________________
અનેકાંત અમૃત
૭૧ છે. વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. તો પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. સ્વપરને પ્રકાશે છે એ અનુસરવા યોગ્ય નથી. સ્વપરનો પ્રતિભાસ થાય છે એ અનુસરવા યોગ્ય છે. (શ્રોતા :- એ તો શરૂઆત છે ભેદજ્ઞાનની. બે વિષય હાથમાં આવ્યા પછી કોને સ્વીકારવો) કેના તરફ જાવું ને કેનું લક્ષ કરવું અને કેનું લક્ષ છોડવું-બસ એ એના હાથની વાત છે એ આમાં સમજાવે છે. એ સમજાવે છે.
જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. જ્ઞાનનો અર્થ કરે છે. જ્ઞાન એટલે શું ? કે સ્વપર પદાર્થને વિષય કરે છે. આપણે એમ અર્થ કરવો કે સ્વપરનો પ્રતિભાસ થાય છે એનું નામ જ્ઞાન. આપણે એવો અર્થ કરવો. સમજી ગયા. આપણે આગમથી જરા અધ્યાત્મમાં જઈને એનો આવો અર્થ કરવો. આગમથી આગળ અધ્યાત્મની વાત લઈને એનો પ્રતિભાસ થાય છે એવો અર્થ કરવો-અને એ આપણી પાસે કુંદકુંદ ભગવાનનો આધાર છે-અમૃતચંદ્રાચાર્યનો આધાર છે. અમારી પાસે ઘણાં આધાર છે. સમજી ગયા. પણ કોઈ આધાર માગે તો કોઈ મુમુક્ષુ હોય એને આધાર આપીએ પણ જેને ગુરુદેવની એલર્જી હોય એને કાંઈ લખીએ નહિ-જવાબેય લખતા નથી.
જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે. સમજી ગયા. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. શું કહ્યું? સ્વપરનો પ્રતિભાસ થાય છે તો પણ સ્વનો પ્રતિભાસ કરનારું જ્ઞાન જાથું અને પરનો પ્રતિભાસ કરનારું જ્ઞાન જુદું એમ નથી. મહત્વની વાત છે આ. સ્વપર બેયને ક્યારે જાણે કે બે પ્રકારના જ્ઞાન હોય તો જાણી શકે. (શ્રોતા:- પણ અહીંયા તો એક છે શબ્દ) એકમ લખ્યું છે ખાસ. શબ્દ છે એકમ એનો અર્થ કરે છે. જ્ઞાન બે પ્રકારના હોય? જ્ઞાન એક જ પ્રકારનું હોય. એક જ પ્રકારનું ઉત્પન્ન થાય છે. અને એક જ પ્રકારપણે આત્માને જાણે છે. (શ્રોતા :- એ શું કહ્યું પ્રભુ!) કે એક જ પ્રકારે ઉત્પન્ન થાય છે ઉપયોગ અને એ ઉપયોગ અંતર્મુખ થઈને એક જ પ્રકારે આત્માનો અનુભવ કરે છે. પોતાનેય અનુભવે ને રાગનેય અનુભવે એમ છે જ નહીં. કેમકે રાગ તો એમાં છે જ નહિ. રાગનો પ્રતિભાસ થાય પણ રાગ જ્ઞાનમાં આવતો નથી. જ્ઞાનમાં ન આવે તો જ્ઞાયકમાં તો ક્યાંથી આવે? ઉપયોગમાં ઉપયોગ છે બસ. (શ્રોતા :- એ રીતે એક પ્રકારનો આત્માનો અનુભવ
કરે છે)
જ્ઞાન એક જ પ્રકારનું અને અનુભવમાં પણ એક જ પ્રકાર કામ કરે છે. બે પ્રકાર છે નહિ. કામ ક્યાંથી કરે? છે નહિ એવું, એ કહેશે હમણાં કહેશે. ક્યાં ભૂલે છે જીવ અને ક્યાં ભૂલ ભાંગી જાય છે એ કહેશે હમણાં. આમાં આખો પ્રયોગ બતાવે છે, પ્રયોગ. આખો પ્રયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાથા છે આ. આમાં લખ્યું છે “ઘણું જરૂરી લાલ અક્ષરે ઘણું