________________
અનેકાંત અમૃત
શું? તેથી શું? હું શુદ્ધ છું, એક છું, અભેદ છું. શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે-જ્ઞયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. નથી જણાતો જા તને- (શ્રોતા :- કેમકે જ્ઞાયક પરિકો નહિ જાનતા, જ્ઞાયક જ્ઞાયક કો હી જાનતા કે દોનો તો નય પક્ષ હૈ-જ્ઞાયક નયા સે પાર, પ્રભુ મેં હો ગયા ભવ સે પાર.)
બસ યાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાયો એમાં વિકલ્પ નથી-(શ્રોતા :- ચાર ચાર બોલથી જાણવું પણ જાણીને પ્રયોજન સિદ્ધ ન થાય તો જાણું શું કામનું ?) કાંઈ નહિ એ તો ધારણામાં રહી ગયું-એ જાણવાની પાછળ આત્મદર્શન કેમ થાય, એ શીખવાનું છે. દુઃખ જાય અને સુખ કેમ પ્રગટ થાય એ પ્રયોજન છે.
જ્ઞાયક, ઉપયોગ, સ્વપરનો પ્રતિભાસ-જોયાકાર જ્ઞાન. હવે જોયાકાર જ્ઞાનમાં વિષય શું આવે છે એના ઉપર આધાર છે. ન્નયાકાર જ્ઞાન તો થઈ રહ્યું છે બધાને સમયે સમયે એનો વિષય ફેરવવો જોઈએ એણે-શેય ફરી જવું જોઈએ. એક બહેને કહ્યું પાવાગઢ જાત્રાએ ગયા હતા અમે-હંસાબેનના દીકરાની વહુ પૂછવા માંડી. મેં કહ્યું તું પૂછ માં-હું તને બે વાત કરું એ તું લક્ષમાં લે અને એનો વિચાર કરીને વળતાં તું મને એનો જવાબ દેજે. ચૂપ થઈ ગઈ. ભલે ભાઈ-બે વાત કરી. વળતા કહે મારી જાત્રા ફળી-ભાઈ, આજે મારી જાત્રા ફળી-શું થયું બહેન? આહાહા! કે આત્મા પરનો કર્તા નથી. એ તો વિકલ્પની ચરમસીમા છે. છેલ્લો વિકલ્પ હોય, પછી તો દૃષ્ટિમાં આવી જાય અંદરમાં.
પછી આત્મા પરને જાણતો નથી-ભાઈ આખું શેય ફરી ગયું-આખું શેય ફરી ગયું મારુંએ વખતે વિચાર આવ્યો, આ કોઈ પૂર્વનો સંસ્કારી જીવ છે. (શ્રોતા :- નહિતર શેય ફરી જવું એ મુકેલ વાત છે) એને શેય ફરી ગયું તો એ વાતમાં પ્રભાબેન ગુજરી ગયા ડગલી એને ચોટ લાગી ગઈ-ઓહો ! એમ કહ્યું. જોય ફરી ગયું? શેય ફરી ગયું ભાઈ-ગ્નેય ફરી ગયું તો એક અપેક્ષાએ બુદ્ધિ સમ્યક્ થઈ ગઈ. આને જાણું છું અને જાણુ છું એ નીકળી ગયું શલ્ય. વિકલ્પમાં ભલે કર્તબુદ્ધિ તો ચેતનભાઈ કદાચ જાય, સવિકલ્પદશામાં ધારણામાં જાય પણ પરને જાણતો નથી એ ધારણામાંય આવતું નથી. પંકજ ! પરને હું જાણતો નથી અને જાણનારો જણાય છે એ ધારણામાંય આવતું નથી. હજી લોકો-વિધિ નિષેધમાંય આવતા નથી. શું થાય?
પરને નહિ જાણે તો જ્ઞાન નહિ રહે-એકાંત થઈ જશે–અનેકાંતનો-ઘાત થાશે. લોપ થઈ જશે અનેકાંતનો. સ્વપરપ્રકાશકમાં અનેકાંત જીવંત રહે છે-(શ્રોતા :- આવી દલીલ કરે) હવે આને શું કરવું? (શ્રોતા :- પરને નહિ જાણે તો ઉપયોગ કોને જાણશે ?) ઉપયોગ સ્વને ને પરને બેયને જાણે-દીવો છે એ સ્વપરપ્રકાશક છેને? એ ઘડાને ન પ્રસિદ્ધ કરે ? દીવો