________________
૫૭
અનેકાંત અમૃત નથી. ધ્યેયના ધ્યાનમાં પુરુષાર્થ છે. લક્ષ ફરતું નથી જ્ઞાયક જ જણાય છે. શેય થયું તે જણાય પણ તેમાં પુરુષાર્થ નથી. કેમકે એનું લક્ષ નથી. પરિણામી ઉપર લક્ષ નથી. પરિણામી તો વ્યવહારનો વિષય થઈ ગયો. લક્ષ હોય તો એ ઉપાદેય થઈ ગયું પરિણામી. પર્યાય સાપેક્ષ દ્રવ્ય થઈ ગયું. (શ્રોતા :- એ તો ફળ છે. ફળ ઉપાદેય ન હોય) હાં. એ તો જાણવા માટે છે બસ.
આહાહા ! હજી તો લોકો પરનું ધ્યાન કરવામાં નિમિત્તના ધ્યાનમાં રોકાણા છે. દુઃખી થાય છે. હવે ચાલો આગળ. હવે અતતુનો બોલ આવે છે ને. એ કાંઈ કેવા જેવું, ચર્ચા કરવા જેવું? ચર્ચા કરવા જેવું હોય તો કાઢો.
(શ્રોતા :- સ્યાદ્વાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ છે. જ્ઞાન જ્ઞાનરૂપ છે. જ્ઞાન થી જ્ઞાન થાય છે. શેયથી નહીં. શેયનું નહીં. તો એ સ્યાદ્વાદી) હાં. સાદ્વાદીને જ્ઞાન પ્રગટ થાય છે આમાં અને એ જ્ઞાન પરને જાણે છે. શેય જે જ્ઞાનને જાણે ઈ એવી રીતે જાણે કે જ્ઞાન જ્ઞાનરૂપે છે અને શેયરૂપે નથી. ઓલો શેયને જ જ્ઞાન માનતો તો. આ કહે છે કે અમે ફક્ત જ્ઞાનને જ જ્ઞાન માનીએ છીએ, એમાં અનુભવ થાય, અને અનુભવ થતાં એ જોયો જ્ઞાનમાં જણાય છે બસ.
અહીંયાં શું છે કે ઘટજ્ઞાનથી જ્ઞાન થાય. આધાર આધેય સંબંધ એણે તોડી નાખ્યો. શેયથી જ્ઞાન થાય એ તોડી નાખ્યું, કેમકે તત્ સ્વરૂપ જે હોય એને એનાથી ભિન્ન હોય એના આધારની એના અવલંબનની કંઈ જરૂર નથી. સમજી ગયા. કાંઈ જરૂર નથી. પછી આ તત્ સ્વરૂપના બે બોલ પૂરા થાય ને તત્ સ્વરૂપના, પછી એક બીજું તત્ સ્વરૂપ લેવું છે. જ્ઞાનનું સ્વરૂપ પંચાધ્યાયીમાંથી. જ્ઞાન શેયના સહારાનું છે કે જ્ઞાન પોતાના સહારાનું છે કે સ્વપર શેયના સહારાનું છે, એમ આવશે ઓલામાં. પછી લેશું. હમણાં નહીં. હમણાં તો આ જે ચાલે છે પ્રમાણનું. આ પ્રમાણની વાત છે ઓલી વાત તો ટોપમોસ્ટ છે.
આત્માના અવલંબન વિના જ્ઞાન થાય છે સત્ અહેતુક છે ને પંચાધ્યાયીમાં એ વાત. જ્ઞાન નિર્વિષય છે જ્ઞાન. આ તો ઓલું વાંચ્યું ને કે જ્ઞાન શેયના સહારાનું છે કે જ્ઞાન પોતાના સહારાનું છે એમ. એ આવશે. પ્રમાણની વાત જુદી ને ઓલી વાત જાદી. એ અંદરની વાત છે. (શ્રોતા :- અંદરની વાત છે કે જ્ઞાન આત્માના આશ્રયે પણ થતું નથી એ અંદરના દ્રવ્ય પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન) હા. કેમકે પરના આશ્રયે જ્ઞાન થાય એમ જે માનતો'તો, તેને કહે કે પરના આશ્રયે થાય નહીં. પર લક્ષ અભાવાત. પછી સ્વલક્ષ સ્વભાવાત એમ લખ્યું નથી એમાં. (શ્રોતા - વાત તો સાચી છે આપની) એટલું જ લખ્યું છે. પણ પરના લક્ષે ન થાય એટલે કે સ્વના લક્ષે થાય આ એટલું અંદરમાં આવ્યું પછી કહે કે, ઈ પછી લેશું આપણે. (શ્રોતા :- આ એવી વાત થઈ કે એકવાર ભાઈસાબના પ્રવચનમાં આવ્યું કે રાગ પરદ્રવ્ય