________________
ઉપાદુઘાત : ૫ મેળવ્યું હશે ? શું એમના નિવાસસ્થાનમાં રાતદિવસના કાળવિભાગ નહિ હોય ? એમના કલેવરમાં ઊંઘ ને થાકના વિરામ નહિ હોય ? કલ્પના ત્યાં પહોંચતી નથી, છતાં એ સ્વપ્ન નથી જ. આપણું અકર્મણ્ય સ્થિતિને જ એમાં પડઘે છે.
વસ્તુતઃ શ્રી હેમચંદ્રાચાર્યજીની સ્મરણશક્તિ અગાધ હતી તે સમન્વયના નમેષથી એમની પ્રતિભા સર્જનનું સામર્થ દાબવતી હતી. ગ્રંથસર્જન માટે એમણે વાતાવરણ પણ નિર્મળ અને અનુકૂળ બનાવ્યું હતું. કમાવરિતકાર એમના આસ્થાના વિદ્યાસભાનું વર્ણન કરે છે તે ઉલ્લેખનીય છેઃ
શ્રી હેમચંદ્રસુરિજીનું જે આસ્થાન છે તેમાં વિદ્વાને પ્રતિષ્ઠિત છે, જે બ્રહ્મોલ્લાસ ને ભારતીનું પિતૃગૃહ છે, જેમાં મહાકવિઓ અભિનવ ગ્રંથનિર્માણમાં લાગેલા છે, જ્યાં પટિકાપાટલી ને પટ ઉપર લેખ લખાઈ રહ્યા છે. શબ્દવ્યુત્પત્તિ માટે ઊહાપોહ થતા રહેવાના કારણે જે સ્થાન સુંદર લાગે છે. જયાં પુરાણુ કવિઓ દ્વારા પ્રયુક્ત શબ્દ દષ્ટાંતરૂપે ઉલિખિત કરવામાં આવે છે.”
તેમના ગ્રંથને ભારતીય પ્રાચીન જૈન-જૈનેતર વિદ્વાનોએ માન્ય રાખ્યાં હતાં. તેમના અભિધાનચિંતામણિ' અને અનેકાર્થકાશ' ને પ્રાચીન અનેક જૈનેતર ટીકાકારોએ પણ ઉપયોગ કરીને પ્રામાણિકતાની છાપ આંકી છે. છન્દ શાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા વિદ્વાને તો તેમની કૃતિમાં શ્રી હેમચંદ્રસુરિજીના કેટલાયે ગ્રંથસંદર્ભે અપનાવી લીધા છે. જેનાચાર્ય મલયગિરિજી જેવા આગટીકાકારે તો તેમને “ગુરુ ' માનીને અભિવાદન કર્યું છે. તેમની ગ્રંથરચનાની આ નાનીસૂની સિદ્ધિ ન ગણાય
તેમના શિષ્ય દેવચંદ્રસૂરિએ તેમને માટે જે “ વિદ્યાભોનિધિમંથમંદરગિરિ' કહ્યું છે એ વિશેષણ સાર્થક નીવડયું છે. પાશ્ચાત્ય વિદ્વાને તે તેમને Ocean of the knowledge-જ્ઞાનમહાર્ણવ કહીને સંબંધે છે.
છે. પીટર્સન જેવા વિદેશી વિદ્વાને તેમના વિષે એક વ્યાખ્યાનમાં નોંધ આપી છે તે તો ખરેખર, ભારતના આત્મસમ્માનની ગૌરવગાથાનું ભાન કરાવે એવી છે. તેઓ કહે છે–
“ હેમચંદ્ર એ ગુજરાતની મહાન વિભૂતિ ને સંપત્તિ છે. સંસારને કોઈ પણ મહાદેશ એવી વ્યક્તિને ઓળખાવતાં મેરી મગરૂરી લઈ શકે છે.”
જર્મન વિદ્વાન છે. વિન્ટરનિટ્સ કહે છે: “હેમચંદ્ર કવિ અને સાક્ષર બંને તરીકે વિપુલ ગ્રંથનું સર્જન કરનાર અને બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ એવા થવામીઓમાંના એક હતા. હેમચંદ્રનું ઋણ કેવળ ગુજરાત અને જૈન સમાજ ઉપર જ છે એમ નહીં; તેઓ તે પોતાની વ્યાકરણ, કોશ, કાવ્ય અને છંદ શાસ્ત્રની મહત્વની તેમજ ઉપયોગી કૃતિઓ દ્વારા સર્વસામાન્ય સંસ્કૃત સાહિત્યમાં પણ સમ્માનભર્યું સ્થાન ભોગવે છે. હેમચંદ્ર કવિ કરતાં વધારે સાક્ષર અને ઉપદેશક છે અને છતાં તેમનામાં કાવ્યની ચમત્કૃતિની કે કાવ્યરસની ખામી દેખાતી નથી.”
આવા અનેક પુરાવાઓ અહીં નોંધી શકાય પરંતુ અહીં પાશ્ચાત્ય વિદ્વાનની માત્ર બે પ્રશસ્તિ નાં ટાંકવાનું કારણ એ છે કે, કેટલાક ભારતીય વિદ્વાને શ્રી હેમચંદ્રસૂરિજીના ગ્રંથને પ્રાચીન ગ્રંથે સાથે સરખાવતાં તેમાંથી ઉતારાએ લીધાની અને તેમના ગ્રંથોમાં મૌલિક તત્ત્વ ઓછું હોવાને આક્ષેપ કરે છે, તેમને પોતાની સાંપ્રદાયિક દૃષ્ટિ અને અધકચરા પાંડિત્યને આથી ખ્યાલ આવે.
વાસ્તવમાં શ્રી હેમચંદ્રસૂરિજીનું દષ્ટિબિંદુ કેળવણીવિષયક છે અને તેઓ પોતે જ પ્રાચીન ગ્રંથકર્તાઓનું ઋગુ કરે છે ત્યારે એમને વિષે એવો આક્ષેપ ભાગ્યે જ દઈ શકાય. આથી એમની રચનાનું મૂલ્ય જરાયે