________________
રંવાળrfધવાર . ૨૨
શામgવફા વિ
હવે સંવરણાનાં નામ કહું છું, ૧ પુપિકા, ૨ નંદિની, ૩ દશાક્ષા, ૪ દેવસુંદરી, ૫ કુલતિલકા, ૬ રમ્યા, ૭ ઉભિન્ના, ૮ નારાયણી, ૯ નલિકા, ૧૦ ચંપકા, ૧૧ પદ્મા, ૧૨ સમુદ્દભવા, ૧૩ ત્રિદશા, ૧૪ દેવગાંધારી, ૧૫ રત્નગર્ભા, ૧૬ ચૂડામણિ, ૧૭ હેમકૂટા, ૧૮ ચિત્રકૂટ, ૧૯ હિમા, ૨૦ ગંધમાદની, ૨૧ મંદરા, ૨૨ મેદિની, ૨૩ કલાસા, ૨૪ રત્નસંભવા, ૨૫ મેટા, એમ પશ્ચીશ શામરણનાં નામે જાણવાં. પ-દ––૮
चतुरस्रीकृते क्षेत्रे अष्टभागविभाजिते । भागौ द्वौ रथिका कार्या चतुर्दिक्षु व्यवस्थिता ॥ ९ ॥ कणे घंटिका द्विभागा तदधः कूटकोणतः । मूलघंटा त्रय(चतुर्भागा भागैक कलशं भवेत् ॥ १० ॥ उदयं च प्रवक्ष्यामि भागाश्चत्वार एव च ॥
'छाद्योगमास्तरकूटः तदूर्व घंटिका भवेत् ॥ ११ ॥ ચિરસ ક્ષેત્રના આઠ વિભાગ કરવા. તેમાં ગર્ભે મધ્યમાં બે બે ભાગની રથિકા (ભદ્ર) કરવી. રેખા ત્રણ ત્રણ ભાગની. તે રીતે ચારે બાજુએ વિભાગની વ્યવસ્થા કરવી. (૯) રેખાયે બે ભાગની ઘંટિક પહોળી અને તેની નીચે ખુણે ફૂટ કરવાં. (સર્વોપરિ) મૂળ ઘંટા ત્રણ ભાગની (ફટ સાથે ચાર ભાગની) પહોળી અને તે ઉપર એક પહેળે કળશ કરવો. આ તળવિભાગ કહ્યા છે. હવે ઉદય ઉભણી ચાર ભાગની કરવાનું કહું છું. પ્રત્યેક ઘંટા નીચે છાજલી, તે પર કૂટ કરવું. કુટના થરમાં (ધંટિકાના ગર્ભે) ઉદ્દગમ દેઢીયો કર. તે કૃટ ઉપર ઘટિકા કરવી. ૯-૧૦-૧૧
૧. સંવરણ (શામરણ)ને ક્રમમાં છજા પરથી દાબડી દેવાળ કે એવા ઘાટ પર કે (જધા પર) સંવરણાની શરૂઆત થાય છે. રેખા પર છાજલી તે પર દેઢીયે અને દેઢી યાને થરે ફૂટ થાય છે. આની ઉપર ઘંટકા (તિલક) કરવી. આ સામરણના થરેને ક્રમ છે. છાજલી દેઢીયાકૂટ અને તે પર ઘંટિકાના થર ઉપરાઉપર કહેલા વિભાગ સુધી આમ ચડાવી ઉપરની મધ્યની (મહા) ધંટિકા કરવી. તે ઘટિકાને ચારે ખુણે કુટ કરવા, આ ચાર ફૂટ સંખ્યાની ગણત્રીમાં શાસ્ત્રકારોએ લીધા નથી. પણ (શિખરમાં પંચાડી નવાડીક શિખરીઓ પિાણી થાય છે. છતાં તેના બધા અંકે. ગણત્રીમાં લેવામાં આવે છે. તેમ) સંવરણાના બીજા થરાના ફૂટે પણ ગણત્રીમાં લેવામાં આવે છે. સંવરણાની પહેળાઈ કરતાં ઉંચાઇ અધી કહી છે. પરંતુ જુના કેટલાંક કામમાં જરા ઉંચી પણ જોવામાં આવે છે. જેસલમેરના આદિનાથના મંદિરની શામરણના ધંટા કૂટના પ્રત્યેક થર નીચે નાની નાની ઘાટાળી જાગી ચડાવેલ છે. તે છે કે ઉંચાઈમાં વધુ દેખાય છે. તેમાં બારીક કોતરકામ ઘણું કર્યું છે,