________________
૩ ૫
અનેકાંત અમૃત સમયનો અર્થ શું કરશો? અને ઉત્પાદું વ્યયથી સહિત છે અનાદિ અનંત એનો અર્થ શું કરશો? ચાલો. (શ્રોતા :- આ જ છે અર્થ એનો. આહાહા ! આપણા ન્યાયમાં પણ ઓલું છે ને કે ઉત્પાદથી કથંચિત્ સહિત છે. ન્યાયમાં પણ છે ઉત્પાદ વ્યયથી સહિત હોવા છતાં ઉત્પાદુ વ્યયથી રહિત છે એવું છે કાંઈક) હા બરાબર છે ! પણ એ તો પરમાત્મ પ્રકાશમાં છે ને. (શ્રોતા :- નહીં એમાંય ન્યાયમાંય છે) બરાબર છે! (શ્રોતા :- એક ન્યાય છે એવો) હશે કાઢજો પછી જોજો. (શ્રોતા :- એ જીવ ત્યાં હતો, હા, એ કેમ ખબર પડે કે આ જીવ તે છે) હા, જીવ છે એ એનાથી સહિત ને એનાથી રહિત અનન્ય છે. પૂર્વે એ જીવ હતો, તો એ ભલે એ પર્યાય ચાલી ગઈ પણ એ સમયે એ પર્યાયથી અનન્ય દ્રવ્ય હતું એમ અત્યારે જણાય છે. એટલે આ જીવ પૂર્વે હતો ઈ જ અત્યારે છે અને ઈ જ અત્યારે ઉત્પાદથી અનન્ય છે. જે પૂર્વે ઉત્પાદથી અનન્ય હતો એ પર્યાય ભલે વ્યય થઈ ગઈ પણ દ્રવ્ય સળંગ છે, તો દ્રવ્યને જોતાં એ દ્રવ્ય વર્તમાનની પર્યાય છે એનાથી અનન્ય છે, તો તેનો તે છે. - પર્યાય પલટે પણ અનન્ય થઈને પલટે છે એટલે અનન્ય અનન્ય અનન્ય. અરે ! આ તો તે જ છે. મને એ ન્યાય બહુ ગમી ગયો છે. (શ્રોતા:- એમાં પણ પરિણામીની સિદ્ધિ થાય છે, પરિણામીની સિદ્ધિ થાય ત્યારે તો આ આહારદાન કોણે આપ્યું? રાજકુમાર, રાજા, ઋષભદેવ ભગવાનને? (શ્રોતા :- શ્રેયાંસ રાજા) શ્રેયાંસ રાજા કે પૂર્વે હું આ મારા પતિ ને હું એની પત્ની હતી. એને આહારદાન આપ્યું'તું. એ વિધિ જાણી લીધી, એણે જાતિ સ્મરણ જ્ઞાનમાં. તો ઈ તો દ્રવ્ય તરીકે તો સળંગ છે ને ! પણ એ પર્યાયે જ્યારે પરિણમતો પરિણમતો આવ્યો, તો એ પરિણામથી પણ અનન્ય છે ને? એ અનન્ય જુએ છે એટલે હું જ છું. આ હું છું અને આ પૂર્વે મારા પતિ અત્યારે ઋષભદેવ ભગવાન છે તે મુનિરાજ છે. (શ્રોતા - બરોબર ! પર્યાય કથંચિત્ અનન્ય છે એટલે પૂર્વે આ જીવ હતો એ વર્તમાનમાં પ્રગટ થાય છે, એટલે જો જ્ઞાન અપેક્ષાએ અનન્ય ન હોય તો મોટો દોષ આવી જાય અને દૃષ્ટિ અપેક્ષાએ અનન્ય હોય તો દૃષ્ટિખોટી. દૃષ્ટિઅપેક્ષાએ અન્ય, જ્ઞાન અપેક્ષાએ અનન્ય. એટલે બેય વિકલ્પ છૂટી જાય. જેમ છે એમ અનુભવ થાય.
(શ્રોતા:- અન્ય હોય તો પણ ઠીક અનન્ય હોય તો પણ ઠીક) અન્ય હોય તો પણ ઠીક, હું તો જેવો છું એવો છું બસ! મારે તો અન્યનો પક્ષપાત નથી ને અનન્યનો પણ હું પક્ષપાતી નથી. હું તો જ્ઞાતા છું. આહાહા ! વચમાં તે પક્ષપાત શબ્દ સારો વાપર્યો. સારો શબ્દ આવી ગયો. (શ્રોતા :- જ્ઞાનમાં પક્ષ નથી હોતો) જ્ઞાનમાં પક્ષ નથી હોતો. આ જ્ઞાનની વાત છે.
જેવા આત્માના ધર્મો છે એવું જાણે છે સમુદ્ર છે. સમુદ્ર. તેત્રીસ સાગરોપમ સુધી ચર્ચા કરતાં હશે સવાર્થ સિદ્ધિના દેવો અને ખૂટે નહીં તો કેટલો સમુદ્ર હશે ને, આ તો હજી કાંઈ