________________
૬ ૩
અનેકાંત અમૃત
@
તેનું નામ પ્રતિબિંબ છે. બિંબ લાલ હોય તો જ્ઞાન લાલ ન થઈ જાય. તો તો પછી જ્ઞાન જ ક્યાં રહ્યું ? એકતા થઈ ગઈ. અતપણું છે એ રૂપે નથી, તેના જ્ઞાનરૂપે છે. અત્યારે લાલ ફૂલ છે, પીળું ફૂલ છે, તે સ્ફટિકમણીમાં ઝળકે અને પરિક્ષક જાણે છે એટલે અપરિક્ષક છે ઈ એમ કહે છે કે લાલ થઈ ગયું. સ્ફટિકમણી લાલ છે તેમ તેને ભાસે છે. ભ્રાંતિ છે ભ્રાંતિ. આહાહા !
કર્મકૃત મિથ્યાત્વ આદિના જ્ઞાન સમયે જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે જ્ઞેયને અને રાગને પોતાનો માને છે. બહુ સમયસારે આપ્યું છે. ઢગલો આપ્યો છે પર્યાયના ષટ્કારક, પર્યાય તો સત્ અહેતુક છે, એ તો ઊંચા પ્રકારની વાત છે. જે હમણાં યુગલજીએ કહ્યું ને કે જ્ઞાનની પર્યાય એવી છે જેને કોઈ વિષય નથી તે નિર્વિષય છે. જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે અને પરને જાણે છે માટે જ્ઞાન છે તેમ નહીં. જ્ઞાન તો જ્ઞાનથી છે.
એમણે કહ્યું પછી આપણે અત્યારે બેઠા છીએ એટલે આ બોલાય બાકી સમાજમાં આ ન ચાલે. તમારી સાથે વાત કરું છું. સમાજમાં ન ચાલે. જ્ઞાન નિર્વિષયી છે એ એમનો શબ્દ છે. એને અસત્ લક્ષણ કહ્યું ને ? મૂળમાં અસત્ લક્ષણ કહ્યું છે. કારણ કે પ્રમાણથી સ્વપરપ્રકાશક છે ને. વ્યવસાયાત્મક જ્ઞાન તે પ્રમાણથી વાત કરી છે. આ કુંદકુંદભગવાનની ગાથા તેમાં જે જ્ઞાન તે પ્રમાણથી વાત કરી, ઈ વાત કહે છે કે જ્ઞાનની પર્યાયનું જે લક્ષણ અસત્ છે તે લક્ષણ યોગ્ય નથી. અસત્ છે. મૂળમાં સંસ્કૃતમાં છે એટલે સાચું લક્ષણ નથી.
જેમ ઓલું સ્વપરપ્રકાશક લક્ષણ તેમાં અતિવ્યાપ્તિનો દોષ આવે તેમ આ પર્યાય છે તે આત્માથી થતી નથી, પરથી તો થાય જ નહીં. કેમકે આત્મા તો પ્રથમથી જ હતો. તો કેમ જ્ઞાન પ્રગટ ન થયું? જ્ઞાન જ્ઞાનથી થાય છે ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર છે, એટલે આત્માથી આત્માનું જ્ઞાન થયું તેવો ઉપચાર ને વ્યવહાર છે.
એ વિશે વિચાર આવ્યો થોડોક કે ઓલું અસદ્ભૂત વ્યવહારમાં પરથી ઉપચાર અને અભેદમાં ઉપચાર નહીં પણ વ્યવહાર. સમજી ગયા ! એના વિચારો પણ આવ્યા. (શ્રોતાઃએમાં આપે કહ્યું’તું રાકેશ શાસ્ત્રીનું) હા એમાં છે. ભેદ અને ઉપચાર એવા બે અર્થ કર્યા છે બે અર્થ કર્યા છે. એક સદ્ભુત વ્યવહાર ને એક અસદ્ભૂતનો. હાં આપણે ઉપચારની વાત કરી એ નિર્મળ પર્યાયનો પણ ઉપચારથી કર્તા છે ઈ પણ બરાબર નથી. વ્યવહારે કર્તા છે એમ નહીં ઉપચારથી પણ કર્તા નથી. ઉપચારથી કર્તા છે હજી, ઉપચારથી કર્તા નથી. ઉપચાર લીધું. ઉપચાર લીધું એમ મારું કેવું ઈ. ત્યાં વ્યવહાર નથી લીધો સદ્ભુત વ્યવહાર. એટલે આ વિચાર કરશું આપણે ઉપચાર શબ્દ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. (શ્રોતા :- દૃષ્ટિના