________________
અનેકાંત અમૃત
૭૮
બકે છે એય પાછું લોક વ્યવહાર. (શ્રોતા :- લોકોત્તર વ્યવહાર તો જુદો પ્રતિભાસ થાય છે એ.) પ્રતિભાસ થાય છે એ વ્યવહાર છે પણ લોકોત્તર. આહાહા ! સમજાણું જ્ઞાયક ? પ્રતિભાસ થાય છે એ શું ? લોકોત્તર વ્યવહાર અને અનુભવ થાય એ નિશ્ચય છે. બસ, એક મુમુક્ષુએ મને કહ્યું ભાઈ આ વાત ક્યાંય નથી. ફક્ત અમુક અહીંનાં એરિયામાં જ દેખાય છે, બાકી ક્યાંય નથી.
ક્યાંથી હોય ? બધાને અઘરું પડ્યું ને પરને જાણતો નથી એ સ્વીકાર ન કર્યો. ગુરુદેવે તો દાંડી પીટીને કહ્યું છે કાંઈ છાનું નથી રાખ્યું-પરને જાણે એમ માને એ દિગંબર જૈન નથી. (શ્રોતા :- અહીં તો એમ કહે છે પ૨ને જાણે એમ માને એ દિગંબર નહીં) કરવાની વાત તો છે નહિ. (શ્રોતા :- કોઈ કહે છે પ૨નો કર્તા ન માને એ દિગંબર જૈન નહિ. અહીંયા તો એમ કહે છે પરને જાણે એ દિગંબર જૈન નહિ.) પણ એલર્જી હોય એને. એને કાંઈ નહીં.
=
વિડીયો કેસેટ નં. ૬૮૪
સળંગ પ્રવચન નં
તા. ૨-૮-૯૭
-
G
ગઈકાલે એક વિષય આવ્યો હતો-એ થોડો ફરીથી રીપીટ કરી લઈએ એટલે સાંભળેલું હોય અને બીજીવાર સાંભળે તો વધારે દઢતા થાય, પરિપક્વ સ્થિતિ આવી જાય. કેટલાક નવા હોય નો સાંભળ્યું હોય એને પણ સાંભળવા મળે.
ગઈકાલે એમ વાત થઈ કે જે અનુભવનો વિષય છે, જે ઉપાદેય તત્ત્વ છે, એ તો એક જ્ઞાયકભાવ છે. જે બંધ મોક્ષથી રહિત, પ્રમત્ત અપ્રમત્તથી રહિત, પર્યાય માત્રથી રહિત એવો શુદ્ધાત્મા છે. એ જે શુદ્ધાત્મા છે તે અનાદિ અનંત છે. તેની ઉત્પત્તિ કોઈ સંયોગથી નથી અને કોઈ વિયોગ થાય તો એનો નાશ ન થાય એવી એક શાશ્વત ચીજ છે, અનાદિ અનંત નિત્ય ધ્રુવ. એવો એક શાયકભાવ એ કર્મથી બંધાણો નથી, બંધાતો નથી અને બંધાશે પણ નહિ. અને એ ભગવાન આત્મા કર્મના ઉદયમાં જોડાતો પણ નથી અને જોડાશે પણ નહિ એવો પરમાત્મા બધાની અંદર બિરાજમાન છે, એને જ્ઞાયકભાવ કહેવામાં આવે છે-એ નિરપેક્ષ તત્ત્વ છે.
હવે બીજો પ્રકાર એવો છે-એ જ્ઞાયકભાવ છે એ તો દ્રવ્ય છે-હવે એ જ્ઞાયકતત્ત્વ