________________
૬ ર.
અનેકાંત અમૃત નિજ તત્ત્વને સ્પર્શે છે, અનુભવે છે. લ્યો આ સ્યાદ્વાદી તો પોતાના જ્ઞાનને અનુભવે છે કે જે જ્ઞાનમાં વિશ્વની નાસ્તિ છે. - વિશ્વ આકારે થયેલું જ્ઞાન વિશ્વરૂપ થતું નથી. વિશ્વરૂપે વિશ્વના આકારે થયેલું જ્ઞાન પણ વિશ્વરૂપ થતું નથી. આહાહા ! (શ્રોતા :- પ્રતિબિંબો બિંબરૂપ થતા નથી) પ્રતિબિંબ બિંબરૂપે થતા નથી. બસ એ જ મર્મ છે. પ્રતિબિંબ તો જ્ઞાનની પર્યાય છે ઈ બિંબની ક્યાં પર્યાય છે? સ્ફટિકમણીની સ્વચ્છ પર્યાય છે, ઈ પર્યાય ફૂલની ક્યાં છે? ઈ પર્યાય ફૂલની નથી, ફૂલ તો બિંબ છે. લાલ પીળી ઝાંય દેખાણી ઈ તો તેની સ્વચ્છતાનું ઘાતક છે. ઈ એમ નથી કહેતું કે આ સ્ફટિકમણી લાલ થઈ ગયું એમ છે જ નહીં. પણ અસ્તિ નાસ્તિ અનેકાંત છે. ફૂલનો ભાવ જ્ઞાનની પર્યાયમાં ક્યાંથી ગરી જાય? ભેદજ્ઞાનનો અભાવ છે અને એકતા થાય છે બસ.
ભાવાર્થ :- એકાંતવાદી એમ માને છે કે વિશ્વ એટલે સમસ્ત વસ્તુઓ જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. પોતાને ભૂલી ગયો ને એટલે પર પોતારૂપે જ ભાસે. પોતાને ભૂલે અને પોતાના અસ્તિત્વમાં શ્રદ્ધા ન સ્થાપી તો પર જણાય તે શ્રદ્ધાનો વિષય થાય અને જાણેલાનું શ્રદ્ધાન થયા વગર રહે નહીં. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, જો વિશ્વ સાથે એકતા કરીને, પોતાને વિશ્વમય માનીને એકાંતવાદી ઢોરની જેમ હેયઉપાદેયના વિવેક વિના. આહાહા ! વિશ્વ છે તે હેય છે. આત્મા છે તે ઉપાદેય છે. આવું હેય ઉપાદેયનું કે
સ્વપરનું કાંઈ ભાન નથી. પોતાને જાણતો નથી ઈ પરને સમ્યફ પ્રકારે જાણી શકતો નથી. હેયઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્વછંદ એટલે મિથ્યાદૃષ્ટિ.
સ્યાદ્વાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપે છે તે જ વસ્તુ આત્મા જ પરના સ્વરૂપથી અતનું સ્વરૂપે છે. એટલે કે પરરૂપે નથી. પર જણાય તો પણ પરરૂપે ન થાય તેમ કહેવાનો આશય છે. પર જણાય છે તેનો નિષેધ નથી. પણ પરરૂપે તું નથી તેનો નિષેધ કરે છે. માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્ સ્વરૂપ છે, પરંતુ પર શેયોના સ્વરૂપથી અતત્ સ્વરૂપ છે. અર્થાત્ પર શેયોના આકારે થવા છતાં તેનાથી ભિન્ન છે. આહાહા !
અહીંયા પરનો આકાર થાય તમે કહ્યું ને ત્યાં બિંબ છે અહીંયા પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબની સાથે તો અભિન્ન છે આત્મા અને બિંબની સાથે ભિન્નતા છે એમ કહે છે. પ્રતિબિંબમાં પણ ઈ ઝળકે છે એમ. પ્રતિબંબનો અર્થ એવો નથી કે જે બિંબ છે લાલફૂલ તેવું અહીંયા લાલ થાય છે, તેનું નામ પ્રતિબિંબ નથી. જેવો પદાર્થ હોય જોય તેવું જ્ઞાનમાં ઝળકે