________________
૮: શ્રીહેમચંદ્રસૂરિજનું રાષ્ટ્રમાં સ્થાન અને પ્રેરણા
સં. ૧૧૯૨ પછી સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રાચાર્યજીને પરિચય ઉત્તર વધી રહ્યો હતે. સિદ્ધરાજનું મૃત્યુ સં. ૧૧૯૯ માં થયું ત્યાં સુધીના સમયમાં એ પરિચયે જે રૂપ લીધું તે વિષે ‘કુમારપાલ પ્રતિબંધ માં જે વર્ણન છે તેને ભાવ અહીં ઉધૃત કરવા યોગ્ય છે.
વિદ્વાનના શિરોમણિ સિદ્ધરાજને પોતાના સંશો માટે તેઓ પૂછવાયોગ્ય લેખાયા. અમૃતમયી વાણુમાં ઉપદેશ આપતા શ્રી હેમચંદ્રસૂરિજીને સિદ્ધરાજ જ્યારે ન મળી શકતો ત્યારે તેને એક ક્ષણવાર પણ સંતોષ થતો નહતો. સિદ્ધરાજ પિતાના કુળધર્મમાં મુગ્ધ હતા છતાં જૈનધર્મ તરફ તેની રુચિ હતી. એ જ કારણ છે કે, આચાર્યશ્રીના પ્રભાવમાં આવી તેણે પાટણમાં રમ્ય એવું “રાજવિહાર', સિદ્ધપુરમાં “ચતુર્મુખ જિનવિહાર’ જેવાં જિનચૈત્યો બનાવ્યાં હતાં. તેની પ્રાર્થનાથી જ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સમગ્ર શબ્દલક્ષણના ભંડારરૂપ “સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ'નું નિર્માણ કર્યું હતું.”
આ સિવાય ગિરનાર પર્વત પર જે શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર છે તે સિદ્ધરાજની ઉદાર દષ્ટિનું આપણને ભાન કરાવે છે. તેણે જેવી ભક્તિથી સોમનાથતીર્થની યાત્રા કરી તેવી જ શ્રદ્ધાથી ગિરનાર અને શત્રુત્યુની યાત્રાઓ કરી હતી. એટલું જ નહિ શત્રુંજ્યના નિર્વાહ માટે ૧૨ ગામોનું વર્ષાસન બાંધી આપવા પિતાને મહામાત્ય આશુકને આજ્ઞા કરી હતી.
વિ. સં. ૧૧૯૯ માં સિદ્ધરાજનું મૃત્યુ બાવન વર્ષની ઉંમરે થયું, ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજી ૫૪ વર્ષના હતા. સિદ્ધરાજને કઈ પુત્ર નહતો. કુમાળપાળ તરફ તેની રુચિ નહતી પરંતુ શ્રી હેમચંદ્રાચાર્યજીની સહાનુભૂતિ, પ્રેરણા અને તેના સામુદ્રિક લક્ષણો પરથી રાજવી થવાની કહેલ ભવિષ્યવાણીના આશ્વાસનથી તે શ્રી હેમચંદ્રસૂરિજી પ્રત્યે સદા આદરની દષ્ટિએ જેતે હતો અને રાજ્ય મળતાં તેની તેમના પ્રત્યેની ભક્તિ અનન્ય બની હતી.
કુમારપાલ લગભગ ૫૦ વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો. પંદર-સોળ વર્ષો તે તેણે શત્રુઓને થાળે પાડવામાં અને રાજ્યને સ્થિર કરવામાં ગાળ્યાં હતાં. એ સિદ્ધરાજ જે જ કુશળ અને વિદ્યાપ્રેમી હતો. એને ત્રીશ વર્ષ જેટલા લાંબા રાજકાળમાં એણે પોતાના રાજ્યને ઉન્નતિના શિખરે પહોંચાડી દીધું હતું. - સિદ્ધરાજ કરતાંયે કુમારપાલમાં ધાર્મિક વૃત્તિ વિશેષ હતી. એની ભાવુકતાએ એનામાં ધર્મ પલટો કરવામાં વિશેષ ભાગ ભજવ્યો હતો. આ ધર્મપલટાએ ભારતીય રાજાઓમાં જે જે-ધમી રાજાઓ કહેવાય છે તેમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે અને પરમહંત તરીકે પિતાનું નામ સદાકાળ માટે ઉજ્વળ બનાવી રાખ્યું છે. “કુમારપાલ પ્રતિબોધ'માં એ વિશે વિસ્તૃત હકીકતે સાંપડે છે; એને સાર એ છે કે
તેણે સં. ૧ર૧૬માં પોતાના પરમગુરુ શ્રી હેમચંદ્રસૂરિજી પાસે જૈન સંઘ સમક્ષ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતાં અને એ સમયે તેણે આ પ્રકારે કેટલીક પ્રતિજ્ઞા કરી હતી. રાજ્યના રક્ષણ માટે કરવા પડતા યુદ્ધ સિવાય કદી પણ પશુ–પ્રાણીની હિંસા ન કરવી; શિકાર ન કર, મધ અને માંસને ત્યાગ કરે; પિતાની વિવાહિત સ્ત્રી સિવાય પરસ્ત્રી સાથે કામચાર ન સેવ; રાત્રિભોજન ન કરવું, આઠમ-ચૌદશ જેવી પર્વતિથિએ પૌષધ અને સામાયિક વ્રત પાળવું, દરજ જિનેધરની પૂજા કરવી ને શ્રી હેમચંદ્રાચાર્યજીનું પાદવંદન કરવું.
કુમારપાલે આ પ્રતિજ્ઞાઓનું પોતાના જીવનમાં બરાબર રીતે પાલન કરવામાં જાગૃતિ રાખી હતી. પ્રજાજીવના ઉદ્ધાર માટે તેણે અહિંસા ધર્મનું સૂમ પાલન કરાવવાના સફળ પ્રયોગ કર્યા હતા,