________________
૬૪
અનેકાંત અમૃત વિષયમાં તો અસબૂત જ છે ને)
અસભૂત છે ને એવું જોવો, છે. બસ. બસ. છે ને એ થાય નાસ્તિ છે કે નહીં. નાસ્તિ નાસ્તિ. નાસ્તિ છે તો ક્યાંથી કરે છે તો ઉપચારથી કરે છે. પરિણામ પરિણામને કરે છે અને દ્રવ્ય કરે છે એ તો ઉપચાર થઈ ગયોને, થઈ ગયો. પરિણામ પરિણામને કરે અને દ્રવ્ય પણ કરે એમ એક ભાવના બે કર્તા ન હોય. ચાલો આપણે તો આપણો સ્વાધ્યાય કરીએ.
એકલો આવ્યો અને એકલો જાય. હે! એકલો બંધાય ને એકલો મૂકાય, એકલો ચાર ગતિમાં રખડે અને એકલો મોક્ષમાં બિરાજમાન થાય. અને જો કે આ વિષય સમજાવવાથી કોઈ સમજે એવું નથી. એની યોગ્યતા હોય એની પાછળ પડે તો સમજાય. અમે તો આની પાછળ પડ્યા'તા નાની ઉંમરેથી સાંઈઠ વરસથી સ્વાધ્યાય કરીએ છીએ. કેટલા? સાંઈઠ વરસ. એકવીસ વરસની ઉંમરથી શ્રીમદ્ રાજચંદ્રજી હાથમાં આવ્યું ત્યારથી. ઓહોહોહો ! આપણે આ કાંઈક કરીએ છીએ, પણ શ્રીમદ્ કહે છે ઈ બરાબર છે. એમ અંદરથી પરોક્ષપણે એના પ્રત્યે ખૂબ બહુમાન આવ્યું. જ્ઞાનીનું વચન હતું ને મૂળ તો, એમ. એટલે સત. પણ એટલું કાંઈ સમજીએ નહીં અમે. એ વખતે જ્ઞાનનો ઉઘાડ એટલો નહીં, પણ એટલો આંતરો પડી ગયો. એ કાંઈ સાધારણ વાત ન હતી. એમાંથી શોધ ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ હોં, એમાંથી શોધ ચાલુ થઈ.
ઓલો એક ગાર્ડ છે ગાર્ડ, સમજી ગયા ! ગાર્ડી જૈન છે લાખો કરોડો રૂપિયાનું દાન આપે છે. એનું કારણ છે કે તેને જમીનોમાંથી અબજો રૂપિયાની જમીન અબજોની કિંમત થઈ ગઈ. એટલે હવે ગામો તે દત્તક લે છે ગામના ગામ. અને ઈ ગામને બધું જેટલું જોઈએ એટલું પૈસા રસ્તા, નિશાળો, હોસ્પિટલ બધું કરાવી ઠે. ઈ લંડનમાં મળ્યાં'તા. મને જમવાનું કહ્યું. મને કહે અમને શાસ્ત્ર વાંચવાનો ટાઈમ નથી. તમે કેટલા વર્ષથી અભ્યાસ કરો છો? મેં કહ્યું પચાસ વર્ષથી. ઈ વખતે પચાસ થયા'તાં લંડનમાં. બસ મને કહે પચાસ વર્ષના અભ્યાસનો નિચોડ કહી દો એટલે અમારે વાંચવું નહીં. તૈયાર માલ મળી ગયો. એવો હુશિયાર, એડવોકેટ છે ઈ વકિલ મોટી ઉંમરના છે. પાંસઠ વર્ષના હશે. (શ્રોતા :પછી આપે શું આપ્યું પચાસ વર્ષનો નિચોડ) ભેદજ્ઞાન. શુભભાવથી પુન્યથી ધર્મ થાય નહીં. આ વાત ઝીણી તો કાંઈ કરાય નહીં. આત્માનો અનુભવ થાય ત્યારે ધર્મ થાય. ત્યારે છુટે. મોટો માણસ એટલે લોકો બહુમાન કરે માન પત્ર આપે. ઓહોહો ! મોટા માણસ તો આપની પાસે જ આવે ને. બિચારો, પ્રેમથી જમવા બોલાવ્યા
ભટ્ટારકને, એને ગમે તે પ્રકારે ખ્યાલ આવ્યો, એને કંઈ ખ્યાલ આવ્યો, ક્યાંક ખ્યાલ