________________
૫ ૬
અનેકાંત અમૃત સ્વઆશ્રિત છે. ત્યારે સ્વ જણાતાં પર જણાય છે, ત્યારે સ્વપર જણાય છે, કે એ સમ્યક છે, એ એકાંત નહીં. એ અનેકાંત થઈ ગયું. સ્વને જાણતા પર જણાય છે એમ. શેયાકાર જ્ઞાનને ઉડાડતો નથી. પહેલા તો એને ભેદજ્ઞાનમાં પરને જાણતો જ નથી, જાણનારો જણાય છે.
(શ્રોતા :- કેમકે આપ કહો છો કે મિથ્યા એકાંતનો નિષેધ કરવા માટે સમ્યફ એકાંત આવવું જોઈએ) હાં અને સર્વથા ઈ કહે છે કે પરને હું જાણું છું. જ્ઞાની કહે છે કે સર્વથા જ્ઞાન સ્વને જ જાણે છે પરને જાણતું જ નથી. (શ્રોતા :- તો એને આત્માનું જ્ઞાન પ્રગટ થાય) અને પછી કથંચિત આવે. હા. અનુભવ જ્ઞાનમાં જ કથંચિત છે. અનુભવ કરવા માટે કથંચિત નથી. અનુભવ કરવા માટે કથંચિત ન હોય, સર્વથા હોય. જે સ્વને જાણે છે એ જ્ઞાન પરને જાણે છે એમ ન હોય. અનુભવ જ્ઞાનમાં કથંચિત્ છે. અનુભવ કરવા માટે સર્વથા સ્વ જણાય છે પર જણાતું નથી.
બાપુ ! વ્યવહારનો નિષેધ કર્યા વગર નિશ્ચય ક્યાંથી પ્રાપ્ત થાય? વ્યવહાર સઘળો અભૂતાર્થ છે. એ તો આવી ગયું કે નહીં. તો પરને જાણે છે ઈ તો અસભૂત વ્યવહાર છે આખો. હજી અસદ્દભૂત વ્યવહારનો નિષેધ નથી આવતો એને. અનુભવ કેમ થાય ઈ જુદી વાત અને અનુભવ થયા પછી શું થાય એ જુદી વાત. ઈ જવાહરે સારું પકડ્યું છે. અનુભવ કેમ થાય? મારું પ્રવચન અનુભવ કેમ થાય એના ઉપર છે. અનુભવ થશે એટલે તને ખબર પડશે, તારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે. પહેલાં અનુભવ કેમ થાય છે ઈ શીખી લે. આ જગતના જીવો અજ્ઞાની છે ઈ અનુભવ થવા પહેલા જ્ઞાનીના વ્યવહારને આગળ કરે છે અને જ્ઞાનીના નિશ્ચયને ભૂલી જાય છે.
ગુરુદેવને પૂછી જુઓને કે તમને સાહેબ જ્ઞાન જણાય છે કે શેય જણાય છે. અમને જ્ઞાન જ જણાય છે, શેય જણાતું નથી. તો પછી કાંઈ આગળ? તો કે હા. જ્ઞાનને જાણતા જોય જણાય જાય છે. આજે સવારે ન આવ્યું, શેયને જાણતા જોયો જણાય જાય છે. ઈ કહે પાછા. તો પેલો કહે સાહેબ પહેલેથી અમે એ જ કહીએ છીએ. પણ તું તો જોયોને જાણું છું એમ કહેતો આવ્યો તો. હું તો કહું છું કે શેયોને જાણતો નથી અને જ્ઞાન જ જણાય છે એમ પહેલા લે અને પછી જોય થાય અહીંયા (અંદરમાં) જોય થાય તો જોયો જણાય. હવે જોય ન થાય તો ક્યાંથી જણાય? અને જોય ક્યારે થાય? ધ્યેયનો ધ્યાતા થાય એને જોય થાય. આવું છું.
આજ સવારની વાત ઊંચા પ્રકારની હતી. (શ્રોતા :- શેયને જાણતાં શેયો જણાય જાય) મંત્ર છે ઈ. (શ્રોતા:- શેયને નહીં જાણે તો જોયો નહીં જણાય) શેયને જાણ અને શેય કેવી રીતે થાય કે ધ્યેયનું ધ્યાન કરે તો જોય થાય, જ્ઞાન થાય. એટલે જોયને જાણતા જોય જણાય જાય છે. શેયોને જાણવાનો પુરુષાર્થ નથી અને શેયને જાણવામાં પણ ખરેખર પુરુષાર્થ