________________
અનેકાંત અમૃત
દ્રવ્ય ને પર્યાયની વચ્ચે ભેદજ્ઞાન અસ્તિ નાસ્તિ અનેકાંત. હું દ્રવ્યરૂપ છું અને પર્યાયરૂપ નથી. પર્યાય તો પ૨ દ્રવ્ય છે. આમાં દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. આમાં સ્યાદ્વાદ હોય છે.
જામનગરમાં ખૂબ સારું આવ્યું છે. (શ્રોતા :- બહુ સારું આવ્યું છે બાર અંગનો સાર આવ્યો છે) સ્યાદ્વાદનો આત્મામાં અભાવ છે અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે. પહેલા જે અંદર વાત કરી ત્યારે સ્યાદ્વાદનો અભાવ કહ્યો પછી વિચાર તો ચાલતાં જ હોય ને પછી એટલે મોટરમાં બેઠા. બેન ! હજી બેઠા ત્યાં શું કહ્યું ? બેન ! આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે પણ આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે. બેનને બેસી ગયું ને એને તો રાત્રે ખુલ્લે આમ બેધડક કહી દીધું સમાજમાં. એટલે દૃષ્ટિ ને જ્ઞાનને કાંઈ વિરોધ નથી આવતો. બેય સમ્યક્ પ્રગટ થાય છે. (શ્રોતા ઃ- સમ્યક્ ! અને કેટલાં સમર્થ, દૃષ્ટિ પણ કેટલી સમર્થ અને જ્ઞાન પણ કેટલું સમર્થ) બેમાંથી કોઈ મચક ખાતા નથી. બેના સંવાદમાં બેય પોતપોતાના સ્વભાવને રાખે છે. (શ્રોતા :- મજબૂત) બેય મજબૂત છે હો.
=
જ્ઞાન કહે છે હું એક ધર્મને જાણું ને બીજાને ન જાણું મારું નથી. (શ્રોતા :- આવો પક્ષપાત મારામાં નથી. પક્ષપાત નથી !) બેન ! આ શબ્દ બરાબર ! આ શબ્દની સખ્ત જરૂર હતી. પક્ષપાત નથી. (શ્રોતા :- જ્ઞાનમાં પક્ષપાત નથી હોતો) જ્ઞાન મધ્યસ્થ હોય છે. આ શબ્દની સખ્ત જરૂર હતી. પ્રેમચંદજી બોલે છે. સખ્ત જરૂર હતી આ શબ્દની. (શ્રોતા : સાચું છે) પક્ષપાત નથી. મધ્યસ્થ છે કે નહીં ? જેવું છે એવું જાણે છે.
નિત્ય પરિણામી છે. (શ્રોતા ઃ આ નિત્યપણું તો કોઈ દિ’ વિચાર્યું નથી. આવું નિત્યપણું છે.) પણ આપણે એની ચર્ચા કરીને. (શ્રોતા :- હા પણ છે જ ને !) છે જ ને અનાદિ અનંત પરિણામી છે કે નહીં. અનાદિ અનંત જો પરિણામી હોય તો પરિણામીનું નિત્યપણું સિદ્ધ થઈ ગયું. આ અનાદિ નિધન શબ્દ લખ્યો છે. (શ્રોતા :- હા છે ને ! નિત્યની સાથે એકવૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્ય) પરિણત ! (શ્રોતા :- પરિણત લખ્યું છે માટે !) લખ્યું છે અને ઈ પરિણત લખ્યું છે માટે પરિણામી દ્રવ્ય નિત્ય છે, અનાદિ અનંત એમાંથી નીકળે છે એમ. અનાદિ નિધન અને પરિણત બે શબ્દ લખ્યાં એમાં નિત્ય પરિણામી સિદ્ધ થઈ ગયું. (બરાબર !) જો પરિણત ન લખ્યું હોત તો દૃષ્ટિનો વિષય આવી જાત. (શ્રોતા :- તો દૃષ્ટિનો વિષય આવી જાય) આ પરિણત લખ્યું છે ને !
=
અરે મજા આવે એવું છે, મજા આવે એવું છે. (શ્રોતા :- આ વાતમાંથી, આ અધિકારમાંથી એમ જ લાગે છે કે આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે, આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે. આ સૂત્ર ઉપર જ જાણે આખો આ અધિકાર લખાણો હોય એમ.)
૩૨