________________
જે
છે :
૩૪ શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
સંસ્કૃતમાં પુરુષ, સ્ત્રી અને નપુંસકલિંગ માટે પુરુષ સ્ત્રી કે જડ-ચેતનના ભેદને નિયમ નિધારિત નથી. પરંતુ શબ્દોનાં લિંગ નક્કી થયેલાં પરંપરાથી ચાલ્યાં જ આવે છે. તે માટે “લિંગાનુશાસન'ની ઉપયોગિતા વ્યાકરણુશાસ્ત્રમાં અનિવાર્ય બને છે અને તેથી વિદ્યાથીને એ બધું સ્મરણમાં રાખ્યા વિના ચાલી શકતું નથી. જો કે પ્રત્યયોથી નિષ્પન્ન થતા સ્ત્રીલિંગી શબ્દો માટે વ્યાકરણમાં જ એક આખું (બીજા અધ્યાયનું ચોથું) પાદ રોકવામાં આવ્યું છે. વળી, આ પાદમાં સ્ત્રીલિંગી શબ્દથી પ્રત્યયવિધાન કરવામાં આવે છે. માટે સ્ત્રીલિંગ નક્કી કરવા તથા અન્ય લિંગને જાણવા માટે “લિંગાનુશાસન'ની અનિવાર્યતા છે. આ ગ્રંથને આ પ્રમાણે શ્લોકની સંખ્યા સાથે વિભાગ કર્યો છે પ્રકરણ લિંગ
કસંખ્યા પુલિંગ
૧૭ સ્ત્રીલિંગ નપુંસકલિંગ પુસ્ત્રીલિંગ પુનપુંસકલિંગ સ્ત્રીનપુંસકલિંગ સ્વતઃ સ્ત્રીલિગ
પરલિંગ - “હેમ લિંગાનુશાસન માં સેંધાયેલા કેટલાક ગ્રંથ અને ગ્રંથકારોનાં નામે પડે છે તેની સૂચી નીચે પ્રમાણે છે
અજય, અરુણ, અમર, અમરકેશ, અમરટીકા, અમરલિંગશેષ, અમરલિંગાનુશાસન, અમરશેષ, અમરસિંહ, ઉદિ, કાત્ય, ગાંડ, ગૌડશેષ, ચાણક્ય, ચાંદ્ર, દુર્ગ, દેવનંદી, મિલ, ધર્મકીતિ, નદિધાતુ પારાયણ, નન્દી, નન્દિપારાયણ, પક્ષિલસ્વામી, બુદ્ધિસાગર, ભદ્રિ, ભરત, ભાગુરિ, ભારવિ, ભાષ્યવચન, ભેજ, માઘ, માલા, માલાલીબકાંડ, માલાપુંસ્કાંડ, માલાશેજ, મુનિ, રત્નકેશ, રુટ, રૂપાવતાર, વાગભટ, વાચકવાર્તિક, વાચસ્પતિ, વાસ્યાયન, વામન, વૈજયંતીકાર, વૈઘ, પાલિત, યાડ, શાકટાયનશાશ્વત, સભ્ય, સુશ્રુત, મૃતિ, હર્ષ, હર્ષટીકા, હર્ષવૃત્તિ. હલાયુધ વગેરે. * આ સૂચી ઉપરથી શ્રીહેમચંદ્રસૂરિજીએ પ્રાચીન ઉપરાંત પિતાના નજીકના સમયના કેટલાક વિદ્વાનોના નામ યાં છે. આ હકીકત એમની અનુપમ સાંગોપાંગ સંગ્રહશક્તિનું ભાન કરાવે છે. ૩ હેમધાતુપારાયણ
ધાતુપારાયણ શબ્દશાસ્ત્રને અત્યંત ઉપયોગી વિભાગ છે અને “સિદ્ધહેમ વ્યાકરણ'માં સંગ્રહ કરેલા ધાતુઓને અર્થસહિત પણ વિકૃતિ સાથે તેની રચના કરવામાં આવી છે. એ જ વિગત સ્વયં શ્રી હેમચંદ્રસૂરિજી તેને પ્રારંભ કરતાં કહે છે?
श्रीसिरहेमचन्द्रव्याकरणनिवेशितान् स्वकृतधातून् ।
माचार्यहेमचन्द्रा विवृणोत्यह नमस्कृत्य ॥ ભાષાની મૂળ પ્રકૃતિ ધાતુમાં હોય છે અને તેથી નામ તથા સામાન્ય પદનું મૂળ ધાતુમાંથી શોધીને શબ્દસિદ્ધિ કરવામાં આવે છે. “સિદ્ધહેમ વ્યાકરણનાં સૂત્રોમાં ધાતુની મૂળ પ્રકૃતિને નિર્દેશ કરે છે તેથી કો ધાતુ ક્યા ગણને એ જાણવા માટે ગણુસૂચક અનુબંધ જાણવાના રહે જ. એ અનુબંધમાં