________________
સ્વ. શ્રેષ્ટિવર્ય શ્રી. ચીમનલાલ લાલભાઈની
આદર્શ જીવનરેખા જયાં હજારે ઘવલગ્રહોમાં પણ પિતાની શિખરણિઓમાં ફરહરતી વિજયપતાકાઓથી જુદા તરી આવતા અનેક ભવ્ય જિનપ્રસાદ ભાવુકોનાં મનને હરી રહ્યાં છે, જ્યાં વિવિધ પ્રવૃત્તિઓવાળા કારખાનાઓના કોલાહલમાં પણ મહેલ્લે મહેલ્લે એકાંતે મેલી વિવિધ પૌષધશાળાઓમાં બિરાજતા જ્ઞાની અને તપસ્વી મુનિરાજે ભાવિકછંદને વીતરાગની વાણીનાં અમીરસ પાઈ રહ્યા છે, જ્યાં વ્યવહારુ શિક્ષણ આપતી અનેક શાળાઓ હોવા છતાં બાળજીવનને ઘડનારાં ધાર્મિક વિદ્યાલયોમાં બાળકનૈતિક શિક્ષણના પ્રયોગપાઠ શીખી રહ્યું છે; જયાં કળિયુગના વિકૃત વાતાવરણમાં પણ પિતાનાં શીલસૌભાગ્ય સાચવવા યુવાન નર-નારીઓ પ્રયત્નશીલ છે; જ્યાં અનેક દાનવીર, કર્મવીર અને ધર્મવીર શ્રેષ્ઠીઓ પોતાના વિશિષ્ટ ગુણોથી જનસમૂહમાંથી મોખરે આવી લોકહૃદયનું સંપાદન કરી રહ્યા છે; એથી લેકે પણ તેમની મહાજન તરીકેની યશસ્વી કીર્તિ ગાઈ રહ્યા છે. એવા સ્થળ ઉપર વસેલા આશાવલ અને કર્ણાવતીના સ્થાને પંદરમા સૈકામાં મુસલમાન બાદશાહે પોતાના નામે અમદાવાદ વસાવ્યું છતાં લોકો એને “જૈનપુરી’ એવા નામે પણ સંબંધે છે એનું કારણ; એના દાનવીની ઝળહળતી કારકીર્દિને જ આભારી છે. એવા દાનવીરમાં શ્રેષ્ઠી ચીમનલાલભાઈને પરિચય અહીં આપ પ્રસંગોચિત છે.
જન્મઃ—શ્રેષ્ઠી ચીમનલાલભાઈ ને જન્મ અમદાવાદમાં આવેલી ફતાશાનીપળ નવીળમાં સં. ૧૯૪૦માં થો હતો. તેમના પિતાનું નામ લાલભાઈ હીરાચંદ અને માતાનું નામ ગજરાબાઈ હતું. તેઓ જ્ઞાતિએ વીશા શ્રીમાળી જૈન હતા.
વિકાસ –નાનપણથી જ સિંચાયેલા સંસ્કારમાંથી આ નરવીરે પોતાને જીવન વિકાસ સાધવા માંડ. તેઓ આજના ભણતરની અપેક્ષાએ ઝાઝું ભણ્યા નહતા પરંતુ તેમની બુદ્ધિ, કુનેહ અને દઢ નિશ્ચયે જે માગે શિક્ષણ લીધું એ દ્વારા તેઓ મોખરે તરી આવ્યા. વ્યવહારુ શિક્ષણમાં. તેમણે મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો હતો, અને ધાર્મિક શિક્ષણમાં તેઓ પંચ પ્રતિક્રમણાદિ ભણ્યા હતા. લગભગ ૧૭ વર્ષની વયે તેઓ પિતાશ્રીની હીરાચંદ રતનચંદ નામથી ચાલતી કાપડની પેઢીમાં જે જોતજોતામાં તેમણે કશળ વ્યાપારી તરીકે નામના મેળવી લીધી. તેઓ જેવા કુશળ વ્યાપારી હતા તેવા જ ધર્મશ્રદ્ધાળુ હતા. એ બને ગુણેથી તેમણે વ્યાપારીઓમાં અને સમાજમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું.
પરિવારાદિ –શ્રી. ચીમનલાલભાઈને એક લઘુબંધુ નામે જેસિંગભાઈ હતા અને ચંપાબેન તથા ગંગાબેન નામે બે બહેન હતી, શ્રીચીમનલાલ
મે બે બહેન હતી, શ્રી ચીમનલાલભાઈનાં ધર્મપત્નીનું નામ ચંપાબેન, જેમનાથી તેમને ત્રણ સુપુત્રી નામે મહાલક્ષ્મી ઉ સાંકુબેન, માણેકબેન અને હીરાબેન છે. ધર્મરસિક શેઠ જેસિંગભાઈને ત્રણ પુત્રો થયા. શ્રી, સારાભાઈ, શ્રી. જયંતીલાલ અને શ્રી. ચીનુભાઈ શ્રી. જેસિંગભાઈને સંસાર ઉપરથી વૈરાગ્ય