________________
૩૦૪ થી ૩૦૮
ज्ञानप्रकाश दीपाव ઘણી સુંદર કળામય પ્રતિમાએ મનાવે છે. ઉત્તર કરતાં દ્રવિડમાં ધાતુ મૂર્તિકળાના વ્યવસાય વર્તમાનકાળમાં વિશેષ છે. ત્યાં નવમી દસમી સદીથી પંચધાતુની મૂર્તિકળાના વિકાસ થતા જ ગયા છે. ધાતુમૂર્તિ બનાવટની વિધિ જૈન ગ્રંથ ‘આચાર દીનકર ’માં સવિસ્તર આપેલી છે. તેમાં મૂર્તિ ખનાવવાનું પણ મહદ્ પુણ્ય અતાવ્યું છે. પણ તે મૂર્તિ અન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી બનાવેલી હોવી જોઇએ નહિં,
તાંજોરના મૃત્યુદિશ્વરના મંદિરની ધાતુની નટરાજની મૂર્તિ ખારમી સદીના છે. તેની પીઠ પર મૂર્તિ સુધાર્યાની તારીખ મિતિ આપેલી છે. ધાતુસ્મૃતિ ખડિત થઈ હાય તા તેની વિધિ કરી પછી તે મૂર્તિને સુધારી શકાય છે. તેનેા બાદ શિલ્પગ્રંથામાં કહ્યો નથી, શાસ્રજ્ઞા છે. પરંતુ સુધાર્યો પછી ફરી સંસ્કારવિધિ કરી પૂજન કરવું જોઈએ.