________________
અનેકાંત અમૃત દીવાનેય પ્રસિદ્ધ કરે અને ઘડાનેય પ્રસિદ્ધ કરે. બધા હા પાડે એમાં એક જ્ઞાની ના પાડે, કે ના. ઘડાને દીવો પ્રસિદ્ધ નથી કરતો-દીપકને જ પ્રસિદ્ધ કરે છે. દષ્ટાંત બેસવાય કઠણ.
(શ્રોતા :- જે જેનું છે તે તેને પ્રસિદ્ધ કરે એમ કહે છે-) આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જ્ઞયનું જ્ઞાન જ ન હોય. એના માટે બે વાક્ય મૂક્યા છે. (૧) વસ્તુ સ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી એટલે જ્ઞાન શૈયથી શાસ્ત્રથી ઉત્પન્ન થઈ શકતું નથી. વસ્તુનો સ્વભાવ છે એ શેયથી ઉત્પન્ન થઈ શકતો નથી. જ્ઞયને જાણે તો આત્મજ્ઞાન થાય એમ છે નહિ, એક વાત. (૨) બીજી વાત માર્મિક કરી, કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે આત્માનું જ્ઞાન કોઈને શેય બનાવી શકતું જ નથી. આ શાસ્ત્રમાં છે. સમયસારમાં છે-આધાર પણ છે. પણ આધાર કોને આપવા-કે જે ગુરુદેવને માનતા હોય એને-ગુરુદેવની એલર્જી હોય એને નહિ. (શ્રોતા :- વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે જ્ઞાનનું કોઈ શેય થઈ શકતું નથી.) એક જ શેય છે. એ (૨૭૧ કળશની) છ કેસેટમાં ગુરુદેવે કહ્યું-છ દ્રવ્યો છે એ તો બહિર્મુખ જ્ઞાન અને પ્રસિદ્ધ કરે છે, એટલે ઈન્દ્રિયજ્ઞાનનો વિષય છે. આત્મજ્ઞાનનો વિષય એક જ છે.
શેયાકાર જ્ઞાન તો થઈ રહ્યું છે. પણ એ ગોથું ક્યાં ખાય છે પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું એ શલ્ય અનાદિનું છે. (શ્રોતા :- એ પરના પ્રતિભાસનો સ્વીકાર કરે છે જ્ઞાનમાં કે આ પરનો પ્રતિભાસ છે અને હું જાણું છું.) પરના પ્રતિભાસને સ્વીકાર નથી કરતો, હું પરને જાણું જ છું. એમ આવે છે. પરને શેય બનાવે છે. (શ્રોતા :- પ્રતિભાસનો સ્વીકાર કરે તો અભેદનો ભેદ છે.) તો તો કામ થાય એનું-પચાસ ટકામાં આવી જાય. (શ્રોતા :- ભેદને છોડીને અભેદમાં જવાનો ચાન્સ છે.) પણ હું પરને જાણું છું. (શ્રોતા :- એ તો પ્રમાણથી બહાર છે.) આખું ડોકુ મરડી નાખે છે જ્ઞાનનું. એને તો પંચાધ્યાયી કર્તાએ નયાભાસ કીધો છે. શું કહેવું આપણે એને તો નયાભાસ કીધો છે. નયની વ્યાખ્યા કરી. તદગુણ સભૂત જ્ઞાનનય.
અભેદના ભેદને જાણે એ નય છે. અભેદથી દ્રવ્ય ગુણ પર્યાયથી ભિન્ન પદાર્થ છે એને જાણે છે બાધ્ય બોધક નયાભાસ છે. વ્યવહાર નથી નયાભાસ છે. (શ્રોતા :- અભેદના ભેદને જાણે તે નય છે.) પ્રતિભાસ થાય છે એ વ્યવહાર-પરને જાણે છે એ નયાભાસ. (શ્રોતા :- અભેદના ભેદને જાણે છે એ નય છે-ભિન્નને જાણે છે એ નયાભાસ છે) એ નયમાં આવતું નથી લાગુ પડતું જ નથી. આ પંચાધ્યાયની શૈલી છે હોં.
કુંદકુંદભગવાને તો કહ્યું છે-દેહને આત્મા એક છે એ વ્યવહારનયે છે-પછી આણે કહ્યું એ લોકવ્યવહાર છે. લૌકિક વ્યવહાર છે કે જે આત્માથી અજાણ છે-મૂંઢ જીવ ઈ બોલે છે