________________
અનેકાંત અમૃત
૭૦
CON
જ્ઞાન કહ્યું-એક જ પ્રકારનું જ્ઞેય પ્રતિભાસે છે અને બીજું પ્રતિભાસતું નથી એમ નથી. બે પ્રતિભાસ છે માટે ભેદજ્ઞાનની કળા હાથમાં આવી ગઈ છે. જેને બે પ્રકારનો પ્રતિભાસ બેસે છે એ ભેદજ્ઞાન કરીને અંદર જતો રહેશે. અને કેમ આવવું અંદ૨માં ઈ આંહી એ ૫૫૮ ગાથા પંચાધ્યાયીની છે તેમાં છે.
જે પંચાધ્યાયી છે એ આખા દિગંબર સમાજને પ્રમાણભૂત છે. આ શાસ્ત્ર છે એ પ્રમાણભૂત છે. સમજી ગયા. એક અપેક્ષાએ પંડિતો તો એમ કહે છે કે આ શાસ્ત્ર કદાચ અમૃતચંદ્રાચાર્યની કૃતિ હોય એવું લાગે છે. કેમકે અમૃતચંદ્રાચાર્યની ટીકાઓની હારે કેટલુંક આમાં મળે છે. એટલે પંડિતોનો વિચાર એમ છે કે કદાચ આ અમૃતચંદ્રાચાર્યનું હોય અને કોઈ કોઈને તો કોઈના જ્ઞાનમાં એ આવી પણ ગયું છે પણ એ આધાર ન આપી શકાય. પંડિતોના આધાર આપણે અપાય. છે આ અમૃતચંદ્રાચાર્યનું.
ચાર પ્રકાર થયા પછી હવે કેવી રીતે અનુભવ થાય આત્માનો અને કેવી રીતે અનુભવ ન થાય અને રખડે સંસારમાં- શું કરે તો સંસાર-અને શું કરે તો મોક્ષ બસ. અહીંયા પીક પોઈન્ટ છે એનો. જ્યાં રુચે ત્યાં જાવ. એ હવે આવે છે. આ પ્રયોગની વાત આવે છે. હવેજાણવાની વાત તો જાણી પણ જાણીને પ્રયોજનભૂત શું છે એ એમાંથી કાઢવું જોઈએ. આપણું પ્રયોજન તો આત્માના અનુભવનું છે ને આત્મદર્શનનું.
હવે એમાં એમ કહે છે-અર્થ વિકલ્પો શાન ભવતિ તદ્ એકમ. હવે એનો અર્થ કરે છે. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. હવે જ્ઞાન એટલે સ્વપર પદાર્થને વિષય કરે છે. સ્વપરનો પ્રતિભાસ થાય છે એમ અર્થ ન કરતાં-વિષય કરે છે. સમજી ગયા. અને આ સ્વપરને વિષય કરે છે અને સ્વપરને પ્રકાશે છે.
આ સમયસારની બીજી ગાથામાં આવો અર્થ કર્યો છે. એ અર્થ કર્યા પછી કોઈ વિચક્ષણ પુરુષે એનો કૌંસ કર્યો કે ભલે એમાં અર્થ કર્યો સંસ્કૃતની અપેક્ષાએ-ભાષાની અપેક્ષાએ થતું પણ હશે. ભાષાવિષારદ હું તો નથી. પણ કોઈ ભાષા વિષારદે અર્થ કર્યો કૌંસ કરીને કે મૂળમાં તો સ્વપરનું અવભાસન છે અને સ્વપરને પ્રકાશે છે એમ કેમ કર્યું-એમને ખ્યાલ આવ્યો એટલે કૌંસ કરીને સ્વપરનું અવભાસન તો સંસ્કૃતમાં છે તો એનો અર્થ કર્યો કે સ્વપરને પ્રતિભાસે છે.
(શ્રોતા :- બીજી ગાથાના મૂળ સંસ્કૃત ટીકામાંથી અવભાસન શબ્દનો પ્રતિભાસ એમ અર્થ કર્યો અને એ કૌંસમાં લખી નાખ્યું) અને અવભાસનનો અર્થ જ પ્રતિભાસ થાય છે. પ્રકાશે છે એમ થતો નથી. પણ ભાષાની અપેક્ષાએ અથવા કોઈ વિવક્ષાથી કોઈ જગતને સમજાવવા માટે નિશ્ચયની વાત લક્ષમાં છે તો પણ એને વ્યવહારથી સમજાવવામાં આવે