________________
૩૩
અનેકાંત અમૃત આતમજ્ઞાની લખે છે. અનુભવી લખે છે. નહિંતર તો મને ખાઈ જાય. સમજી ગયા! હા. આખો સમાજ છે ને આ તો. અરે આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે. એને મેં કીધું આમાં કાંઈ ઉહાપોહ થયો? મેં પૂછ્યું'તું ને જવાહરને સોનગઢમાં, કે કાંઈ ઉહાપોહ થયો નથી. કેમ થાય? મને કહે આચાર્ય ભગવાનનું લખાણ છે.
સ્યાદ્વાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. (શ્રોતા :- એણે પણ ગજબ કરી દેવસન આચાર્યે ભાઈ ! આવું લખાણ ક્યાંય નહીં હોય !) ક્યાંય નથી. (શ્રોતા :- આ તો ખુલ્લું થઈ ગયું) આત્મામાં સ્યાદ્વાદનો અભાવ અને આત્મામાં સ્યાદ્વાદ નથી એમ આપણે જાણીએ ને માનીએ તો આપણને નિશ્ચયાભાસપણું આવે જ નહીં. (શ્રોતા :- દૃષ્ટિ સમ્યક થાય એમાં તો નિશ્ચયાભાસની ક્યાં વાત છે?) દૃષ્ટિ સમ્યક થયા પછી જ્ઞાન સમ્યફ થાય પછી સ્યાદ્વાદ લખ્યો. જ્ઞાનમાં સ્યાદ્વાદ, એમાં ને એમાં છે. એમાં ને એમાં પાનામાં સ્યાદ્વાદ લખ્યો જ્ઞાનમાં. સર્વથા ભિન્ન ને સર્વથા અભિન્ન બધું કહ્યું. એ કથંચિત એ જ્ઞાનમાં.
(શ્રોતા :- કથંચિત્ ભિન્ન અભિન્નમાં જ સ્યાદ્વાદની સિદ્ધિ છે. બરાબર છે ! તમે કહ્યું પરિણામી ન હોય તો મોક્ષમાર્ગની સિદ્ધિ થતી નથી) ખલાસ! તો ઉત્પાદત્રયની સિદ્ધિ ન થાય તો ઉત્પાત્રેયધ્રુવયુક્તસત્ દ્રવ્ય. ખોટું પડે સૂત્ર આપ્યું. એમ નથી પરિણામી છે. પરિણમે છે. ટકીને પલટે છે. (શ્રોતા :- પલટે છે ને !) પલટવું એનો સ્વભાવ છે એ સ્વથી પલટે છે પરથી નહીં. (શ્રોતા :- પલટવાનો એ સ્વભાવ છે એ સ્વભાવ પણ નિત્ય છે.) અને ટકવાનો પણ સ્વભાવ અને પલટવાનોય સ્વભાવ. નિત્ય પલટે છે. નિત્ય એનો સ્વભાવ છે પલટવું. પર્યાય સાપેક્ષથી જુઓ તો પરિણમે છે એ નિત્ય પરિણમે છે. એક અંશથી જુઓ તો એ અનિત્ય છે.
(શ્રોતા:-પરિણામથી જુઓ તો અનિત્ય છે. પરિણામીથી જુઓ તો નિત્ય છે જોયપ્રધાન નિત્ય, ઓલું ધ્યેયપ્રધાન નિત્ય અને આ શેયપ્રધાન નિત્ય) શેયપ્રધાન નિત્ય છે આ. અને શેયનો એક અંશ જોવો તમે એક વૃતિઅંશ એક, ભેદથી જુઓ ભેદ, પરિણામીમાં ભેદ કરો તો અનિત્ય દેખાય છે પણ એ ભેદને ગૌણ કરો તો નિત્ય દેખાય છે. નિત્ય પરિણામી છે. (શ્રોતા :- આમાં ભંડાર છે.) એટલે નિત્ય અનિત્ય સ્વરૂપ જણાય છે ને ! ભેદાભેદ, એકઅનેક એક સાથે જણાય છે.
મેં તમને કહ્યું હતું એમ ચાલે છે. આચાર્ય ભગવાન સાથે જ સીધું ચાલે છે. જુઓ આ રીતે સ્વાધ્યાય પૂર્વે મેં પણ નહોતો કર્યો, આ વખતે થાય છે. કેમકે અનેકાંતનું આવ્યું ને એટલે. ૨૫૮ નંબરના કળશથી ઉપડ્યું છે ને ! (શ્રોતા:-હા અપરિણામીના લક્ષે પરિણામી