________________
૬ ૯
અનેકાંત અમૃત
આટલું જો એને બેસી જશે તો જ એ પ્રયોગ કરી શકશે. સમજી ગયા. હવે એનો આધાર હું તમને આપું-પંચાધ્યાયી ભાગ ૧-ગાથા ૫૫૮ છે. જ્ઞાયક-ઉપયોગ પછી બેનો પ્રતિભાસ ચોથું જ્ઞેયાકાર જ્ઞાન-આ ત્યાં સુધી બંધેય નથી અને મોક્ષેય નથી. ત્યાં સુધી આત્મિક સુખ પણ નથી અને પરાશ્રિત દુઃખ પણ નથી. સુખેય નથી અને એનામાં દુઃખેય નથી. એ તો જે છે એ છે. અહીંયા ચાર પ્રકાર છે. ત્યાં સુધી તો કાંઈ વાંધો નથી. હવે એમાં પ્રયોગ કરવાનો છે.
(શ્રોતા : :- ચાર પ્રકાર ફરીથી) ફરીથી. એક જ્ઞાયક છે અનાદિ અનંત-એ બંધ મોક્ષથી રહિત છે, અબદ્ધ છે, ત્રિકાળ મુક્ત છે-એ જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એટલે મોક્ષસ્વરૂપ જ છે બધા આત્મા ત્રિકાળ દ્રવ્ય સામાન્ય. દ્રવ્ય સામાન્ય.
(૨) હવે પર્યાય, જે ઉપયોગ છે-એને દ્રવ્યને સામાન્ય કહીએ ત્યારે આને વિશેષ કહેવાય. પણ એ મતિ-શ્રુત એ વિશેષ આમાં નથી- (શ્રોતા :- બરાબર પ્રભુ એકદમ સ્પષ્ટ) એ સામાન્ય ઉપયોગ કહેવાય જેમાં કર્મની અપેક્ષા બિલકુલ નથી. ઉદયાદિની. તો એને પર્યાયાર્થિકનયનો પારિણામિકભાવ કહેવામાં આવે છે, એ ઉપયોગને. (શ્રોતા ઃ- જેમ દ્રવ્ય નિષ્કર્મ છે એમ આ ઉપયોગ પણ નિષ્કર્મ છે.) આ નિષ્કર્મ એટલે કર્મથી રહિત છે. નિષ્ક્રિય નહિ. ક્રિયા થાય છે. નિષ્કર્મ એટલે ભાવકર્મ દ્રવ્યકર્મ, નોકર્મ એમાં નથી ઉપયોગમાં. ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં ક્રોધાદિ નથી. બીજા નંબરે ઉપયોગ આવ્યો.
પહેલા શાયક આવ્યો. બીજા નંબરમાં શું આવ્યું ? સામાન્ય ઉપયોગ.(૩) હવે એ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. કેમકે એની (ઉપયોગની) સ્વચ્છતા છે દર્પણની માફક-દર્પણ જેમ સ્વચ્છ છે અને બધા પદાર્થો એમાં પ્રતિભાસે છે. કોલસો પ્રતિભાસે તો પણ દર્પણની સપાટી જે સ્વચ્છ છે એમાં મલિનતા કિંચિંત્માત્ર આવતી નથી. એમ આ ઉપયોગ છે એની અંદર મિથ્યાદષ્ટિ હોય તો પણ એનો પ્રતિભાસ થાય પણ મિથ્યાત્વની મલિનતા ઉપયોગમાં આવતી નથી બિલકુલ-એનો પ્રતિભાસ થાય છે.
(શ્રોતા :- મિથ્યાદષ્ટિ હોય ત્યારે) ત્યારની વાત છે. પર્યાયની મલિનતા ઉપયોગમાં પ્રવેશ થતી નથી. ઉપયોગ એનાથી જુદો ને જુદો રહે છે. એને ભેદજ્ઞાન નથી એટલે એકતા કરે છે એ તો એની ભૂલ છે. એ હવે આવશે. બાકી ઉપયોગ તો ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં મિથ્યાત્વ છે જ નહિ. સમજી ગયા. આહાહાહા !
હવે બીજા નંબરનો ઉપયોગ કહ્યો. પછી એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. સમજી ગયા. ત્રણ પ્રકાર આવ્યા. હવે સ્વપરનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની પર્યાયનું નામ શું ? કે જ્ઞેયાકાર જ્ઞાન. એનું નામ શેયાકાર જ્ઞાન. એ શેયો બે પ્રકારના છે માટે જ્ઞેયાકાર