસ્તક અને માલા ધારણ કરેલાં છે. એવા સર્વ લક્ષણથી યુક્ત વાદેવી સરસ્વતી હંસપર બેઠેલા જાણવા.
इतिश्री विश्वकर्मा कृतायां ज्ञानप्रकाश बास्तुविद्यायां दिपालनवग्रह जिन प्रतिहार देव देवदेवीस्वरूपाधिकारे चतुर्विशतितमोध्याय ॥ २४ ॥ ઈતિ વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ પાવને દિગપાલ નવગ્રહ જિન પતિહારાદિ દેવ દેવીઓના સ્વરૂ૫ાધિકાર પર સ્થપતિ પ્રભાશંકર એડભાઇએ
રચેલી શિલ્પકલા નામની ભાષા ટીકાને ચોવીશમે અધ્યાય.
પરિશિષ્ટ
જૈન દર્શનમાં તાંત્રિક વિદ્યા કાચ પાછલ્લા યુગમાં પ્રવેશ પામી હોય તેમ પુરાતત્વોનું માનવું છે કારણ કે સાત્વિક વૃત્તિવાળા જૈન દર્શનના પ્રારંભ કાળમાં તાંત્રિક વિદ્યાને પ્રવેશ અસંભવિત ભાસે છે. બૌદ્ધ દર્શનમાં પણ એવી જ સ્થિતિ હતી. ગૌતમબુ પિતાની હયાતીમાં પિતાની જાતની પ્રતિમાનો પણ વિરોધ કરેલો હતો. પછી દેવ દેવીઓની પ્રતિમાનું તે સ્થાન જ ક્યાંથી હોય? બૌદ્ધ સંપ્રદાયમાં પાછળથી તાંત્રિક વિધા એટલી હદે પહોંચી કે દેશના અન્ય સંપ્રદાયના પ્રમુખ દેવ દેવીઓને ગૌણ ગણી તેમના દેહ પર પિતાના સંપ્રદાયના દેવ દેવીઓની નયના ભાવવાળી કલ્પના મૂર્તિઓ રચી હતી. શિવ તથા વિષ્ણુ સંપ્રદાયના પ્રાધાન્ય દેવ બ્રહ્મની ચિત્તી ઉંધી સૂતેલી મૂર્તિ પર બૌદ્ધની તારાદેવી કે અન્ય દેવીઓની નૃત્ય કરતા ભાવવાળી મૂર્તિઓની રચના તાંત્રિકોએ કરી હતી. આવી અાગ્ય અને અન્ય સંપ્રદાયને આઘાત પહેચાડનારી પ્રવૃત્તિ સામે પ્રબળ વિરોધ સ્વાભાવિકજ ઉઠો હતો જેના પરિણામે શ્રીમદ્દ શંકરાચાર્ય જેવા અવતારી પુરૂ એ બૌદ્ધ સંપ્રદાયનું ખંડન કરવાની પ્રવૃત્તિ હાથ ધરેલી. આથી
૧ વીણા ૨ પુસ્તક મોતીની માળા અને સફેદ કમળ ધારણ કરેલા છે. તેને માતાનું સ્વરૂપ બધુભદિસૂરિએ વધ્યું છે.
અન્યત્ર સરસ્વતીના બાર નામ-૧ ભારતી ૨ સરસ્વતી ૩ શારદા ૩ હંસ ગામિની ૫ -- વિશ્વવિખ્યાતા ૬ વાગેશ્વરી ૭ કૌમારી ૮ બ્રહ્મચારિણી - પંડિતમાતા ૧૦ બ્રહ્મપુત્રી
૧૧ બ્રહ્માણી ૧૨ વરદા, ૧૧ દેવતા મૂર્તિ ઘ. માં બાર સરસ્વતીના નામ. ૧ મહાવિદ્યા ૨ મહા ૩ ભારતી - ૪ સરસ્વતી એ આર્ય ૬ બ્રાહ્મી ૭ કામધેનું ૮ વેદગમાં ૯ ઇશ્વરી ૧૦ મહાલક્ષી
૧૧ મહા કાલી ૧૨ મહા સરસ્વતી.
આ દીપાવ ગ્રંથના અધ્યાય ૧૭ માં પણ સરસ્વતી સ્વરૂપ આપેલા છે તે છે. મૂ. . થી ભિન્ન સ્વરૂપે છે.