________________
ઉપેદ્ઘાત : ૯ માનવતાને હલકે દર્જે પહોંચાડતાં સાત બ્યસતાના ત્યાગનો આદશ ફેલાવવા માટે રાજઆવા કાઢી હતી અને ચિત્રપટા દ્વારા પ્રયત્ન કર્યો હતો. તેણે અનેક જિનમંદિર બંધાવ્યાં હતાં તે તીર્થ - યાત્રાઓ પણ કરી હતી.
કુમારપાલે લીધેલી પ્રતિજ્ઞાને સફળ બનાવવા માટે કોહેમચંદ્રાચાર્યજીની વાણી સદા તત્પર રહેતી. કુમારપાલતી જૈનધર્માંમાં નિષ્ફા જોઈ તે રખે એ જૈનધર્મને સકુચિત અનુયાયી બની ન એસે એ ખાતર તેમણે માત્ર જૈનધર્મનાં કાર્યો કરાવવાની ઉત્સુકતા ન રાખતાં કુમારપાલ પાસે સર્વ સાધારણુ નૈતિક કાર્યો કરવા-કરાવવાની ઉદાર ને વિશાળ દૃષ્ટિ રાખી હતી. આથી તેમણે સર્વત્ર વિષેના નૈતિક ઉપદેશ દ્વારા લેાકભાવનાનું વાતાવરણ જામત કર્યું હતું. અને જ્યાં રાજઆજ્ઞાની જરૂર પડે ત્યાં એવાં ફરમાન કઢાવી પ્રજાજીવનને નૈતિક આદર્શના પંથે વાળી રાજ્યને સુદૃઢ અનાવવામાં જ્યા ફાળા આપ્યા હતા.
કુમારપાલે જે મહત્ત્વનું કાર્ય કર્યું તે નિશિયાનું ધન પડાવી ન લેવાનું હતું. આ રિવાજ પ્રાચીનકાળથી ચાલ્યે. આવતા હતા અને તેની વાર્ષિક આવક ખેતેર લાખ રૂપિયા લગભગની હતી. ગુજરાતમાં આજે પણ નિવૃશિયાનું ધન ન લેવાના તેમજ નિસનતા વગેરે સદ્ગુણો ખીન્ન પ્રાંતે! કરતાં વિરોષપણે દેખાય છે તે એ સમયની પરંપરાને ખ્યાલ આપે છે. વસ્તુતઃ સ ંપ્રતિના સમયે પ્રજા જીવનમાં જે નૈતિક આદર્શો લાયા હતા તેને પુનરુદ્ધાર આ સમયે એટલે બારમા સૈકામાં થયા, જે આજ સુધી જળવાઈ રહ્યો છે.
કુમારપાલે પેાતાની ધાર્મિક વૃત્તિને સદોદિત બનાવી રાખવા માટે, જૈનધર્મના સિદ્ધાંતા અને તીર્થંકરા તેમજ પ્રાચીન સૂરિપુંગવેાનુ જ્ઞાન મેળવવા માટે શ્રીહેમચંદ્રસૂરિજીને એવા ગ્રંથો રચવાની પ્રાર્થના કરી; જેના પરિણામે યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ' અને પરિશિષ્ટ પર્વ ' જેવા
ગ્રંથાની રચના શ્રીહેમચંદ્રાચાર્યજીએ કરી હતી.
સિદ્ધરાજ અને કુમારપાલની કીર્તિને ચિર'જીવી બનાવી રાખવા માટે ‘દ્વાશ્રયમહાકાવ્ય 'ની તેમણે રચના કરી હતી; જેમાં ચૌલુકય રાજાનુ યશકીન, એ સમયનું પ્રજાજીવન અને પાટણ વગેરે સ્થળાની આખાદીભર્યું વર્ણન આપણને સાંપડે છે ને તેની સાથે વ્યાકરણના શબ્દની સાધના પેાતાના વ્યાકરણસ્ત્રના ક્રમે કરી બતાવી છે.
અહીં સિદ્ધરાજ કુમારપાલનું જીવન આલેખવાની દિષ્ટ નથી પરંતુ શ્રીહેમચંદ્રસૂરિજીના જીવન સાથે સ્પર્શતી ઘટનાભૂમિ પૂરતું જ આલેખન કરવું ઉદ્દિષ્ટ છે, તેથી એ વિષયને વિસ્તારવા અહી ચિત નથી.
આવી સમ શક્તિનું દર્શન કર્યો પછી એમના બાલ્યવનને, તેમાં ધડાયેલી શક્તિની ક્રમસર વિકાસ કેવી રીતે થયું અને વ્યાકરણની રચનામાં સિદ્ધરાજની પ્રેરણા કઈ ઘટનાઓને આભારી હતી એની જિજ્ઞાસા સહેજે થઈ આવે છે, તેથી ટૂંકમાં એ ઉપર આપણે દૃષ્ટિપાત કરી લઈએ.
શ્રીહેમચનર્સારજીનું જીવન ઃ
શ્રીહેમચંદ્રસૂરિને જન્મ વિ. સ. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે સૌરાષ્ટ્રમાં આવેલા ધંધુકા નગરમાં થયા હતા, તેમના પિતાનુ નામ ચાચિગ ને માતાનું' નામ પાટ્ટિણી હતું. તેનુ પેાતાનુ નામ ચાંગદેવ રાખવામાં આવેલુ. તેએ જ્ઞાતિએ મેટ હતા. તેએ કયા ધર્મ પાળતા હતા એ વિષે પ્રબંધા એકમત નથી; છતાં તેમના કુટુંબમાં જૈનધર્મના સંસ્કારોના પ્રભાવ હતા એમ જણાઈ આવે છે,