________________
અનેકાંત અમૃત
૫૮ નથી કરાવતું તો એ કોને કીધું કે આત્મા રાગને કરે છે) આ કોણે કીધું. આનો એ અર્થ તો નથી નીકળતો. (શ્રોતા :- જેમ કર્મના ઉદયથી રાગ થતો નથી તો આત્માથી થાય છે તેમ કોણે કીધું? એટલે પર્યાય પર્યાયથી થાય છે. જેમ કર્મથી થતી નથી એમ આત્માથી પણ થતી નથી.)
હા. એમ બરાબર છે બસ. એ રીતે આ વાત છે. સતુ અહેતુક છે. જૈનદર્શન મસ્તક આપણું નમી જાય ને આપણા ભાગ્યમાં આવી ગયું આ. ભાગ્યશાળી કે આ આપણને આવા શાસ્ત્રો મળ્યા. તમે તો કુળમાં જન્મેલા તમે તો નામેય સાંભળ્યું હશે. મારા એક મિત્રએ કહ્યું મને કે “સમયસાર” કાનજીસ્વામી બહુ વાંચે છે. કોણ કાનજી સ્વામી? કે સ્થાનકવાસી હતા અને પછી દિક્ષા છોડીને હવે સમયસાર વાંચે છે. સમયસાર શાસ્ત્રનું તો ક્યાંય નામ સાંભળ્યું નથી. અમારામાં કલ્પસૂત્ર અને ભગવતી ને બધું આવે છે. સમયસાર શાસ્ત્ર છે? પછી સમયસાર બતાવ્યું મને. ઘણાં વર્ષો પહેલાં ઘણો વખત થયો અહિંયા.
હું ત્યારે વેરાવળ રહેતો હતો. બહુ વર્ષો પહેલાં લગભગ સમજોને પંચાવન વર્ષ પહેલાની વાત છે. લગભગ સાંઈઠ વર્ષ પહેલાની ત્યારે તો દિગંબર ધર્મ છે એમ પહેલું સાંભળ્યું. મને કહે ત્રણ ફિરકા છે, મેં કીધું શું કહો છો? તો કહે કે હા ત્રણ. એટલે અમે તો ત્યાં જન્મેલાને વાત જ નહતી. અમે તો વેરાવળ ખૂણામાં હતા. તે બંદર છે. જુનાગઢથી આગળ, જુનાગઢથી ત્રણેક કલાકનો રસ્તો છે, ટ્રેન છે એક જાય છે ત્યાંથી પ્રભાસપાટણને એ છે ને સોમનાથ. જનમ લીંબુડામાં. બહુ પહેલા પર્યાય પલટીને પિતાજીની એટલે આફ્રિકા ગયા. જનમ તો અમારો ત્યાં જ અને પિતાજી આફ્રિકા ગયા પછી મુંબઈ પેઢી કરી પછી કાપડની દુકાન બંધ કરી, વેરાવળમાં દુકાન કરી. સમજી ગયા. એવા એવા પલટા આવી ગયા. હું ધોરાજી ભણતો હતો દાદીમાની સાથે. મારા પિતાજીના પિતા અને પિતાજીની માતા છે અને એક હું ત્રણ બસ ત્રણ. હું અભ્યાસ ત્યાં કરતો હતો. પર્યાયના બહુ પલ્ટા આવ્યા. પર્યાય તો પલટે જ ને એનો સ્વભાવ છે. સ્વભાવ છે.
અતત બરાબર વાંચો ઓગણપચાસમો શ્લોક આપણે આ બે શ્લોક વાંચી અને પછી ઓલ લેશું. તતુ અતના એ બે બોલ, તત અતતુના બે બોલ, એમ જ કરીશું ને પૂરું થઈ ગયું એક વિષય બોલો.
હવે ૪૯ મો શ્લોક. વાંચો. આપણે આ બે શ્લોક વાંચીને પછી ઓલુ લેશું. તત અતના આ બે બોલ અને તત્ અતના ઓલા બે બોલ એમ કરશું એટલે એક વિષય પૂરો થઈ જશે.