________________
અનેકાંત અમૃત
૫૪
કથંચિત્ છે. વસ્તુમાં કથંચિત્ ક્યાં છે. વસ્તુમાં નથી. ઈ તો સર્વથા શુદ્ધ છે લ્યો. નય વાક્ય થયું ને એમ મારું કહેવું છે. નય વાક્યમાં સર્વથા આવે. (શ્રોતા :- આમ જ એકાંતવાદી એવું માને છે કે હું પરને જ જાણું છું. એકાંત માને છે.) એકાંત માને છે. સ્વને જાણતા જાણતા પર જણાય જાય છે. ઈ સ્યાદ્વાદી ઈ અનેકાંત થઈ ગયું. ઈ અનેકાંત થયું. અહીંયા ઈ અનેકાંત છે. સ્વપરપ્રકાશક અનેકાંત છે અહીંયા. સ્વને જાણતા જાણતા, જ્ઞેયને જાણતા જાણતા, શેયો જણાઈ જાય છે ઈ આ. કે ના. હું તો શેયને જ જાણું છું. જ્ઞેયો મને જણાતા જ નથી. તો એકાંત થઈ ગયું. શેય ઊડી ગયું. તમને સારો વિચાર આવ્યો કે પહેલા આપણે આ લઈ લઈએ પછી ઓલું લેશું.
(શ્રોતા :- કેમકે આ વિષય ચાલે છે ને) હા. ચાલે છે ઈ ચાલે છે ને. આ તો સર્વથા શબ્દ આવ્યો ને, પ્રમાણમાં ‘સર્વથા’ ઝેર છે. ઝેર છે હાં, હાં અને નયમાં ‘કચિત્’ ઝેર છે. શુદ્ધ છે. ઉભા રહો ભાઈ. કથંચિત્ શુદ્ધ છે, ઝેર થઈ ગયું. (શ્રોતા :- નયમાં નહીં આવે. શુદ્ધનય પ્રગટ નહીં થાય) નહીં થાય પ્રગટ. (શ્રોતા :- પ્રમાણમાં સર્વથા ઝેર છે. બધો પક્ષ છૂટી જાય) હા. મધ્યસ્થ થઈ જાય. (શ્રોતા ઃ- એવું વિચારવું જોઈએ કે પ્રમાણથી વાત ચાલે છે કે નયથી) બસ આ કઈ નયનું કથન છે. પ્રમાણનું કથન છે કે નયનું, બસ એટલું બેયનો ભાગ જુદો પાડે અને પ્રયોજન શું સિદ્ધ ક૨વું છે બસ. ભેદજ્ઞાનનું પ્રયોજન છે કે જાણવાનું. બસ. એમાંય બે વાત છે. ભેદજ્ઞાનનું પ્રયોજન છે કે જાણવાની વાત છે બસ.
=
(શ્રોતા :- ભેદજ્ઞાનમાં સર્વથા, જાણવામાં કથંચિત) જાણવામાં કથંચિત્ ભેદજ્ઞાનમાં નયમાં સર્વથા. જેમ દાખલા તરીકે કહું એનું કે ભાઈ, આત્મા શુદ્ધ છે. શું ? (શ્રોતા :- શુદ્ધ છે ને અશુદ્ધ નથી.) નહીં એમ નહીં. કોઈ જ્ઞાની કહે કે આત્મા શુદ્ધ છે. શુદ્ધ જ છે એમ કહે. નયમાં ‘જ’ આવે, શુદ્ધ જ છે. તો કોઈ કહે કે કથંચિત્ શુદ્ધ છે, ગયો દુનિયામાંથી. શુદ્ધ આત્મા હાથમાં નહીં આવે. એમાં કથંચિત્ ન હોય. એમાં સર્વથા છે અને પ્રમાણજ્ઞાનમાં સર્વથા ન હોય કથંચિત્ હોય. પ્રમાણમાં કથંચિત્ અને નયમાં સર્વથા શુદ્ધ છે. સર્વથા પરિપૂર્ણ સર્વથા મુક્ત છે, એમ. કેમકે એ ઉપાદેયતત્ત્વ બતાવવું છે ને બેન. પછી ભલે નયથી સમજાવે ત્યારે નયનો વ્યવહાર કહે, પછી અભૂતાર્થ છે એનું છોડી ઘે, એવું બધું આવે. આપણી જે વાત છે ને એ તો એકદમ ટોપમોસ્ટ પ્રકારની છે. ટૂંકાણમાં સમજે ઈ સમજે કે શું છે.
અહીંયા કહે છે કે સર્વથા માને છે ઈ ખોટું છે. પ્રમાણમાં કથંચિત્ હોય આ કથન એકાંતવાદીનું છે. આ એકાંત એકાંતમાં ફેર છે. કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે, એકાંતી તો એમ માને છે કે ઘટજ્ઞાન ઘટના આધારે થાય છે. જો ઉપરમાં લીધું’તું આધાર