________________
૩૧
અનેકાંત અમૃત
અનેકાંત લેતા હતા પણ એ તો ડીપોઝીટ છે. આમાં જ્ઞાનમાં જ સ્યાદ્વાદ લીધો છે. દૃષ્ટિનો વિષય તો અત્યારે ડીપોઝીટ રાખ્યો છે) સમ્યજ્ઞાન પ્રગટ થયું તે સમ્યજ્ઞાન વસ્તુને કેવી રીતે જાણે છે ? (શ્રોતા :- આ રીતે જાણે છે)
અહીં દષ્ટિની વાત તો છે જ નહીં. દૃષ્ટિ તો પ્રગટ થઈ ગઈ. દૃષ્ટિની સાથે સમ્યજ્ઞાન થયું તો સમ્યજ્ઞાનમાં સ્યાદ્વાદ છે. અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદ છે. દ્રવ્યમાં ક્યાં સ્યાદ્વાદ છે ? તો તો નિત્ય અનિત્ય દૃષ્ટિનો વિષય બની જાય. જો એમાં સ્યાદ્વાદ હોય તો. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે. (શ્રોતા ઃ- બરાબર ! એકદમ સાચી વાત છે !) આત્મા અપરિણામી છે ત્રણેકાળ, પરિણમતો જ નથી એક સમયમાત્ર. આત્મા નિષ્ક્રિય છે એમાં ક્યાં ક્રિયા છે. જ્ઞાનમાં ક્રિયા છે. આ જૈનદર્શનને કોઈ લગતું નથી. એનું કારણ છે કે સ્યાદ્વાદ કોઈ સમજતું નથી. સ્યાદ્વાદ પણ સમજવા જેવો છે. અનેકાંત સ્વરૂપ એનું સમજવા જેવુ છે બસ.
(શ્રોતા :- આ સૂત્ર એકદમ સાચું છે. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે) શાસ્ત્રજ્ઞાનમાં નહીં, આત્મજ્ઞાનમાં સદ્ભાવ છે. આ આત્મજ્ઞાની છે. આ આત્મજ્ઞાની લખે છે. નિત્ય અનિત્ય વિરુદ્ધ બે ધર્મ છે એક દ્રવ્યમાં. બે દ્રવ્યમાં વિરુદ્ધ બે, એક છે પરસ્પર વિરુદ્ધ એટલે દ્રવ્યની સિદ્ધિ થાય. (શ્રોતા :અનંત ધર્માત્મક વસ્તુની સિદ્ધિ થાય) સિદ્ધિ થાય એમ ! અનંત ધર્મ એમાં છે દ્રવ્યના. (શ્રોતા :- પરિણામીમાં છે) પરિણામીમાં છે. પરિણામીમાં જ હોય ને અનંતધર્મ. અપરિણામીમાં અનંતધર્મ અનિત્ય ધર્મ એમાં છે ? એમાં સ્યાદ્વાદનો તો અભાવ છે. કથંચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય એવો આત્મા નથી. અને કથંચિત્ નિત્ય અનિત્ય જ્ઞાનમાં છે, છે ને છે. એમાંથી ઉડાડે તો દષ્ટિ ખોટી છે. જ્ઞાન ખોટું તો દૃષ્ટિ ખોટી.
શ્રદ્ધા કહે છે જ્ઞાનને કે નિત્ય અનિત્યને તું શું કામ જાણે છે ? હું નિત્યને પકડું છું તું ય નિત્યને પકડી લે ! કે હું જો તારા કહેવામાં આવીશ ને તો જ્ઞાન મારું ચાલ્યું જશે, અજ્ઞાન થઈ જશે. અને અજ્ઞાન થતાં તારો નાશ થશે. હું તો નિત્ય અનિત્ય છે એમ જાણું છું. નયપૂર્વક આ પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાનમાં અનંત ધર્મ એક સમયમાં યુગપદ્ અક્રમે જણાય છે. (શ્રોતા :- દૃષ્ટિપૂર્વક જે જ્ઞાન પ્રગટ થાય છે તો એમાં એમ જાણી શકાય કે દૃષ્ટિ અપેક્ષાએ નિત્ય છે અને જ્ઞાન અપેક્ષાએ પરિણામી છે તો અનિત્ય છે.) બરાબર છે ! દૃષ્ટિ અપેક્ષાએ કહી શકાય બરાબર છે ! (શ્રોતા :- એમ જાણી શકાય ને ?) દૃષ્ટિ અપેક્ષાએ દ્રવ્ય નિત્ય છે અને અનિત્ય નથી. હું ! અનિત્ય તો પર્યાયનો ધર્મ છે મારો ધર્મ નથી એમ કહી દેવું. (શ્રોતા ઃ- એ તો અસ્તિ નાસ્તિ અનેકાંતમાં ચાલી ગઈ ને દૃષ્ટિની વાત તો)