________________
૫
૩
અનેકાંત અમૃત પરથી જુદો પછી રાગથી જુદો પાડીને અનુભવ.
(શ્રોતા:- પરથી ભેદજ્ઞાન કરી પ્રમાણમાં લાવ્યા છે. પ્રમાણમાં અટકવા માટે પ્રમાણમાં નથી લાવ્યા.) જો તમને કહું બેન કે જૈનદર્શન પહેલું, પ્રમાણમાં જ લાવે છે. વિકલ્પાત્મક પ્રમાણ સવિકલ્પ પ્રમાણ. એનું કારણ છે કે ઈ આખી દુનિયાથી જુદો પડી જાય છે. પૂરી દુનિયામાં એવો ધર્મ નથી કે પ્રમાણથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત છે જ નહીં. ક્યાંય છે જ નહીં. જો આખું તત્ત્વાર્થસૂત્ર જોઈ લ્યો તમે કે પ્રમાણ સપ્તભંગી છે. પરથી જુદું પાડે છે. પાંચ ભાવ જીવભાવ છે. પાંચભાવમાં મિથ્યાત્વભાવ આવી ગયો, એ જીવભાવ પરથી જુદું પાડે છે. બસ ! ત્યાં સુધી આવ્યા તત્ત્વાર્થસૂત્ર-પ્રવચનસાર સુધી, સમયસાર કોઈએ વાચ્યું જ નહીં. પૂ.ગુરુદેવ એક પુરુષ પાક્યા, આ સમયસાર વાંચીને વિસ્તાર કરવાવાળા.
અનેકાંત કેળવીને ખાય તો અમૃત છે. સમજીને પ્રયોગ કરે તો અમૃત છે. (શ્રોતા :અનુભવ છે અનેકાંતનો) અનેકાંતમાં અનુભવ છે ને. અસ્તિનાસ્તિ અનેકાંત ભેદજ્ઞાન છે ને. ભેદજ્ઞાન પરખ છે એ જ્ઞાન પરખ છે. (શ્રોતા :- એ જ્ઞાન પરખ અનેકાંત ભેદજ્ઞાનપૂર્વક હોય છે) હા. ભેદજ્ઞાનને છોડો તો તો ઝેર થઈ ગયું અનેકાંત, ઉપાદેયવાળું થઈ જાય. બરાબર ! ચાલો કાંઈ નહીં. બેનને વિચાર આવ્યો છે સમ્યક છે, કે આ અનેકાંત ઉપર ચેપ્ટર લખવું છે. બરાબર છે. લખજો લખીને મને વંચાવજો. (શ્રોતા :- લોકોની ભૂલ અનેકાંતમાં જ છે ને) મેં બેનને કાલે ફોનમાં બહુ કહ્યું. સાવ જુદું અનેકાંત માને છે લોકો. મને કહે સાચી વાત છે. અમારે ત્યાં એવું જ ચાલે છે. બધા હવે કાંઈ નથી વાત. એક વ્યક્તિ પાસે ગયા'તા. અમે સોનગઢના છીએ ને એટલે એ અમને જાણે, તો કહે કે જૈનદર્શન અનેકાંતવાદ છે, સ્યાદ્વાદ છે. ઠીક આપણે તો કાંઈ ચર્ચા કરાય નહીં અને એને વિશેષ કાંઈ ખબર નથી. બુદ્ધ છે ઈ. એને તત્ત્વનો અભ્યાસ જ નથી.
સ્વભાવ અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ધર્મરૂપ સ્વભાવના ભારથી સામર્થ્યથી સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે. સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે બરાબર.
ભાવાર્થ :- કોઈ સર્વથા એકાંતી તો, જુઓ સર્વથા શબ્દ આવ્યો. અહીં સર્વથાનો પ્રયોગ છે ને કથંચિત્ જોઈએ પ્રમાણમાં, પ્રમાણની સિદ્ધિમાં સર્વથા નહીં અને નયની સિદ્ધિમાં કથંચિત ન હોય. નયમાં સર્વથા હોય અને પ્રમાણમાં કથંચિત્ હોય. (શ્રોતા :ભાઈ સૂત્રો નીકળે છે તો એકદમ. પ્રમાણની સિદ્ધિમાં સર્વથા ન હોય ને નાની સિદ્ધિમાં કથંચિત ન હોય) ન હોય. પણ પ્રમાણમાં જો સર્વથા દ્રવ્યરૂપ છે અને સર્વથા પર્યાયરૂપ છે એ તો અજ્ઞાન થઈ ગયું. ત્યાં કથંચિત્ હોય. પ્રમાણમાં કથંચિત્ લાગુ પડે. એટલે જ્ઞાનમાં