________________
પપ
અનેકાંત અમૃત આધેય સંબંધ. લીધું'તું એને બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવ્યું'તું. પોતાની રીતે એ આવે છે. સમસ્તપણે પરરૂપમાં એ વિશ્રાંતે, ઘટજ્ઞાન ઘટના આધારે થાય. આધાર આધેય સંબંધ જ્ઞાનનો ઘટની સાથે કર્યો એણે એટલે કર્તકર્મ સંબંધ થઈ ગયો. ઘટ હોય તો જ્ઞાન થાય એને માટે જ્ઞાન સર્વપ્રકારે જોયો પર જ આધાર રાખે છે. એ એકાંતવાદી શેયને જાણે તો જ્ઞાન થાય. શેયને ન જાણે તો જ્ઞાન શેનું? એમ. પરના આધારે પોતાનું જ્ઞાન માને છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શેયો પી ગયા. લૂંટી ગયા. જ્ઞાન ન રહ્યું.
જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. આપણે વાત કરી'તી ને કે જ્ઞાનનો જ એણે ત્યાગ કર્યો. ઉદાસીન જ્ઞાતાદૃષ્ટા અવસ્થા જે સ્વભાવભૂત ક્રિયા તેનો ત્યાગ કરી દીધો અને શેયને જ પોતાનું માનવા મંડ્યો. સ્યાદ્વાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તરૂપ જ છે. તત્ સ્વરૂપ જ છે જ્ઞાન સ્વરૂપ જ છે. તેનો અર્થ કર્યો. જ્ઞાન સ્વરૂપ જ છે. શેયાકાર થવા છતાં જો એ જોયાકારનો સ્વીકાર કરે જ છે સાદૂવાદી, પણ શેયથી જ્ઞાન થાય એમ માનતો નથી. શાસ્ત્રથી જ્ઞાન થાય એમ માનતો નથી. અજ્ઞાની શાસ્ત્રથી જ્ઞાન થાય એમ માને છે. દેશનાલબ્ધિથી સમ્યક્દર્શન થાય એમ માને છે, ખોટી વાત છે. શેયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતો નથી.
આ આપણે પંદરમી ગાથામાં છે ને પરમાર્થથી જોવામાં આવે તો તો તે શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે તે જ સામાન્ય જ્ઞાનનો અવિર્ભાવ છે. ઈ આ પ્રમાણ લીધું છે એમાં. પહેલાં નય લીધું છે. પછી પ્રમાણ, નયપૂર્વક પ્રમાણ થાય છે અનુભવ થતાં. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે, એકાંત સમજણ નહીં. ઈ સમજણ અનેકાંતપૂર્વક છે. જોયો જ્ઞાનમાં જણાય છે, તો પણ જ્ઞાન જ્ઞાનરૂપે અને શેય શેયરૂપે રહે છે. તેમ શેયથી જ્ઞાન થયું તેમ જ્ઞાની સ્યાદ્વાદી જાણતા નથી જ્ઞાન તો જ્ઞાનથી થાય છે. અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન પ્રગટ પ્રકાશે છે. અર્થાત જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે. લ્યો આ તતનો બોલ થયો. - હવે અતતુ. આમ તો આસ્તિ નાસ્તિ જેવું છે. જ્ઞાનરૂપે છે અને શેયરૂપે નથી. પણ તત અને અત૮ શબ્દ વાપર્યા છે. (શ્રોતા :- એટલે અહીંયા એકાંતવાદી છે એનો પરિહાર સ્યાદ્વાદથી કરે છે.) હા. સ્યાદ્વાદથી પરિહાર કરે છે, બરાબર. બસ બરાબર છે. સ્યાદ્વાદ જ એને નાશ કરીને એને જિવાડી ઘે છે જ્ઞાની. (શ્રોતા :- અનેકાંતી એકાંતે એમ માની રહ્યો છે કે હું પરને જાણું છું. આ મિથ્યા એકાંત છે. આ મિથ્યા એકાંતનો અભાવ સમ્યક્રએકાંતથી જ થાય છે) હાં. સમ્યફ એકાંતથી થાય છે કે જાણનારો જણાય છે ને પર જણાતું નથી. એમ ત્યાં સ્વપર બેય જણાય છે એમ ન લેવાય. જ્ઞાનની ઉત્પત્તિ તો એકલા