________________
અનેકાંત અમૃત દ્રવ્યરૂપ છે-જ્ઞાયકતત્ત્વ છે એ દ્રવ્યરૂપ છે. જે ઉપાદેય તત્ત્વ છે, આશ્રયભૂત તત્ત્વ છે, અહં કરવા યોગ્ય તત્ત્વ છે એમાં માત્ર અનંત ગુણો જ રહેલા છે એમાં પર્યાય નથી. એ ક્રિયાવાન નથી, એ નિષ્ક્રિય છે-ધ્રુવતત્ત્વ છે. એવું એક દ્રવ્ય સામાન્ય. સમજી ગયા.
અહીંયા આપણે ઉપયોગને સામાન્ય કહેવો છે. દ્રવ્યને સામાન્ય કહેવું નથી. નહીં તો દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એમ કહેવાય-અત્યારે એ નથી લેવું-અત્યારે દ્રવ્ય જે શુદ્ધ આત્મા છે સામાન્ય તત્ત્વ એની અંદર એક ઉપયોગ પ્રગટ થાય છે, એ થાય એની બહારમાં ઉપયોગ, અંદર ધ્રુવ તત્ત્વમાં એ ઉપયોગ નથી એટલે પ્રગટ થતો નથી પણ ઉપયોગ પ્રગટ થાય છે એ એક હકીકત છે-ઉપયોગ એટલે જાણવાની ક્રિયા એક સમયમાં આત્મા જાણે પણ છે અને પરિણમે પણ છે. એનું નામ સમય કહેવામાં આવે છે. તો એ જ્ઞાયકતત્ત્વ તો ધ્રુવ છે, અને એક ઉપયોગ પ્રગટ થાય છે એ ઉત્પાદ-વ્યયરૂપ છે. એક ધ્રુવતત્ત્વ છે દ્રવ્ય-અને પ્રગટ થાય છે ઉપયોગ અને ઉત્પાદવ્યય સ્વરૂપ કહેવામાં આવે છે. અને એ ઉપયોગમાં જાણવાની ક્રિયા નિરંતર થાય છે જાણવું-જાણવું એ ઉપયોગનો સ્વભાવ છે.
દ્રવ્ય સ્વભાવ એક અને એક ઉપયોગનો પણ સ્વભાવ છે. એ પણ પરિણામિકભાવે છે. પહેલું દ્રવ્ય પારિણામિકભાવે છે દ્રવ્યાર્થિકનયનો વિષય અને આ ભેદ છે એ વ્યવહારનયનો વિષય હોવા છતાં પણ એ પારિણામિક ભાવે છે. પરિણામિક ભાવ કોને કહેવાય કે જેને કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયની અપેક્ષા ન હોય. નિરપેક્ષ હોય એને પારિણામિકભાવ કહેવામાં આવે છે. આ પર્યાયાર્થિકનયનો પારિણામિકભાવ છે. અને જ્ઞાયકભાવ છે તે દ્રવ્યાર્થિકનયનો પારિણામિકભાવ છે. એ બેમાં ફેર એટલો છે બેય સ્વભાવ છે. - હવે જે ઉપયોગ છે જેને સ્વભાવ કહ્યો, એ ઉપયોગ છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ ઉપયોગનું લક્ષણ છે. એ લક્ષણ કોનું છે? બેનો પ્રતિભાસ થાય છે જેમાં એટલે ઉપયોગમાં એ ઉપયોગનું લક્ષણ પ્રતિભાસ થાય જેમાં એવી સ્વચ્છતા છે. એ સ્વચ્છતા આત્મામાં એક સ્વચ્છત્વ નામની શક્તિ છે. એ દ્રવ્યમાં વ્યાપે છે. ગુણમાં વ્યાપે છે અને એની પર્યાયમાં ઉપયોગમાં પણ એની સ્વચ્છતા વ્યાપે છે.
૪૭ શક્તિમાં-૧૧ મી શક્તિ છે. ““અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત્ અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે.” અહીંયા બેનો પ્રતિભાસ થાય છે એ લક્ષણ કહેવું છે ને, એટલે અનેકાકાર કહેવામાં આવે છે. સમજી ગયા! એકાકાર હોવા છતાં પણ બેનો પ્રતિભાસ થાય છે. માટે લોકાલોક, લોક ને અલોક
--