________________
અનેકાંત અમૃત
૩૭ પોતે પોતારૂપે પરિણમે છે પરરૂપે પરિણમતિ નથી. ચેતન ચેતનરૂપે પરિણમે, પ્રવૃત્તિ ખરી એની જાણવા દેખવાની, પણ જડરૂપે પ્રવૃત્તિ એની નથી. અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી સ્વરૂપ એટલે સ્વભાવ, પરિણામ સ્વભાવ, ઉત્પાદ વ્યય સ્વભાવ એમાં પ્રવર્તે છે. સ્વરૂપમાં હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલાં છે. આ સ્વચતુષ્ટય ને પરચતુષ્ટયનું ભેદજ્ઞાન. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની નાસ્તિ. આ પ્રમાણની સપ્તભંગી છે.
ત્યાં જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ આત્મા શેષ બાકીના ભાવો સાથે નિજરસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા શેયના સંબંધને લીધે. જુઓ ! આત્મા જ્ઞાતા ને છ દ્રવ્ય શેય. એવા સંબંધને લીધે અને અનાદિકાળથી જોયોના પરિણમનને લીધે. શેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે માનીને અર્થાત્ શેયરૂપે અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે. એકતા કરી નાંખી. શેયનું પરિણમન દેખીને હું શેયરૂપે પરિણમુ છું એમ. એક લોટણ બિલ્લી આવે છે લોટણ બિલ્લી. અમુક પ્રકારના ચોમાસામાં એવા વૃક્ષ થાય છે, આમ ! બીલ્લી છે ને લોટણ બિલ્લી એ બિલ્લી હોય ને બીલી એમ આમ લોટ્યા કરે. બિલ્લી મિંદડી (બિલાડી) બિલાડીને એને જોઈને લોટે આમ, આમ. એ લોટણ નામનું વૃક્ષ થાય છે. એને જોઈને બિલ્લી આમ લોટી જાય છે.
એમ શેયનું પરિણમન જોઈને એ પરિણમન મારું છે પોતાથી જ્ઞાનમાંથી છૂટીને શેયરૂપે ભાસે છે પોતાને, પરના પરિણમનને પોતાનું માને છે. (શ્રોતા:-હું શેયરૂપ થઈ ગયો એમાં શું લેવું જ્ઞયને જાણું છું એમ લેવું?) શેયરૂપ થઈ ગયો એટલે જ્ઞયનું પરિણમન તો છે જ, જડનું પરિણમન છે. હવે જડના પરિણમનનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને, છે તો શેયનું પરિણમન અને માને છે મારું પરિણમન, જ્ઞાનનું પરિણમન માને છે. એ જ્ઞાનનું પરિણમન નથી, જ્ઞાન તો જાણવારૂપે પરિણમે છે, સ્પર્શ, ગંધ, વર્ણરૂપે તો પુદ્ગલ પરિણમે છે. (શ્રોતા :- પુદ્ગલ પરિણમે છે બરાબર છે.) એનું પરિણમન દેખીને એ હું પરિણમ્યો છું એમ એને ભાસે છે. (શ્રોતા:- આહાહા ! જેમ આ લખવાની ક્રિયા થાય છે, આ તો જડની ક્રિયા પુદ્ગલની ક્રિયા છે અને એવું જ્ઞાનમાં જણાયું કે લખવાની ક્રિયા જણાણી તો હું લખું છું) હા. લખું છું એટલે શેયના પરિણમનને પોતાનું પરિણમન માને છે. એ અજ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની થયો થકો નાશ પામે છે. જ્ઞયના પરિણમનને પોતાનું પરિણમન માન્યું એના પરિણમનથી મારું જ્ઞાન પરિણમન જુદું છે એવું ભેદજ્ઞાન નથી કરતો.
(શ્રોતા:-હું તો માત્ર જ્ઞાનપણે પરિણમું છું) જ્ઞાનપણે પરિણમું છું જોયપણે પરિણમતો નથી. (શ્રોતા :- આ શેયના તો અનંત ભેદ છે ને જ્ઞાન તો એક જ પ્રકારનું છે) હાં. શેયના