________________
३४
અનેકાંત અમૃત ને પરિણામનું જ્ઞાન થઈ જાય છે !) પરિણામીનું જ્ઞાન ને પરિણામનું પણ જ્ઞાન. (શ્રોતા - અપરિણામીનું તો ધ્યાન થાય છે એનું જ્ઞાન તો હોય જ આ તો અપરિણામીના લક્ષે પરિણામ ને પરિણામનું જ્ઞાન થયું, બેનું જ્ઞાન થયું) નિત્ય અનિત્ય બેય.
પરિણામી નિત્ય છે પરિણામ અનિત્ય છે. નિત્ય પરિણામી, કોઈ કહે પરિણામી નિત્ય હોય કોઈ દિ'? (શ્રોતા - હોય) પરિણામી તો અનિત્ય હોય કે નહીં. નિત્ય છે પરિણામી. પરિણામ અનિત્ય છે. પરિણામી અનિત્ય નથી. (શ્રોતા :- અને પરિણામનો ભેદ કરીને જુઓ તો આત્મા અનિત્ય છે) હા. એવું છે બે ધર્મને જુઓ તો અનિત્ય છે આત્મા. (શ્રોતા :સાપેક્ષથી જુઓ તો અનિત્ય છે. નિરપેક્ષથી જુઓ તો નિત્ય છે. આ તો જુદા પ્રકારનું છે ને? જ્ઞાનપ્રધાન છે. જ્ઞાનપ્રધાન પણ કોઈ આમ વિશેષતાવાળું છે) સમ્યજ્ઞાન છે ને ! સર્વજ્ઞ ભગવાનની વાણીમાં સ્યાદ્વાદ આવ્યો છે. (શ્રોતા :- એને પરિણામી નિત્ય કહેવામાં કંઈ સંકોચ લાગતો નથી) જો તો ખરા... (શ્રોતા:- મને તો ઈ લાગે છે પરિણામી બેપરવાહ નિત્ય કહે છે કે પરિણામી નિત્ય છે) જેની અપરિણામીની માસ્ટરી દૃષ્ટિના વિષયની માસ્ટરી, કુંદકંદ ભગવાન અને અમૃતચંદ્રાચાર્યની. પછી કહે છે, ઉભા રહો, મારે હજી થોડુંક કહેવું બાકી રહી ગયું છે ! કુંદકુંદ ભગવાને તો કહ્યું, મેં ટીકા કરી પણ મને સ્વતંત્ર વિચારો આવે છે, માટે આ સ્વતંત્ર પરિશિષ્ટ લખ્યું છે. પરિશિષ્ટ એટલે કહેવાઈ ગયું, એ પણ કહીશ અને વધારાનું પણ કહીશ સ્વતંત્રપણે. એટલે સમયસારનું નામ ટોચ ઉપર છે. સાચી વાત છે એકલું દૃષ્ટિપ્રધાન છે ને કે દૃષ્ટિપૂર્વક જ્ઞાનનું પણ આમાં વિવેચન આવ્યું છે. (શ્રોતા :કેવું આવ્યું છે પણ? કોઈ દિ' સાંભળ્યું ન હોય એવું) એવું કોઈ દિ' સાંભળ્યું ન હોય એવું આવ્યું છે.
એકાંત પક્ષ હોયને દૃષ્ટિના વિષયનો તો નીકળી જાય. (શ્રોતા :- નીકળી જાય ભાઈ ! કોઈ પ્રકારનો દોષ નથી આવતો. એ કહ્યું ને કે જ્ઞાનની શુદ્ધિ માટે છે. બિલકુલ સાચું. શબ્દ પણ સાચા છે) શબ્દ, જ્ઞાનની શુદ્ધિ માટે છે. “સંશુદ્ધિ’ સમ્યક પ્રકારે શુદ્ધિ જ્ઞાનની. (શ્રોતા :હવે એવા એ શબ્દ તો લખે છે આમાં અને આપણે પણ સાંભળી લઈએ, હા, સંશુદ્ધિ માટે પણ કેમ એ છે સંશુદ્ધિ હવે એ ખ્યાલમાં આવે છે, પરિણામી નિત્ય અને પરિણામનો ભેદ જુઓ તો અનિત્ય. અનાદિ નિધન એટલે અનાદિ અનંત થઈ ગયું કે નહીં?
અને પરિણત એટલે પરિણામી થયું તો એ અનાદિ અનંત નિત્ય છે, અનાદિ અનંત પરિણામી દ્રવ્ય નિત્ય છે. આ આના શબ્દનો અર્થ ચાલે છે. અનાદિ નિધન એટલે અનાદિ અનંત. અને પરિણત એટલે પરિણામી. (શ્રોતા :- પરિણામી અને જ્ઞાનરૂપે અનાદિથી પરિણમે જ છે ને !) પરિણમે જ છે. (શ્રોતા :- એને શું કહેશો તમે?) એને શું કહેશો?