________________
ઉપોદઘાત : ૧૫ વ્યાકરણના સૂત્રણ સિવાય સાધુ શબ્દ એક કહેવામાં આવે છે એનો પાર ન આવે. માટે સાધુ શબ્દ સમજવાની કુંચીરૂપ વ્યાકરણ શાસ્ત્ર છે.)
આ વિસ્તાદૃષ્ટિને ખ્યાલમાં રાખીને આપણા પ્રાચીન અનુભવી સંતોએ વ્યાકરણ તરફ ઉપેક્ષા દર્શાવતાં કેટલાંક કટુ વચનો પણ સંભળાવ્યાં છે. છતાં ભાષા--જ્ઞાનની મહત્તા તેમણે નકારી નથી. સ્વભાવ સુંદર ભાષા--પ્રયોગ તરફ તેમણે પક્ષપાત બતાવ્યો જ છે. અને સ્વાભાવિક સૌંદર્ય તે ભાષા અને વિચારનું તાદાત્મ્ય ન સધાય ત્યાં સુધી સ્પરતું નથી. એ તાદાસ્પરૂપ માધુર્ય આવે પછી અલંકાર પ્રયોજાય તે પણ એ વાણીનું સ્વરૂપ સુંદર જ બની રહે છે. વસ્તુતઃ વ્યાકરણનું કાર્ય વિચારમાં મૂર્ત સૌંદર્ય પ્રગટાવવાનું જ છે. પ્રાચીન વૈયાકરણ:
આપણે પ્રાચીન ગ્રંથ ઉપર દષ્ટિપાત કરીએ તો વ્યાકરણનું વિજ્ઞાન કોઈ પણ દેશ કરતાં ભારતમાં પ્રાચીનકાળથી ફૂલ્યુંફાવ્યું છે. એ ગ્રંથમાંથી વ્યાકરણને થયેલો ક્રમશઃ વિકાસ જોવા મળે છે. એ ઉપર ઊડતું અવલોકન કરી લઈએ.
પ્રાચીનતમ વેદ ગ્રંથોમાં રહેલા પ્રયોગથી ભાષાની તે સમયની સ્થિતિ અને ત્યાર પછીના વિદ્વાનોએ કરેલો વિકાસ નજરે ચડે છે. વેદાંગના છ વિભાગ ગણાવવામાં આવ્યા છે. ૧. શિક્ષા (સ્વર શાસ્ત્ર, ૨. છન્દસ, ૩. વ્યાકરણ, ૪. નિરુક્ત (વ્યુત્પત્તિ શાસ્ત્ર), ૫. ક૫ (ધર્મ-આચાર), ૬. જોતિષ (ખગોળ શાસ્ત્ર). આ છ વર્ગો પૈકી પ્રથમના ચાર વર્ણો તે કેવળ ભાષાશાસ્ત્રને દર્શાવનારાં છે. એ પછી બ્રાહ્મણ ગ્રંથમાંથી આપણને વિભક્તિ, વચન, કુન્ત (કૃત) એવાં વ્યાકરણનાં સત્તાસૂચક નામે મળે છે. પછી તે ઉત્તર વૈદિકકાળના સર્વ પ્રથમ વ્યાકરણ ગ્રંથરૂપે પ્રાતિશાખ્યાનું નામ જોવાય છે અને તે પછી યાસ્ક મુનિ જે ઈ. સ. પૂ. ૬૦૦થી અર્વાચીન નથી તેનાં નિરુતોમાંથી મળી આવતાં નામ, સર્વનામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત વગેરે શબ્દોથી તેનું વ્યાકરણનું વિશિષ્ટ જ્ઞાન જાણી શકાય છે. માસ્ક પહેલાં વ્યાકરણનું અધ્યયન ઘણું આગળ વધેલું હશે એમ લાગે છે, કેમકે તે પ્રામ્ય અને ઉદીચ્ય એવી બે શાખાઓને ભેદ દર્શાવતાં તેની આગળ થઈ ગયેલા વીશેક આચાર્યોનાં નામે પણ ગણાવે છે. તેમાંના શાકટાયન, ગામ્ય અને શાકલ્પ એ સૌથી વધારે મહત્વના છે. યાસ્ક શાકટાયનના સિદ્ધાંતને અનુસરતાં તેની રસભરી ચર્ચા પણ કરે છે. ત્યાર પછી કાત્યાયન અને કાશકૃનનાં નામે પણ જોવાય છે.
२. बृहस्पतिरिन्द्रिाय दिव्यं वर्षसहस्र प्रतिपदविहितानां शब्दानां शब्दपारायणं प्रोवाच, न चान्तं जगाम । तदीडशे च वक्तर्यध्येतरि अध्ययनकाले च नान्तगमनमभूत् , यस्य तस्य कुतोऽद्यत्वे भविष्यत्यल्पायुषि प्रजायां चतुर्भिव ग्रहणाभ्यासाध्यापनक्रियाकालरूः प्रकारविद्योपयुक्ता भवति, तत्रास्य प्रहणकालेनैव कृत्स्नमायुः पर्युपयुक्तं स्यादिति । तस्माच्छन्दोपदेशेऽल्पोपायरूपत्वात् सामान्य-विशेषलक्षणमेव वक्तव्यम् ॥
(જુઓ : આ પુસ્તકનું પાન ૧૦, પંક્ત ૪૪ થી ૫૦) ३. भज गोविन्दं, भज गोविन्दं, भज गोविन्दं मूढमते !।
प्राप्ते संनिहित मरणे, नहि नहि रक्षति डुकृष्टकरणे ||---शंकराचार्य ४. संस्कृत कूपजल कबीरा, भाषा वहेता नीर || कबीर ५. किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ॥ कालिदास