________________
અનેકાંત અમૃત
૩
નથી. બાર અંગમાં આ તો જે પાંચમું આવ્યું અને એમાંથી વીસ બોલને એમાંથી એક એવી જે પરંપરા લખી છે ને ! સમુદ્રમાં બિંદુ છે આ. આ અત્યારે સમયસાર છે એ સમુદ્રમાં બિંદુ છે. પણ ‘‘સમયસાર છે એ સમુદ્ર છે’’ આ (અંદરના) સમુદ્રને બતાવે છે. (શ્રોતા :- કેમકે સમુદ્રનું બિંદુ સમુદ્રને જ પ્રસિદ્ધ કરે છે ને ?) પ્રસિદ્ધ કરે છે.
આ રીતે જ્ઞાનમાત્ર આવા આત્મવસ્તુને પણ એટલે છએ દ્રવ્યોમાં તો છે, પણ આમાં આત્મવસ્તુને પણ તત્ અતપણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે. આવ્યુંને, હવે આગળ.
પ્રશ્ન :- જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ પોતાની મેળે અનેકાંત પ્રકાશે છે તો પછી અર્હત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને સ્યાદ્વાદને શા માટે ઉપદેશે છે ? એટલે જ્ઞાનમાત્ર તો સ્વયમેવ અનેકાંત છે તો એના ઉપદેશની જરૂ૨ શું છે ? સ્વયમેવ પોતાની મેળે અનેકાંત એનો સ્વભાવ છે જ્ઞાનમાત્રનો, તો પછી અનેકાંતનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે ? સ્યાદ્વાદનો.
ઉત્તર :- અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધ કરવા માટે ઉપદેશે છે. જ્ઞાનમાત્રના બે અર્થ થાય છે. ત્રિકાળી દ્રવ્ય અપરિણામી ને પરિણામી બેય. જ્યાં જે હોય એમ સમજવું. જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત-સ્યાદ્વાદ વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. જો જ્ઞાન ખોટું છે તો દષ્ટિ ખોટી છે એમ કહે છે. અને દૃષ્ટિ સાચી થાય ત્યારે જ્ઞાન સાચું થાય જ છે, એમ નિયમ છે. સ્યાદ્વાદ સાથે સુસંગત એવી દૃષ્ટિ હોય છે સમ્યગ્દર્શન. ખરેખર અનેકાંત (સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે.
સ્વભાવથી જ બહુભાવોથી ભરેલા વિશ્વમાં સર્વભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બંને ભાવોથી અધ્યાસિત છે. આહાહા ! શું કહે છે ? કે અનંતદ્રવ્યો છે. એ આમ જુઓ તો અદ્વૈત છે. અને એક એક દ્રવ્ય એક એકથી ભિન્ન છે એટલે દ્વૈતપણું પણ છે. દ્વૈત એટલે જુદા જુદાપણું બીજા બીજાપણું. દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી અન્યમતિ કહે છે આ બધું અદ્ભુત છે. નહીં અદ્વૈત નથી. બધું થઈને એક છે એમ નથી. આહાહા...! એમ નથી.
સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ, જો સ્વરૂપમાં પ્રવૃત્તિ એટલે સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ. છે ને. બંને ભાવોથી અધ્યાસિત છે. સ્વરૂપે સત્તા ને પરરૂપે અસત્તા.